રાજકોટ: શહેરમાં (Rajkot News) મંગળવારે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલના (Naresh Patel) વેવાઇ પ્રવીણભાઇ પટેલના (Pavinbhai Patel) બંગલામાં સિક્યોરિટી ગાર્ડની હત્યા (security guard murder ) થઇ હતી. પોલીસે શકમંદ આરોપીના સીસીટીવી (CCTV footage) ફૂટેજ જાહેર કર્યા છે. પોલીસે આ આરોપીની ઓળખ આપનારને યોગ્ય ઇનામ આપશે તેવી જાહેરાત કરી છે. આ ઉપરાંત તેનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેવું પણ જણાવ્યું છે. નોંધનીય છે કે, આ મામલે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી હોવાનો દાવો બંગલાના માલિક પ્રવિણ પટેલે કર્યો છે. આ એ જ વ્યક્તિ છે જેને પ્રવિણ પટેલે પોતાની ઑફિસમાંથી એક મહિના પહેલા કાઢી મૂક્યો હતો. પોલીસે આ મામલે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.
મૃતકની બાજુમાં એક ડિસમિસ પડેલું મળ્યું હતુ
મંગળવારના રોજ ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલના વેવાઈ પ્રવીણભાઈ પટેલના બંગલામાં હત્યાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલાની જાણ માલવિયાનગર પોલીસમાં થતાં તાત્કાલિક અસરથી પોલીસનો કાફલો તેમજ ક્રાઈમ બ્રાન્ચ (Rajkot crime branch), ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસને મૃતકની બાજુમાં એક ડિસમિસ પડેલું મળી આવ્યું હતું.
મૃતક બંગલા સાથે 37 વર્ષથી સંકળાયેલા હતા
આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં ડીસીપી ઝોન 2 સુધીર કુમાર દેસાઈએ જણાવ્યું હતું કે, "મૃતક સિક્યુરિટી ગાર્ડ વિષ્ણુ બંગલાના માલિક પ્રવીણભાઈ પટેલ (Pravin Patel) સાથે છેલ્લા 37 વર્ષથી સંકળાયેલા છે. છેલ્લા ચારેક વર્ષથી વિષ્ણુભાઈ આ બંગલાનું સાર-સંભાળ રાખી રહ્યા હતા. રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં એક બુકાનીધારી તેમજ ટોપીધારી વ્યક્તિની બંગલામાં અવર જવર દેખાઈ રહી છે. પોલીસે ઘટનાસ્થળની નજીકના પણ સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. જેમાં શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ સ્પષ્ટપણે જોવા મળી રહી છે."
આ મામલે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, "તપાસ ટીમે સમગ્ર ઘટનામાં ડોગ સ્કવોર્ડ તેમજ એફએસએલની ટીમને પણ મદદ મેળવી છે. માલવિયાનગર પોલીસ દ્વારા ઘટનાનો પંચનામું કરી મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે મોકલવામાં આવી છે. ડીસીપીએ વધુમાં જણાવ્યુ હતુ કે, બંગલામાં હત્યાની ઘટના ચોક્કસ બની છે. પરંતુ બંગલામાં તમામ વસ્તુઓ જેમની તેમ છે. જેથી ઘટનાને અંજામ આપનાર શખ્સ ચોરી કે લૂંટના ઇરાદે પ્રવેશ્યો ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. જાણવા મળતી વિગત અનુસાર આરોપીને મૃતકનું નામ તેમજ બંગલો કોનો છે તે સહિતની તમામ માહિતીની જાણકારી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
નરેશ પટેલના વેવાઈ પ્રવીણભાઈ પટેલના ઘરે થયેલી હત્યા મામલે પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલીને એક વ્યક્તિની અટકાયત કરી લીધી છે. અટકાયત કરવામાં આવનાર વ્યક્તિને એક મહિના પહેલા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. બંગલાના માલિક પ્રવિણ પટેલે અટકાયત કરવામાં આવેલા વ્યક્તિને કોટેચા સ્થિતિ ઓફિસમાં કામ પર રાખ્યો હતો. હવે આ મામલે પોલીસ લોકોની મદદ લઇ રહી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર