Home /News /gujarat /ડૉક્ટરની બેદરકારીના લીધે રાજકોટ સિવિલમાં દર્દીના મોતનો આક્ષેપ

ડૉક્ટરની બેદરકારીના લીધે રાજકોટ સિવિલમાં દર્દીના મોતનો આક્ષેપ

રાજકોટ સિવિલ હૉસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની તસવીર જ્યાં મૃતક જયપ્રકાશનું પોસ્ટમોર્ટમ થશે

પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા મામલો ગરમાયો. મૃતકના ભાઈનો આક્ષેપ સમયસર સારવાર નહોતી મળી

    અંકિત પોપટ, રાજકોટ : રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં ફરી એક વાર ડૉક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મોત થયું હોવાનો આક્ષેપ થયો છે. ડૉક્ટરોની બેદરકારીના કારણે જયપ્રકાશ સોની નામના દર્દીનું મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ છે. મૃતક જયપ્રકાશને કાનથી લઈને વાસાના ભાગ સુધી દુ:ખાવો ઉપડતા યોગ્ય સમયે સારવાર ન મળી હોવાના આક્ષેપ છે. આ ઘટના બાદ મૃતક જયપ્રકાશના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા મામલો ગરમાયો છે.

    મૃતકના ભાઈએ આક્ષેપ કર્યો છે કે તેમનો ભાઈ દર્દથી કણસી રહ્યો હતો તેમ છતાં ફરજ પરના સ્ટાફ કે તબીબે તેમની સારવાર કરવાની કાળજી ન લીધી પરંતુ એક વોર્ડથી બીજા વોર્ડ સુધી ભટકાવતા રહ્યાં અને અંતે એક સામાન્ય પાટો બાંધી રજા આપી દીધી. અપૂરતી સારવારના લીધે ઘરે આવેલા દર્દીનું મોત થયું અને જ્યારે આ મામલે તેઓ સિવિલમાં ગયા ત્યારે હાજર સ્ટાફે એવો જવાબ આપ્યો કે તમને દાખલ થવાનું સૂચવ્યું હતું.

    આ પણ વાંચો : રાજકોટ : વરસાદી પાણીના ધસમસતા વહેણમાં કાર વોકળામાં તણાઈ

    મૃતકના ભાઈ પ્રતાપ સોનીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું, “ ગઈકાલે મારા ભાઈને કાનથી વાસા સુધીનો દુ:ખાવો થતા તે એકલા દવા લેવા આવ્યા હતા. સાંજે મને ઘરેથી ફોન આવ્યો કે તેમને દુ:ખાવો વધી ગયો છે. હું તેમને લઈને હૉસ્પિટલમાં લઈને આવ્યો. મારા ભાઈ દર્દથી કણસતા હતા ત્યારે કોઈએ કાળજી લીધી નહીં. હું ભાઈને લઈને ઑર્થોપેડિક વિભાગમાં ગયો ત્યાંથી મને ઇમર્જન્સી વોર્ડમાં જવા સૂચના આપી. રઝળપાટના અંતે મારા ભાઈને એક ગુલાબી કલરનો પાટો બાંધીને રજા આપી દીધી, ફરીથી તેમને દુ:ખાવો ઉપડ્યો ત્યારે મારા ભાઈને સારવાર માટે જ્યારે અમે લઈ આવ્યા ત્યારે મને ઇમર્જન્સી વોર્ડમાંથી એવું કહેવામાં આવ્યું કે તમને દાખલ થવાનું કહેવામાં આવ્યું હતું તો તમે દર્દીને ઘરે શા માટે લઈ ગયા હતા. મારી પાસે ડૉક્ટરોની બેદરકારીના તમામ પૂરાવા છે. અમારી માંગ છે, અમને પૂરેપૂરો ન્યાય મળે. જ્યાં સુધી યોગ્ય કાર્યવાહીની ખાત્રી નહીં આપવામાં આવે ત્યાં સુધી હું મૃતદેહ નહીં સ્વીકારૂ'

    આ પણ વાંચો : રાજકોટમાં એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ, વીજળી પડતા મહિલાનું મોત

    દરમિયાન બેદરકારીના આક્ષેપના પગલે મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યાં છે. ઉલ્લેખયની છે કે થોડા દિવસો પહેલાં જ રાજકોટ સિવિલના ડૉકટરની દર્દી સાથેની ગેરવર્તૂણકનો વીડિયો વાયરલ થયો હતો જેમાં ડૉક્ટરે સારવાર માટે આવેલા દર્દીને એવું કહ્યું હતું કે 'અહીંયા લોકો મરવા માટે જ આવે છે, મરી જવાનું'
    Published by:Jay Mishra
    First published:

    Tags: Civil Hospital, આરોપ, મોત, રાજકોટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन