રાજકોટ : ઘરે કોઈ ન હોય ત્યારે કોલ કરજે હું તારો ફ્રેન્ડ છું, કહી યુવતીઓ પાસે બિભત્સ માંગણી કરનાર ઝડપાયો

રાજકોટ : ઘરે કોઈ ન હોય ત્યારે કોલ કરજે હું તારો ફ્રેન્ડ છું, કહી યુવતીઓ પાસે બિભત્સ માંગણી કરનાર ઝડપાયો
રાજકોટ : ઘરે કોઈ ન હોય ત્યારે કોલ કરજે હું તારો ફ્રેન્ડ છું, કહી યુવતીઓ પાસે બિભત્સ માંગણી કરનાર ઝડપાયો

આરોપી વિરુદ્ધ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ અને ધોરાજીમાં ગુનો નોંધાયો છે

  • Share this:
રાજકોટ : રાજકોટ શહેરની સામાજિક કાર્યકર્તા સહિત ત્રણ યુવતીઓના નંબર મેળવી whatsapp પર બિભત્સ મેસેજ મોકલનાર બોટાદનો મહેશ આખરે ઝડપાઇ ચૂક્યો છે. મહેશ વિરુદ્ધ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ અને ધોરાજીમાં ગુના નોંધાયા છે. તાજેતરમાં રાજકોટ શહેર સાઇબર ક્રાઇમને એક પોલીસ ફરિયાદ મળી હતી. જેમાં રાજકોટ શહેરમાં કાર્યરત એક સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, અજાણ્યા નંબર પરથી તેને બિભત્સ મેસેજ આવ્યો હતો કે ઘરે કોઈ ન હોય ત્યારે કોલ કરજે હું તારો ફ્રેન્ડ છું. જે કિસ્સામાં ત્રણ જુદા-જુદા મોબાઇલ નંબરના માધ્યમથી રાજકોટની મહિલા સામાજિક કાર્યકરને સોશિયલ મીડિયા પર બીભત્સ માગણી કરવામાં આવી હોવાની વાત સામે આવી હતી.

જે બાબતે રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતાં સામાજિક કાર્યકર તેમજ શહેરના 181 અભયમના એક મહિલા કાઉન્સિલર સહિત ત્રણ યુવતીને અલગ-અલગ મોબાઈલ નંબર પરથી whatsapp ના માધ્યમથી બિભત્સ મેસેજ કરી તેમને હેરાન પરેશાન કરતો હોવાનું તપાસમાં ખુલ્યું હતું.આ પણ વાંચો - રાજકોટમાં પરિણીતાએ ગળે ફાંસો ખાતા ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

સામાજિક કાર્યકર, 181 અભયમના મહિલા કાઉન્સિલર તેમ જ અન્ય યુવતીને હેરાન-પરેશાન કરનાર એક જ વ્યક્તિ હોવાનું તપાસમાં ખુલ્યું હતું. ત્યારે સાયબર ક્રાઈમના પીઆઇ વી.જે ફર્નાન્ડીસે આરોપી મહેશ કરશન ઘાઘરેટીયાનો ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી તેની વિધિવત ધરપકડ કરી છે. રાજકોટ શહેર ક્રાઈમ પહેલા બોટાદ પોલીસ દ્વારા ખોડીયાર નગરમાં રહેતા અને મૂળ રાપર તાલુકાના બુબાવાવ ગામના આરોપી એવા મહેશની ધરપકડ કરવામાં આવી હતી.

ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં પીઆઇ વી. જે. ફર્નાન્ડીસે જણાવ્યું હતું કે, આરોપી મહેશ મજૂરી કામ કરે છે. તે સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીઓના નંબર મેળવી લેતો હતો. જેમાં મોટાભાગે 181ના મહિલા કાઉન્સિલરનો સમાવેશ થાય છે. આરોપી મહેશ વિરુદ્ધ રાજકોટ ઉપરાંત જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ અને ધોરાજીમાં પણ ગુના નોંધાઈ ચૂક્યા છે.
Published by:Ashish Goyal
First published:May 18, 2021, 21:28 pm

ટૉપ ન્યૂઝ