રાજકોટમાં આફતનો વરસાદ: ચાર કાર પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ, બે વ્યક્તિ કલાકોથી લાપતા

પાણીમાં કાર તણાઈ.

Rajkot heavy rain: રાજકોટ શહેરમાં એક જ્યારે કે રાજકોટ જિલ્લામાં ત્રણ જગ્યાએ પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઇ હોવાની ઘટના સામે આવી છે. આ તમામ કેસમાં બે વ્યક્તિ લાપતા છે.

  • Share this:
રાજકોટ: રાજકોટ શહેર તેમજ જિલ્લામાં અવિરત વરસાદ (Rajkot district heavy rain) વરસી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. તો બીજી તરફ અનેક જળાશયો ઓવરફ્લો થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. ત્યારે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં મળીને કુલ ચાર જગ્યાએ પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઇ હોવાની ઘટના સામે આવી હતી. રાજકોટ શહેરમાં એક જ્યારે કે રાજકોટ જિલ્લામાં ત્રણ જગ્યાએ પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઇ (Car washed away in water) હોવાની ઘટના સામે આવી છે. આ તમામ કેસમાં બે વ્યક્તિ લાપતા છે.

રાજકોટ જિલ્લામાં ખીરસરા ગામ પાસે આવેલા છાપરા ગામ (Chhapara village) નજીક આઇ 20 કાર પાણીના વહેણમાં તણાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે હાલ કાર તણાઈ રહી હોઈ તે પ્રકારનો લાઇવ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. કારમાં કુલ ત્રણ લોકો સવાર હતા. જે પૈકી એક વ્યક્તિને કારમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે કે કારની અંદર રહેલા અન્ય બે વ્યક્તિઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. રાજકોટ મનપાના ફાયર વિભાગ (RMC fire department) દ્વારા હાલ શોધખોળ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આઇ 20 કારમાં સવાર રહેલા લોકો પેલિકન ફેકટરીમાં જઈ રહ્યા હતા. કલાકો બાદ પણ બંને વ્યક્તિઓની કોઈ ભાળ નથી મળી રહી.

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના નગર પીપળીયા ગામે (Nagar Pipaliya village) વીજુડી ડેમ અંતર્ગત આવેલા ચેકડેમના પુલ પરથી પસાર થતી ઇકો કાર તણાઈ હોવાના દૃશ્યો સામે આવ્યા છે. વાડી વિસ્તારમાં કામ માટે જઈ રહેલા ઇકો કાર ચાલકની કાર ફસાઈ હોવાના દૃશ્યો સામે આવ્યા છે. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિ અહેવાલો મળ્યા નથી.



ત્રીજી ઘટના રાજકોટ મોરબી હાઇવે પર આવેલા કાગદડી ગામે (Kagdadi village) ઘટી હોવાનું સામે આવ્યું છે. કાગદડી ગામે પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે કારચાલકે કાર પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જે અંતર્ગત પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે સેન્ટ્રો કાર ફસાઈ જતા કારચાલકે કારને રેઢી મૂકી નાસી જવાનો વારો આવ્યો હતો.

જ્યારે કે ચોથો બનાવ રાજકોટ શહેરના હરિધવા રોડ પર બન્યો હોવાનું સામે આવ્યું છે. જ્યાં એક સફેદ કલરની કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈને રિવર્સ આવી રહી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. આમ, સોશિયલ મીડિયામાં ડ્રાઇવર વગરની કાર જે પ્રમાણે રિવર્સ આવી રહી છે તેને લઈને અનેક પ્રકારના રમુજી મેસેજ પણ વાયરલ થઇ રહ્યા છે.


ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.


Published by:Vinod Zankhaliya
First published: