Home /News /gujarat /પતિ પત્ની ઔર વો : રાજકોટમાં પત્નીને પાડોશી યુવકની ઓરડીમાં જોતા ગુસ્સે ભરાયો પતિ, ચપ્પુનાં ઘા ઝીંકી કરી હત્યા

પતિ પત્ની ઔર વો : રાજકોટમાં પત્નીને પાડોશી યુવકની ઓરડીમાં જોતા ગુસ્સે ભરાયો પતિ, ચપ્પુનાં ઘા ઝીંકી કરી હત્યા

પ્રતિકાત્મક તસવીર

પહેલા વિકાસ તેની પત્નિને જાતે જ શનિ પાસે મૂકી ગયો હતો અને બે મહિના તે શનિ સાથે જ રહી હતી.

રાજકોટમાં (Rajkot) શુક્રવારે થયેલી મારામારી હત્યમાં પલટાઈ છે. પ્રેમ પ્રકરણમાં હત્યા (murder) થઈ હોવાનું સામે આવ્યું છે અને હત્યા કરનારની પોલીસે ધરપકડ (Rajkot police) કરી લીધી છે. શહેરમાં પાડોશમાં રહેતા વ્યક્તિ સાથે પત્નીને પ્રેમ (love) થતા તેની પર પતિએ ચપ્પુનાં ઘા ઝીંક્યા હતા (crime) જે બાદ તે પાડોશીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

શહેરનાં ભોમેશ્વરવાડી વિસ્તારના મફતિયાપરામાં રહેતા શનિને તેના જ પાડોશી વિકાસની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. જે વિકાસને ખબર પડી ગઇ હતી. આ કારણે અગાઉ વિકાસ તેની પત્નિને જાતે જ શનિ પાસે મૂકી ગયો હતો અને બે મહિના તે શનિ સાથે જ રહી હતી.

વિકાસને સંતાનમાં એક પુત્ર પણ છે. બે મહિના બાદ તે પોતાની પત્નિને પાછી લઇ ગયો હતો. આ પછી પણ  શનિ અને વિકાસની પત્નિ વચ્ચે પ્રેમસંબંધ ચાલુ હતો. પરમદિવસે મોડી રાતે વિકાસની પત્નિ શનિની ઓરડીમાં જતી રહી હતી.

આ પણ વાંચો - રાજકોટમાં વધતા કોરોનાના કહેરને ડામવા અજમાવ્યો એક આઇડિયા, થઇ રહ્યું છે માઇક્રો પ્લાનિંગ

જે બાદ વિકાસ તેણીને શોધતો શોધતો આવ્યો હતો અને શનિની ઓરડીમાં બંનેને સાથ જોઇ જતાં તે વખતે શનિ સાથે ઝઘડો કર્યો હતો અને મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ આ અંગેનો ખાર રાખી ગઇકાલે વિકાસ છરી સાથે ધસી આવ્યો હતો શનિ પર છરી વડે હુમલો કર્યો હતો.

આ પણ જુઓ - 
" isDesktop="true" id="1022079" >

શનિને હુમલા બાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાઇ છે. હાલતો, પોલીસે સમગ્ર મામલે હત્યારા વિકાસની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - બનાસકાંઠાની પ્રસૂતાનું ઓપરેશન બાદ મોત, 'તબીબ સામે FIR ન નોંધાય ત્યાં સુધી આખા સમાજ સાથે કરીશું ઘરણા'
First published:

Tags: Family, Love, Marital affair, ગુનો, મહિલા, રાજકોટ, હત્યા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો