રાજકોટ : કાશ્મીરથી કેરળ અને મહારાષ્ટ્રથી નેપાળ સુધી ચોરી કરનારી રાજસ્થાની ગેંગ ઝડપાઈ


Updated: January 25, 2020, 2:00 PM IST
રાજકોટ : કાશ્મીરથી કેરળ અને મહારાષ્ટ્રથી નેપાળ સુધી ચોરી કરનારી રાજસ્થાની ગેંગ ઝડપાઈ
પોલીસે બાંસવાડાની શો-રૂમ ગેંગના બે ચોરને પકડી પાડ્યા છે જ્યારે એક ફરાર છે.

ગત 8મી જાન્યુઆરીએ રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલા શોરૂમમાં ચોરી કરી 7 લાખથી વધુની રોકડ લઈ આ ચોર ફરાર થઈ ગયા હતા.

  • Share this:
રાજકોટ : રાજકોટ પોલીસ દ્વારા કાશ્મીરથી કેરળ સુધી અને મહારાષ્ટ્રથી નેપાળ સુધી ચોરી કરનારી રાજસ્થાનના બાંસવાડાની ગેંગ પકડી પડવમાં આવી છે. ગત તારીખ 8 જાન્યુઆરી માં રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલી કપડાના શો રૂમ માં ચોરી થઈ હતી જેમાં સાત લાખ થી વધુની રોકડ રકમ ની ચોરી થઈ હતી. આ ગેંગ રાજકોટમાં આવી અને ચોરી કરી ફરાર થઈ ગઈ હતી ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ઇન્ટરનેશનલ ચોરી કરનારી ગેંગને સઘન તપાસ ચલાવીને પ્રજાસત્તાકદિનની પૂર્વ સંધ્યાએ દબોચી લેવામાં આવી છે.

કઈ રીતે ભેદ ઉકેલાયો


ચોરીનો ભેદ ઉકેલવા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટિમો બનાવી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોરી થયેલા શોરૂમ ની આસપાસના સીસીટીવી કેમેરા અને ટેકમિકલ ટિમની મદદ લેવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં પોલીસ ને રાજસ્થાન પાસિંગની કાર જોવા મળી હતી જે કારના નંબર દ્વારા રાજસ્થાન પોલીસની મદદ લઇ કાર માલિકની તપાસ કરી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે હજી એક આરોપી પોલીસ પકડ થી દૂર છે.

આ પણ વાંચો :  રાહુલ ગાંધી કરશે હુંકાર, રાજ્યમાં બેરોજગારી, મોંઘવારી અને આર્થિક સ્થિતિ અંગે સભાઓ સંબોધશે

રાજકોટ પોલીસની આ સફળતા બદલ પોલીસ કમિશનર દ્વારા તેમને 15,000 રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.
કોણ છે આરોપી અને શું છે તેનો ગુનાહિત ઇતિહાસ

પોલીસે હાલ બે આરોપીની ધરપકડ કરી છે જેમાં 1 - ઉદયલાલ ચરપોટા આ આરોપી અગાવ બાંસવાડા, સુરજપોલ, ઉદયપુર, રતલામ, ઇન્દોર માં ચોરી કરેલી છે .2 - બાબુલાલ નિનામાં આ આરોપી અગાઉ રાજસ્થાનમાં ચોરી, અકસ્માત, લૂંટ જેવા ગુનાઓમાં  પકડાઈ ચુક્યો છે.

આ પણ વાંચો :  ગુજરાત ભાજપના ધારાસભ્યોએ અચનાક કેમ ધમપછાડા શરૂ કર્યા?

રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલા શો-રૂમમાં ચોરી કરવા સમયે ઉપયોગમાં લેવાયેલી રાજસ્થાન પાસિંગની તવેરા કાર પર પોલીસે ઝબ્બે કરી છે.


શુ છે મોડેસ ઓપરેન્ડી

રાજકોટ પોલીસે પકડેલી ગેંગ આંતરરાજ્ય ગેંગ છે જે દેશના અલગ અલગ રાજ્યોમાં ચોરી કરે છે. આ ગેંગ દ્વારા દેશના જમ્મુ કાશ્મીરથી કેરળ સુધી ઉપરાંત ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન વગેરે રાજ્યોમાં ચોરી કરતી હતી. આ ગેંગ રાત્રીના સમયે દુકાન, શોરૂમ, મોલ માં ઉપરના ભાગે થી અથવા પાછળના દરવાજેથી પ્રવેશ કરી  ચોરી કરે છે. જે બાદ ચોરી કરીને તાત્કાલિક શહેર છોડી અન્ય શહેરમાં પોતાનું પોતાનું વાહન અથવા એસ.ટી નોં સહારો લઈ નાસી જાઇ છે. રાજસ્થાનની ગેંગ ને પકડી પાડવા બદલ રાજકોટ પોલીસ કમિશનર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને 15000 ના ઇનામની જાહેરાતકરવામાં આવી છે.

 
First published: January 25, 2020, 2:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading