અંકિત પોપટ, રાજકોટ : રાજકોટના ક્રિષ્ના વૉટર પાર્કમાં (Rajkot) સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (S.O.G)ના નિવૃત્ત અધિકારી રાજભા વાઘેલાની (Rajbha Vaghela) બર્થ-ડે પાર્ટીમાં (Birthday party) પોલીસકર્મીઓ સહિત કેટલાક લોકો નશાની હાલતમાં હોવાની બાતમીના આધારે પોલીસ (Police) દ્વારા ગુરૂવારે રાત્રે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ પાર્ટી મામલે સૌથી મોટો ખુલાસો થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ દરોડા પાડવા માટે ક્રિષ્ના વૉટર પાર્કના સ્થાને ક્રિષ્ના પાર્ક ખાતે પહોંચી ગઈ હતી જેના કારણે મહેફિલ માણી રહેલાં કેટલાક લોકોને નાસી છૂટવાનો સમય મળ્યો હતો.
પોલીસે ગઈકાલે રાત્રે જે સ્થળે દરોડા પાડ્યા તે ક્રિષ્ના વૉટર પાર્ક રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા પાસે આવેલું છે, જ્યારે પોલીસ બાતમી મળતાં રાજકોટ- જૂનાગઢ હાઇવે પર ગોંડલ ચોકડી પાસે આવેલા ક્રિષ્ના પાર્ક પાસે પહોંચી હતી. આ મામલે સવાલ ઉદભવી રહ્યા છે કે શું પોલીસ જાણી જોઈને ક્રિષ્ના વૉટર પાર્કના સ્થાને ક્રિષ્ના પાર્ક પર પહોંચી હતી?
આ દરોડના મામલે પોલીસની કામગીરી ચર્ચાની એરણે છે. જો પોલીસ નિયત સમયે ચોક્કસ જગ્યાએ પહોંચી હોત તો મહેફિલ માણનારા નાસી છૂટ્યા ન હોત. આ પાર્ટીમાં નિવૃત્ત DySp અને અન્ય કેટલાક પોલીસકર્મીઓ પણ હતા ત્યારે આરોપીઓને નાસી છૂટવા માટે પૂરતો સમય મળે તે માટે પોલીસ ખોટા સ્થળે પહોંચી હતી? આ ચર્ચાએ જોર પકડ્યું છે.
બર્થ ડે બોય રાજભાએ કહ્યું કોઈ દારૂ પાર્ટી નહોતી
રાજભાએ જણાવ્યું, 'આજે મારો બર્થ ડે હતો એટલે મિત્રો અને સગા વહાલાઓને જમવા માટે બોલાવામાં આવ્યા હતા. અહીંયા આવેલા લોકોમાં કોઈ બહારથી દારૂ પીને આવ્યા હશે જેમાં પરમીટવાળા લોકો છે. કોઈએ મીડિયા અને પોલીસને ખોટી માહિતી આપી કે અહીંયા દારૂ પાર્ટી છે. અહીંયા કોઈ દારૂ પાર્ટી નહોતી.'
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર