Home /News /gujarat /

રાજકોટ : યાર્ડની હડતાલ પાછળ ભાજપનો જૂથવાદ? APMCના વાઇસ ચેરમેને કર્યો ઘટસ્ફોટ

રાજકોટ : યાર્ડની હડતાલ પાછળ ભાજપનો જૂથવાદ? APMCના વાઇસ ચેરમેને કર્યો ઘટસ્ફોટ

રાજકોટ APMCના વાઇસ ચેરમેન ડી.કે. સખિયાએ જણાવ્યું હતું કે અમે ખેડૂતો અને વેપારીઓ સાથે છીએ

રાજકોટ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહે જણાવ્યું હતું કે ' આખી દુનિયા જાણે છે ભાજપનું એક જુથ પાછલા બારણે હડતાલને સમર્થન આપી રહ્યું છે.'

રાજકોટ : રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મચ્છરોના ત્રાસના મામલે મહાભારત થયું છે. એક તરફ યાર્ડના વેપારીઓ બેડી માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલા તળાવની જળકુંભીના કારણે ઉદભવતા મચ્છરોથી ત્રસ્ત છે તો બીજી બાજુ હડતાલના કારણે ખેડૂતોની સમસ્યા વધી છે. દરમિયાન વેપારીઓએ આપેલા યાર્ડ બંધના એલાન સમયે હાઇવ ચક્કાજામનો પ્રયાસ થયો હતો. આ સમયે થયેલા પથ્થરમારામાં પોલીસ ઘવાતા યાર્ડના 32 જેટલા વેપારીઓ પર પોલીસ કેસ થયો છે. હવે વેપારીઓ આ કેસ પાછા ન ખેચાય ત્યાં સુધી યાર્ડ શરૂ ન કરવાની જીદ લઈને બેઠા છે. આ મામલે માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહ ભાજપનો જુથવાદ જવાબદાર હોવાનું માને છે.

હરદેવસિંહે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે 'રાજકોટમાં માર્કેટિંગ યાર્ડના વેપારીઓનો જે પ્રશ્ન હતો તે હવે હલ થઈ રહ્યો છે. જળકુંભીની રજૂઆત અમે 3 વર્ષથી કરી રહ્યા હતા. ક્યાંક અમારો અવાજ તંત્ર સુધી પહોંચાડવામાં કચાશ રહી ગઈ હશે પરંતુ વેપારીઓ સાથે જે થયું છે તે મામલે અમે વેપારીઓની સાથે છીએ. વેપારીઓ કેસ પાછો ખેંચવાની જીદ લઈને બેઠા છે. અમે સીએમને રજૂઆત કરીશું અને કેસો પાછા ખેચાવીશું પરંતુ આ કાયદાકીય પ્રક્રિયા છે તુરંત ન પણ થાય તો આ સ્થિતિમાં યાર્ડ લાંબો સમય બંધ ન રહી શકે. આખી દુનિયા જાણે છે કે ભાજપનું જ એક જુથ યાર્ડની હડતાલને ટેકો આપી રહ્યું છે એ કોઈ નવી વાત નથી.'

આ પણ વાંચો :  ઉપલેટા : 'તમારા દલિતમાં ઘરે મહેમાન આવે તો મટન બનાવો?' રાજમોતી સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવની ફરિયાદ

આગામી સહકારી ચૂટંણીઓના કારણે કમઠાણ થયુ?

આગામી સમયમાં રાજકોટમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ થવાની છે. પટેલ સામે પટેલની લડાઈ અંગે હરદેવસિંહે જણાવ્યું કે ' ચૂંટણીમાં અમારા ઉમેદવાદ ડીકે સખીયા છે. અમે ચૂંટણીને સાઇડ પર મૂકી અને યાર્ડ શરૂ થાય તેવું ઇચ્છી રહ્યા છીએ. રાજકોટમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ થવાની છે ત્યારે સ્વાભાવિક છે કે આમાં અંદરોઅંદરની લડાઈ છે. કોંગ્રેસ આમા ક્યાંય ચિત્રમાં છે જ નહીં.

APMCના ચેરમેન સખીયાએ જણાવ્યું હતું કે અમે મુખ્યમંત્રીને મળી વેપારીઓ પર થયેલા કેસ પાછા ખેંચવા રજૂઆત કરીશું.


સીએમને મળીને ઉકેલ લાવીશું : ચેરમેન સખીયાઆ મામલે યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું હતું કે આ મામલે અમે મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો છે. આજે સમય આપશે તો આજે અથવા આવતા અઠવાડિયે, મુખ્યમંત્રીને રૂબરૂ મળી અને તેઓ જે નિર્ણય કરશે તેની જાહેરાત કરીશું અને વહેલામાં વહેલીતકે યાર્ડ શરૂ કરાવીશું. ભૂતકાળમાં એક એક મહિના સુધી યાર્ડ બંધ રહ્યા છે પરંતુ હાલમાં યાર્ડમાં કોઈ સીઝન પણ નથી છતાં વહેલી તકે યાર્ડ શરૂ કરાવીશું. અમે આ મુદ્દે વેપારીઓની સાથે છે અને ખેડૂતો અમારી સાથે છે.

આ પણ વાંચો :  રાજકોટ : પ્રદ્યુમન પાર્કમાં હરણને ફાડી ખાનારો દીપડો પાંચ દિવસે પકડાયો

મચ્છરો મારવા છે કે ખેડૂતોને?

જોકે, યાર્ડના આ આંદોલન મામલે રાજકારણ ગરમાયું છે. વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ આ મામલે પ્રતિક્રિયા આપી અને તંત્રનો ઉધડો લીધો હતો. તેમણે કહ્યું હતું કે આ આંદોલન બાદ તંત્ર મચ્છરોને મારવા માંગે છે કે ખેડૂતોને? ખેડૂતોને યાર્ડ બંધ રહેવાના કારણે નુકસાની ભોગવવી પડી રહી છે.
Published by:Jay Mishra
First published:

Tags: એપીએમસી, રાજકારણ, રાજકોટ, હડતાલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन