રાજકોટ જીપ વીડિયો : સેલ્ફ ન લાગતાં ઇન્દ્રજીતસિંહ જાડેજાએ આગ ચાપી દીધી હોવાનું ખુલ્યું

રાજકોટના યુવાને પોતાની જ ખુલ્લી જીપને આગ ચાંપી હોવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે બે શખ્સોની અટકાયત કરી

રાજકોટના યુવાને પોતાની જ ખુલ્લી જીપને આગ ચાંપી હોવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે બે શખ્સોની અટકાયત કરી

 • Share this:
  અંકિત પોપટ, રાજકોટ : રાજકોટના યુવાને પોતાની જ જીપને આગ ચાંપી હોવાનો વીડિયો વાયરલ થયો છે. ટિકટોક માટે લોકો અનેક હદ સુધી જઈ શકે છે ત્યારે રાજકોટમાં એક યુવાને પોતાની જ જીપને આગ ચાપી દીધી હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જીપને આગ ચાંપનાર વ્યક્તિનું નામ ઇન્દ્રજીતસિંહ જાડેજા હોવાનું ખુલ્યું છે. પોલીસે આ મામલે ઇન્દ્રજીસિંહ જાડેજાની અટકાયત કરી છે. પ્રાથમિક વિગતો મુજબ જાડેજાએ જીપનો સેલ્ફ ન લાગતાં આગ ચાંપી હોવાનું બહાર આવ્યું છે.

  આ મામલે પોલીસ આજે સવારે 10.00 વાગ્યે ઇન્દ્રજીતસિંહ જાડેજાને સાથે રાખી એક પત્રકાર પરિષદ કરશે. પ્રાપ્ત અહેવાલો મુજબ ઇન્દ્રજીતસિંહ જાડેજાએ જીપનો સેલ્ફ ન લાગતાં ગુસ્સામાં આવી જીપને આગ ચાંપી દીધી હોવાનું સામે આવ્યું છે. જોકે, જાડેજાએ ટિકટોક માટે વીડિયો તૈયાર કર્યો છે કે પછી ખરેખર જીપને સેલ્ફ ન લાગ્યો અને આગ ચાંપી દીધી તેનો ખુલાસો પત્રકાર પરિષદમાં થશે.

  આ પણ વાંચો : શિસ્ત-અનુશાસનને વરેલી BJPમાં કોંગ્રેસીઓના આગમન સાથે અનુશાસન ભંગની શરૂઆત!  આ વીડિયો રાજકોટના કોઠારિયા વિસ્તારનો છે. વીડિયોની પાછળ રાજકોટ મહાનગર સેવા સદનનું બોર્ડ અને ફાયર બ્રિગેટની ઇમારત પણ જોવા મળી રહી છે. અગાઉ રાજકોટ પોલીસની જીપનો ઉપયોગ કરી ટિકટોક વીડિયો તૈયાર કરવામાં આવ્યો હતો. આ વીડિયોના મામલે રાજકોટ પોલીસના ટ્રાફિક વિભાગના જવાન વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

  યુવકે ફાયરબ્રિગેડને રોકી હોવાનું ખુલ્યું

  આ વીડિયો તૈયાર કરનાર યુવકે ફાયર બ્રિગેડને આગ ઓલવતા રોકી હોવાનું ખુલ્યું છે. વીડિયોમાં પાછળ જ ફાયર બ્રિગેડની ગાડીઓ દેખાઈ રહી છે. પ્રાપ્ત અહેવાલો બાદ ઘટના પછી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી હતી તેમ છતાં યુવકે ફાયરની ટીમને આગ ઓલવતાં રોકી હતી.

  ગળામાં સોનાની સાંકળો
  વીડિયોમાં દેખાઇ રહેલ યુવાન જેની ઓળખ ઇન્દ્રજીતસિંહ જાડેજા તરીકે થઈ છે તેના ગળામાં સોનાની સાકળો દેખાઈ રહી છે. પોલીસ આ વીડિયો શૂટ કરનાર વ્યક્તિની શોધખોળ પણ કરી રહી છે.
  Published by:Jay Mishra
  First published: