રાજકોટમાં સગીરા સાથે દોઢ વર્ષથી બે યુવકો આચરતા હતા દુષ્કર્મ, સાત માસનો ગર્ભ રહેતા થઇ જાણ
રાજકોટમાં સગીરા સાથે દોઢ વર્ષથી બે યુવકો આચરતા હતા દુષ્કર્મ, સાત માસનો ગર્ભ રહેતા થઇ જાણ
પ્રતિકાત્મક તસવીર
Rajkot News: છેલ્લા ઘણા સમયથી પીડિતા પોતાની માતાને પીરિયડ્સમાં ઈરેગ્યુલર હોવાનું જણાવતી હતી પરંતુ ગર્ભ રહેવાની વાત જાણીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઇ.
રાજકોટ: શહેરમાં (Rajkot) વધુ એક વખત ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં પરપ્રાંતીય યુવતી સાથે પરપ્રાંતીય બે જેટલા યુવકો દ્વારા અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. સમગ્ર મામલે આજીડેમ પોલીસ મથકમાં આઈપીસીની કલમ 376 (2)(N), 376(3), 114 તેમજ પોકસો એકટની અને એટ્રોસિટી 2015 ની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદીની સગીર વયની દીકરીને વરૂણ પ્રદીપભાઈ ઠાકુર તેમજ અમનસીંગ રાઘવેન્દ્ર ભાઈ રાજપુત દ્વારા પોતપોતાની રીતે અલગ અલગ જગ્યાએ લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપીઓ દ્વારા સગીર વયની યુવતી સાથે છેલ્લા દોઢેક વર્ષથી અલગ અલગ જગ્યાએ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવતું હતું. જેના કારણે ભોગ બનનારને સાત મહિનાનો ગર્ભ પણ રહી ચુક્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાતા એસીપી એસ.સી, એસ.ટી સેલ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. ત્યારે આ કામના આરોપીઓ કેટલા સમયમાં ઝડપાઈ જાય છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
આજીડેમ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. ચાવડાએ ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પીડિતા તેની માતા સાથે હાલ રાજકોટમાં રહી મજુરી કામ કરી પોતાનું જીવન વ્યતિત કરી રહી છે. જ્યારે કે, પીડિતાના પિતા અને ભાઈ બંને બિહાર રહેતા હોવાનું હાલ ફરિયાદીએ જણાવ્યું છે. છેલ્લા ઘણા સમયથી પીડિતા પોતાની માતાને પીરિયડ્સમાં ઈરેગ્યુલર હોવાનું જણાવતી હતી. પરંતુ હાલમાં જ પીડિતાને કોઈ કારણોસર તેની માતા હોસ્પિટલ લઈ જતા પીડિતાને સાત માસનો ગર્ભ હોવાનું તેની માતાને જાણ થઈ હતી.
ત્યારબાદ સમગ્ર મામલે પીડિતાની માતા દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતા ધ્યાન રાખતા પીઆઇ ચાવડા દ્વારા તાત્કાલિક અસરથી નામ જોગ બંને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તેમજ મળતી માહિતી મુજબ બંને આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા હોવાનું પણ સામે આવ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર