Home /News /gujarat /નરેશ પટેલના વેવાઇના કેરટેકરનની હત્યાનો ભેદ ઉકેલાયો, ગર્લફ્રેન્ડ સાથે વાત કરવા મોબાઇલ ચાલુ કર્યો અને આરોપી ઝડપાયો
નરેશ પટેલના વેવાઇના કેરટેકરનની હત્યાનો ભેદ ઉકેલાયો, ગર્લફ્રેન્ડ સાથે વાત કરવા મોબાઇલ ચાલુ કર્યો અને આરોપી ઝડપાયો
આરોપી ઝડપાયો
Rajkot Crime: શહેરની શિવરંજની વિસ્તારની હોટલમાં રાત રોકાઈને પછીથી પોતાના વતન ભાગી ગયો હતો. પોલીસે તેનું લોકેશન ટ્રેસ કરતા તે ભીલવાડા પંથકમાંથી પકડાઇ ગયો હતો.
રાજકોટ: શહેરના (Rajkot) ચર્ચાસ્પદ હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) ના વેવાઇને ત્યાં થયેલી હત્યાનો (Rajkot murder) આરોપી ઝડપાઇ ગયો છે. શહેરના અમીન માર્ગ પર બિલ્ડર પ્રવીણભાઈ પટેલના બંગલામાં ચોરીના પ્રયાસ સાથે બંગલાના 68 વર્ષના કેરટેકર વિષ્ણુભાઈ ઘુંચલાની હત્યા કરવામાં આવી હતી. જેનો ભેદ આખરે ત્રણ દિવસે ઉકેલાઈ ગયો છે. આ હત્યારો વડોદરા ખાતેનાં ફાર્મહાઉસમાં અગાઉ કામ કરી ચૂકેલો રાજસ્થાની યુવક અનિલ કરમા મીણા જ આ કિસ્સામાં આરોપી નીકળ્યો છે. સીસીટીવી સર્વેલન્સ પરથી જ આ હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
સીસીટીવીથી તપાસ
આ અંગેની માહિતી વિસ્તારપૂર્વક જોઇએ જોઇએ તો, વિદ્યાકૂંજ સોસાયટીમાં પ્રવીણ પટેલના બંગલે આ બનાવ બન્યો તે સ્થળની આસપાસ એક અજાણ્યો વ્યક્તિ દેખાયો હતો. સીસીટીવીથી તેની વધુ તપાસ કરતા સામે આવ્યું કે, એસટી બસ સ્ટેન્ડથી આ યુવક બસ દ્વારા અમદાવાદ પહોંચ્યો હતો. જે બાદ અમદાવાદમાં તે જે રિક્ષામાં બેઠો હતો પોલીસે તેના ચાલકને પણ શોધી નાંખ્યો હતો. તે બાદ આ આરોપી જે હોટલમાં ઉતર્યો હતો તેની જાણ આ રિક્ષાચાલકે કરી હતી.
અમદાવાદની હોટલમાં રોકાયો હતો
એ હોટલમાં જઇને તપાસ કરતા સામે આવ્યું હતુ કે, રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના સેમારી તાલુકામાં ભોરાઈ ગામે રહેતો 19 વર્ષનો અનિલ મીણા જ એ હત્યામાં સંડોવાયેલો હતો. જે આ હત્યા કર્યા બાદ અમદાવાદની શિવરંજની વિસ્તારની હોટલમાં રાત રોકાઈને પછીથી પોતાના વતન ભાગી ગયો હતો. પોલીસે તેનું લોકેશન ટ્રેસ કરતા તે ભીલવાડા પંથકમાંથી પકડાઇ ગયો હતો.
વડોદરાના ફાર્મહાઉસમાં પરચૂરણ કામ કરતો હતો
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, અનિલ એક સવા વર્ષ પહેલા બિલ્ડર પ્રવીણ પટેલના વડોદરાના ફાર્મહાઉસમાં પરચૂરણ કામ કરતો હતો. જે દરમિયાન તેના પુત્ર સાથે એક વખત દિવાળી ઉપર રાજકોટના બંગલાની સાફસફાઈ કરવા આવીને અહીં દસેક દિવસ રોકાયો પણ હતો. જેથી તેને ખબર હતી કે, રાજકોટના બંગલા પર એકમાત્ર વૃધ્ધ કેરટેકર જ હોય છે. ચારેક મહિના બાદ તેનીનોકરી છૂટી જતાં તે ફરીથી વતન જતો રહ્યો. જે બાદ તે થોડા દિવસ પહેલા રુપિયાની જરુર પડતાં તેને રાજકોટનો ઈશાવાસ્યમ બંગલામાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.
આરોપી બંગલા પાસે પહોંચ્યો ત્યારે એક વ્યક્તિએ તેને જોઇ લીધો હતો. જેથી તે અંદરથી ડરી ગયો હતો. જે બાદ બંગલામાં પહોંચ્યો ત્યારે કેરટેકર જ પહેલા મળી ગયા હતા. જ્યાં બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી. આરોપીએ કેરટેકરનું ટુવાલથી ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદ બંગલાના ઉપરના માળે તેણે આંટો માર્યો હતો પરંતુ તેના હાથમાં કાંઇ લાગ્યું ન હતુ. જેથી તે કેરટેકરનો મોબાઇલ લઇને ભાગી ગયો હતો. ચોરેલો મોબાઇલ તેણે બે હજારમાં વેચી દીધો હતો.
જોકે, બીજી બાજુ વડોદરાના ફાર્મહાઉસમાં હાલ પણ કામ કરી રહેલા તેના એક હમવતનીએ તેના વાયરલ વિડીયો ફૂટેજ જોઈને અનિલને ફોન કરીને ઠપકો આપ્યો હતો. જે બાદ તેણે ન તો પોલીસ કે ન તો માલિક કોઇને જાણ કરી ન હતી. આરોપી પોતાના ફૂટેજ વાયરલવ થતા જોઇને વતન ભાગી ગયો હતો અને મોબાઇલ પણ બંધ કરી દીધો હતો. તેણે પોતાની ગર્લફ્રેન્ડ સાથે વાત કરવા માટે મોબાઇ શરૂ કર્યો ત્યારે પોલીસે તેનું લોકેશન ટ્રેસ કરી નાંખ્યું હતુ. જે બાદ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.