Home /News /gujarat /ઘોર કળિયુગ! રાજકોટમાં 5 દિવસની દીકરીની તબિયત નાજૂક થતા માતા-પિતા ભાગી છૂટ્યા, બાળકીનું મોત

ઘોર કળિયુગ! રાજકોટમાં 5 દિવસની દીકરીની તબિયત નાજૂક થતા માતા-પિતા ભાગી છૂટ્યા, બાળકીનું મોત

5 દિવસની દીકરીને માતા-પિતાએ તરછોડી

Rajkot Crime: ગોંડલ પંથકના આદિવાસી દંપતી પાંચ દિવસની પૂત્રીની હાલત ગંભીર થઈ જતાં હોસ્પિટલના બિછાને રેઢી મૂકી પલાયન થઈ ગયા હતા. જ્યારે મોડીરાત્રે ફુલ જેવી બાળકીએ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પોલીસે બાળકીનો મૃતદેહ સંભાળી નિષ્ઠુર માતા-પિતાની સઘન શોધખોળ શરૂ કરી છે.

વધુ જુઓ ...
રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. સુલતાનપુર ગામનું શ્રમિક દંપતીની પાંચ દિવસની પુત્રીને હોસ્પિટલના બિછાને છોડી પલાયન થઈ ગયાનું સામે આવ્યું છે. ત્યારે માસૂમ બાળકીએ સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા બાળકીના માતા-પિતા ની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

હાય...રે.... કળીયુગ શાસ્ત્રોમાં કીધું છે ને કે ઘોર કળીયુગ આવશે અને કોઈ કોઈનું નહીં રહે. તેવું જ કંઈક અહીં જોવા મળી રહ્યું છે. ગોંડલ પંથકના આદિવાસી દંપતી પાંચ દિવસની પૂત્રીની હાલત ગંભીર થઈ જતાં હોસ્પિટલના બિછાને રેઢી મૂકી પલાયન થઈ ગયા હતા. જ્યારે મોડીરાત્રે ફુલ જેવી બાળકીએ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પોલીસે બાળકીનો મૃતદેહ સંભાળી નિષ્ઠુર માતા-પિતાની સઘન શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો-અમદાવાદ: શંકાશીલ પતિએ તમામ હદ વટાવી, સુંદર પત્નીને કોઇ સાથે વાતચીત કે ધાબે પણ એકલા જવાની મનાઇ

આ કરુણ ઘટના અંગેની હોસ્પિટલ અને પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલના સુલતાનપુર ગામે રહેતી પરપ્રાંતિય યુવતી સુક્રાંતિબેનને સારા દિવસો જતા હોય ગત તારીખ 27નાં રોજ રાજકોટની સિવિલ હોસ્પિટલ ઝનાના વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. પરપ્રાંતિય યુવતીએ સવારે 10:30 વાગ્યે પુત્રીને જન્મ આપ્યો હતો. પરંતુ, નવજાત બાળકીની હાલત ગંભીર હોવાથી તેને કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલનાં ICU વિભાગમાં દાખલ કરવામાં આવી હતી.

પાંચ દિવસ સુધી નવજાત બાળકીની તબિયતમાં કોઈ સુધાર નહીં આવતા ગઈકાલે બાળકીની જનેતા સુક્રાંતિબેન, પિતા કેદાભાઈ માટેજા ફુલ જેવી બાળકીને હોસ્પિટલના બિછાને તરછોડી પલાયન થઈ ગયા હતા. બીજીબાજુ નવજાત બાળકીએ મોડીરાત્રે સારવાર દરમિયાન દમ તોડી દેતાં હોસ્પિટલ તંત્રએ પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. પરંતુ, બાળકીના માતા-પિતાનો કોઈ પતો નહીં લાગતા અને મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવતો હોય પોલીસે બાળકીના મૃતદેહનો કબ્જો મેળવી ફોરેન્સીક પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે.
" isDesktop="true" id="1195045" >

" isDesktop="true" id="1195045" >

હોસ્પિટલમાં લખાવેલા સરનામાના આધારે નવજાત બાળકીના માતા-પિતાની ભાળ મેળવવા ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી સુલતાનપુરમાં રહેતા દંપતીની શોધખોળ શરૂ કરવામાં આવી છે
Published by:Margi Pandya
First published:

Tags: Crime news, Rajkot Crime, Rajkot police