રાજકોટ મહાનગરપાલિકાને ઇન્ડીયા સ્માર્ટ સિટી એવાર્ડ – 2019 એનાયત


Updated: January 28, 2020, 6:13 PM IST
રાજકોટ મહાનગરપાલિકાને ઇન્ડીયા સ્માર્ટ સિટી એવાર્ડ – 2019 એનાયત
રાજકોટ મહાનગરપાલિકાને ઇન્ડીયા સ્માર્ટ સિટી એવાર્ડ – 2019 એનાયત

ISAC-2019માં કૂલ ત્રણ કેટેગરીઓમાં એવોર્ડ આપવામાં આવેલ

  • Share this:
રાજકોટ : સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ, ભારત સરકાર દ્વારા ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સ્માર્ટ સિટી મિશન રાઉન્ડ –3 સ્માર્ટ સિટીઝ માંથી બેસ્ટ પેર્ફોમિંગ એવોર્ડ કેટેગરીમાં એટલે કે કેટેગરી-૩ : સિટી એવોર્ડમાં રાજકોટ સ્માર્ટ સિટીની પસંદગી થતા એવોર્ડ એનાયત થયેલ છે.

આ કોન્ટેસ્ટ હેઠળ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત કરવામાં આવતી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ, અગ્રણી શહેર વ્યૂહરચનાઓ, નવીનતાના આધારે પ્રોજેક્ટ્સ, પ્રોજેક્ટથી થતી ઇમ્પાક્ટ ઓળખવામાં આવતી હોઈ છે. આ કોન્ટેસ્ટ દ્વારા પ્રોજેક્ટસ અને ઇનોવેટીવ યોજનાઓ જેનાં અમલીકરણથી સલામત તથા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય તેવા પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવામાં આવે છે. ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડમાં 100 સ્માર્ટ સિટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો તથા તે સ્માર્ટ સિટીઝનાં એસ.પી.વી.ઓ દ્વારા કોન્ટેસ્ટમાં સબમિશન કરવામાં આવી હતી.

આ પણ વાંચો - રાજકોટના 17માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાના તિલક વિધિ કાર્યક્રમની શરૂઆત

ISAC-2019 એવોર્ડ તૃતિય નેશનલ સ્માર્ટ સિટી સી.ઇ.ઓ એપેક્ષકોન્ફેરેન્સ, વિશાખાપટનમમાં MoHUAનાં સેક્રટરી દુર્ગાશંકર મિશ્રા દ્વારા, ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ નાં રોજ આપવામાં આવયો હતો. તેમજ આ એવોર્ડ રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લી.નાં જનરલ મેનેજર ડો. ભાવેશ જોશી દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો.

ISAC-2019માં કૂલ ત્રણ કેટેગરીઓમાં એવોર્ડ આપવામાં આવેલ

કેટેગરી-1 : પ્રોજેક્ટ એવોર્ડકેટેગરી-2 : ઇનોવેટીવ એવોર્ડ
કેટેગરી-3 : સિટી એવોર્ડ

 
First published: January 28, 2020, 6:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading