રાજકોટ જીપ વીડિયો : મિત્રોના ટોણાંથી કંટાળી આગ ચાંપી હોવાનું રટણ

જીપ

સોમવારે સાંજે રાજકોટના કોઠારિયા રોડ પર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ ખુલ્લી જીપને સળગાવી નાખી હતી.

 • Share this:
  અંકિત પોપટ, રાજકોટ :  રાજકોટમાં એક યુવાને પોતાની જ જીપને આગ ચાપી દીધી હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જીપને આગ ચાંપનાર વ્યક્તિનું નામ ઇન્દ્રજીતસિંહ જાડેજા હોવાનું ખુલ્યું છે. પોલીસે આ મામલે ઇન્દ્રજીસિંહ જાડેજાની અટકાયત કરી છે. પ્રાથમિક વિગતો મુજબ જાડેજાએ જીપનો સેલ્ફ ન લાગતાં આગ ચાંપી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. પોલીસે જણાવ્યું કે ઇન્દ્રજીતસિંહે પૂછપરછમાં જણાવ્યું કે જીપને વારંવાર ધક્કો મારી કંટાળી ગયો હતો તેથી મિત્રો ટોણા મારતાં હતા તેનાથી ગુસ્સામાં આવી અને જીપ સળગાવી હતી.

  પોલીસે સ્પેરપાર્ટનો ધંધો કરતા ઇન્દ્રજીતસિંહ જાડેજા અને વીડિયો તૈયાર કરનાર નિમેશ ગોહિલની અટકાયત કરી છે. પોલીસે કહ્યું કે પબ્લિક પ્રોપર્ટીને નુકશાન પહોંચાડવાનો અને અન્ય ગુનો દાખલ કર્યો છે. પોલીસે આઇ.પી.સી.ની કલમ 285- અને 114 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  આ પણ વાંચો :  કેનેડા : કાર અકસ્માતમાં ભરૂચનાં ત્રણ વિદ્યાર્થીનાં મોત, મૃતક જેનિશની છેલ્લી FB પોસ્ટ 'જીવન ખૂબ ટૂંકુ છે'

  આરોપી સ્પેરપાર્ટનો વેપારી છે
  આ મામલે પોલીસે જેની અટકાયત કરી છે તે ઇન્દ્રજીતસિંહ જાડેજા કોઠારિયા રોડ પર જ સ્પેરપાર્ટની દુકાન ધરાવે છે. પોલીસની તપાસમાં તેણે ટિકટોક માટે વીડિયો તૈયાર કર્યો હોવાનો ઇન્કાર કર્યો છે. પોલીસે જણાવ્યું કે ઇન્દ્રજીતે મિત્રોના મહેણાથી કંટાળીને જીપ સળગાવી મારી હતી.

  પોલીસે જીપને કબજામાં લઈને આરોપીઓની પુછપરછ કરી છે.


  પેટ્રોલ જ્યાંથી ખરીદ્યું હશે તેમની સામે ગુનો નોંધાશે
  પોલીસે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે ઇન્દ્રજીતસિંહે પેટ્રોલ છાંટી અને આગ ચાંપી હતી. આ મામલે તપાસ થઈ રહી છે. તેમણે પેટ્રોલ બહારથી ખરીદ્યું હશે તો પેટ્રોલ વેચનાર વ્યક્તિ સામે પણ ગુનો નોંધાશે. આ ગુનામાં પોલીસ સબ ઇન્સપેક્ટર જેબલિયા જાતે જ ફરિયાદ બન્યા છે.
  Published by:Jay Mishra
  First published: