રાજકોટ : પતિએ જ મહિલાના નાક, કાન, વાળ કાપ્યા હતા, પોલીસ તપાસમાં ખુલાસો

News18 Gujarati
Updated: July 14, 2019, 1:00 PM IST
રાજકોટ : પતિએ જ મહિલાના નાક, કાન, વાળ કાપ્યા હતા, પોલીસ તપાસમાં ખુલાસો
પતિના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલી મહિલા

મહિલાએ પતિને બચાવવા માટે જામનગરના પ્રેમી પર આક્ષેપ કર્યો હતો. પોલીસે મહિલાના પતિની પૂછપરછ કરતા ખુલાસો થયો

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ : રાજકોટમાં એક વિચિત્ર હિંસક કિસ્સો સામે આવ્યો હતો. 4 દિવસ પહેલાંની ઘટનામાં એક મહિલાને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. ઘાયલ અવસ્થામાં આવેલી મહિલાનું નાક, કાન, અને વાળ કાપી નંખાયા હતા. રાજકોટની સિવિલમાં ભરતી થયેલી મહિલાએ શરૂઆતમાં આ ઘટના બદલ પ્રેમી પર આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે જામનગર રહેતા પ્રેમી સાથે ઝઘડો થતા તેણે આ કૃત્યુ કર્યુ હતું. જોકે, પોલીસ તપાસમાં મહિલાના પતિએ સમગ્ર કૃત્યુ આચર્યુ હોવાનું કબૂલ્યું હતું.

બનાવની વિગત એવી છે કે રાજકોટના લોધિકામાં રહેતી પરિણીતા વનિતા કેશુ વાઘેલાને સિવિલમાં નાક,કાન, વાળ કપાયેલી હાલતમાં સારવાર માટે ભરતી કરવામાં આવી હતી. સારવાર દરમિયાન વનીતાએ જણાવ્યું હતું કે તેમના જામનગરમાં રહેતા પ્રેમી વચ્ચે ઝઘડો થયો હતો. પ્રેમી વચ્ચે ઝઘડો થતાં પ્રેમીએ મહિલાના કાન અને નાક આપી નાખ્યા હતા. અને માથાના વાળ પણ કાપી નાખ્યા હતા. મહિલાએ શરૂઆતમાં પ્રેમી અને કૌટુમ્બિક જમાઈ પર પણ આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો : ASI-કોન્સ્ટેબલ કેસ : ASI કુછડિયા પાસેથી ફ્લેટની બીજી ચાવી મળી, હત્યાની આશંકા

જોકે, પોલીસે મહિલાના પતિ કેશુ વાઘેલાની સમગ્ર મામલે આકરી પૂછપરછ કરી હતી. પોલીસ તપાસમાં ગુનાહિત કૃત્ય મહિલાના પતિ એ કર્યો હોવાનો થયો ઘટસ્ફોટ થયો હતો. મહિલાએ જાણી જોઈને પ્રથમ પ્રેમી અને ત્યારબાદ કૌટુંબિક જમાઈ વિરુદ્ધ પતિનો બચાવ કરવા ખોટી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે કેશુ વાઘેલાની અટકાયત કરી છે.
First published: July 14, 2019, 1:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading