રાજકોટ : કોરોના વાયરસ સામેના જંગ વચ્ચે પણ અવિરત ધમધમે છે મનપાની પ્રિ મોન્સૂન કામગીરી


Updated: April 28, 2020, 5:19 PM IST
રાજકોટ : કોરોના વાયરસ સામેના જંગ વચ્ચે પણ અવિરત ધમધમે છે મનપાની પ્રિ મોન્સૂન કામગીરી
રાજકોટ : કોરોના વાયરસ સામેના જંગ વચ્ચે પણ અવિરત ધમધમે છે મનપાની પ્રિ મોન્સૂન કામગીરી

વરસાદી પાણીના નિકાલમાં કોઈ અવરોધ ન સર્જાય તે માટે અત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે

  • Share this:
રાજકોટ : સમગ્ર ભારત દેશ કોરોના વાયરસની મહામારી સામે જંગ લડી રહ્યો છે, ત્યારે સૌ કોઈ લોકો પોતપોતાના ઘરમાં રહી દેશને અને આપણા રાજ્યને આ ભયંકર વાયરસના સંક્રમણથી બચાવવા માટે પોતપોતાનું યોગદાન આપી રહ્યા છે. આવા કપરા સમય વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ દિવસ રાત જોયા વગર સતત કાર્યરત રહી આ લડાઈમાં પોતપોતાના ભાગે આવતી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહયા છે. લોકડાઉન વચ્ચે લોકોને તેમના ઘરે જ જીવનજરૂરીયાતની સામગ્રી મળી રહે તેની વ્યવસ્થા સારી રીતે કાર્યરત રહે તે માટે તેઓ સતત પ્રયાસો કરી રહ્યા છે. સાથો સાથ નાગરિકોને અન્ય કેટલીક આવશ્યક સેવાઓ નિયમિત મળતી રહે તે માટે પણ રાજકોટ મહાનગરપાલિકા દિવસરાત જોયા વગર સંપૂર્ણપણે ગંભીરતાથી પોતાની ફરજ બજાવી રહી છે. જેમ કે પાણી, ડ્રેનેજ, ગટરને લગતી કામગીરી, વોકળા સફાઈ, રાત્રી સફાઈ ફાયર અને ઇમરજન્સી સર્વિસીઝ જેવી મૂળભૂત કામગીરી અને પ્રિ-મોન્સુનને લગતી તમામ કામગીરીઓનો સમાવેશ થાય છે તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

પાણી - કોરોના વાયરસના ભય વચ્ચે પણ શહેરીજનોને રોજે રોજ તેમના ઘેર પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. "સૌની યોજના" થકી નર્મદાથી આજી-1 ડેમ અને ન્યારી-1 ડેમમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને દરરોજ તેમના ઘેર પાણી વિતરણ કરવામાં આવે છે. જોકે પાણી નાગરિકોના ઘર સુધી પહોંચે તે પહેલા ઘણી લાંબી સફર કાપી ચૂક્યું હોય છે. ડેમમાંથી ફિલ્ટર પ્લાન્ટમાં પહોંચતું પાણી શુધ્ધ થાય છે ને તેને ક્લોરીનેટેડ કરવામાં આવે છે. ત્યાંથી વોર્ડના વિસ્તારના ઈ.એસ.આર.-જી.એસ.આર. માં સંગ્રહ થાય છે અને ત્યાંથી પછી નાગરિકોના ઘરના નળ સુધી પહોંચે છે. વોટર વર્કસના ફિલ્ટર પ્લાન્ટની નિયમિત જાળવણી અને ઈ.એસ.આર. તથા જી.એસ.આર.ની રેગ્યુલર સફાઈ પણ કરવામાં આવી રહી છે. વોટર વર્કસ શાખાના સ્ટાફ દ્વારા પમ્પિંગ સ્ટેશન, રાઈઝીંગ મેઈન તથા હેડ વર્કસના સિવિલ તથા નિભાવ મરામતની કામગીરી નિયમિત કરવામાં આવતી હોય છે.

ડ્રેનેજ - ઘરમાં વાપરતા પાણીનો તત્કાલ અને અવિરત નિકાલ થતો રહે તે માટે ભૂગર્ભ ગટર સિસ્ટમ વ્યવસ્થિતરીતે કાર્યરત જ રહે તે પણ જરૂરી છે. આ માટે આવશ્યકતા મુજબ ડ્રેનેજ મેનહોલ અને પાઈપલાઈનની નિયમિત સફાઈ કરવામાં આવે છે. તેમજ વપરાયેલા પાણીનો જથ્થો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પહોંચાડી ત્યાં તેને શુધ્ધ કરવામાં આવે છે. ડ્રેનેજ પાઈપલાઈન મારફત વપરાશી પાણીનો વ્યવસ્થિત નિકાલ થતો રહે તે માટે યોગ્ય સમયે સમયે ડ્રેનેજ મેનહોલ વગેરેની સફાઈ અને જાળવણી પણ કરતા રહેવું જરૂરી બને છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પમ્પીગ સ્ટેશનની પણ નિયમિત મરામત કરતા રહ્યા છે, ડ્રેનેજ સ્ટાફ દ્વારા મશીનરીની નિયમિત સાફ-સફાઈ થાય છે.

વોકળા સફાઈ કામગીરી:- શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી પસાર થતા વોકળાઓ મારફત વપરાશી અને રેઈન વોટરનો નિકાલ થાય છે. વોકળામાં એકત્ર થયેલ કચરો વખતો વખત સાફ કરતા રહી પાણીનો નિરંતર નિકાલ થતો રહે તે પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. તેમજ ચોમાસા પૂર્વે જ વોકળાઓની વ્યવસ્થિત સફાઈ કરી વરસાદી પાણીના નિકાલમાં કોઈ અવરોધ ન સર્જાય તે માટે અત્યારે રાજકોટ મહાનગરપાલિકા પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ:- કોરોના મહામારીના વર્તમાન સમયમાં સંક્રમણને આગળ ધપતું અટકાવવા માટે પણ શહેરને સ્વચ્છ રાખવું જરૂરી છે. શહેરને સ્વચ્છ રાખવા માટે દિવસ અને રાત કચરો અને ગંદકી સાફ કરવા માટે મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા સફાઈ કામદારો અને સફાઈના અત્યાધુનિક સાધનો કાર્યરત રહે છે. રાત્રે ટીપર વાન મારફત દ્વારા એકત્ર કરાયેલ કચરાનો તુરંત જ યોગ્ય સ્થળે નિકાલ કરવામાં આવે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા નિયમિત ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવાની કામગીરી અને પ્રોસેસિંગ પ્લાન્ટની કામગીરી કરવામાં આવી રહી છે.

ફાયર એન્ડ ઇમરજન્સી:- લોકોને આપત્તિ સમયે રાહત બચાવની કામગીરી માટે રાઉન્ડ ધ ક્લોક ખડે પગે રહેતા મનપાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના જવાનો પોતાના સાધનોથી સુસજ્જ રહે છે. આગ કે અન્ય અકસ્માત વખતે ફાયરના જવાનો યુદ્ધના ધોરણે રાહત બચાવ કાર્યમાં જોડાઈ જાય છે.
First published: April 28, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading