Video: રાજકોટમાં સાડીના શો રૂમમાં થઈ લાખોની ચોરી, CCTVમાં બાજુની દુકાનનો છોકરો નીકળ્યો ચોર

Video: રાજકોટમાં સાડીના શો રૂમમાં થઈ લાખોની ચોરી, CCTVમાં બાજુની દુકાનનો છોકરો નીકળ્યો ચોર
સીસીટીવી ફૂટેજ

સીસીટીવી ફૂટેજમાં ચોરી કરનારની ઓળખ થઇ ગઇ છે પરંતુ તે હાલ ફરાર છે. જેથી તેની તપાસ ચાલી રહી છે.

  • Share this:
રાજકોટ શહેરના (Rajkot) ગાયત્રી મેન રોડ ઉપર ચોરીની (loot) ઘટના સામે આવી છે. શ્રીનાથ સાડીના શોરૂમમાં રાત્રિના સમયે તસ્કરે હાથ ફેરો કરતા 2,77,000 જેટલી રોકડ રકમની ચોરી થઇ છે. જે સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં (CCTV footage) કેદ થઇ છે. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે, સીસીટીવી ફૂટેજમાં ચોરી કરનારની ઓળખ થઇ ગઇ છે પરંતુ તે હાલ ફરાર છે. જેથી તેની તપાસ ચાલી રહી છે.

રાજકોટ શહેરમાં જાણે કે ખાખીનો ખૌફ ઓસરી રહ્યો હોય તે પ્રમાણે એક બાદ એક ગુનાખોરીના બનાવો સામે આવી રહ્યા છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા દારૂ અને જુગારધામોને તો ઝડપી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ ચોરી લૂંટફાટના અનેક બનાવો એક બાદ એક સામે આવી રહ્યા છે.



અમદાવાદ: પોલીસ બનવાનો શોખ ન પૂરો થતા બનાવટી PSI બિહોલા બની રૌફ જમાવતો યુવક ઝડપાયો

ભગવાનના મંદિરમાં મૂકેલા રૂપિયા પણ ન  છોડ્યા

રાજકોટ શહેરના ગાયત્રી મેઇન રોડ ઉપર આવેલા શ્રીનાથ સાડી નામના શોરૂમમાં ગત રાત્રીના 12:18 કલાકે ચોરીની ઘટના ઘટી હોવાનું સીસીટીવી ફુટેજમાં કેદ છે. શ્રીનાથ સાડીના શોરૂમમાં થયેલ ચોરી બીજા કોઈ નહીં પરંતુ બાજુની જ દુકાનમાં સીઝન સ્ટોલમાં કામ કરતો ફૈઝાન કાદરી દ્વારા કરવામાં આવી હોવાનું હાલ સામે આવ્યું છે. સાડીના શોરૂમમાં કેશ કાઉન્ટરમાં રહેલા 2,61,000 તેમજ ભગવાનના મંદિરમાં મૂકેલા સોળ હજાર રૂપિયા મળીને કુલ 2,71,000 રૂપિયા રકમની ઉઠાંતરી કરી આરોપી હાલ નાસી છૂટ્યો છે.

હાલ પરિચિતોની પૂછપરછ થઇ રહી છે

દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં ચોરી કરનાર સ્ખસ ઝડપાઈ જતા તેની આસાનીથી ઓળખ થઇ ચૂકી છે. ત્યારે સમગ્ર મામલે પોલીસમાં ચોરીનો ગુનો દાખલ કરી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપીના પરિવારજનો તેમજ તેના મિત્રોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવાની ચક્રો ગતિમાન કર્યા છે.





રાજકોટ: વૃદ્ધાના ગળામાંથી ચેઇન ખેંચી ચોર ફરાર, મહિલા બૂમો પાડતી રહી પણ કોઇ ન આવ્યુ, જોઇ લો ઘટનાના CCTV

ઉલ્લેખનીય છે કે, આજે સવારે રાજકોટ શહેરના લિંબુવાડી પાસે પણ ચીલ ઝડપની ઘટના સામે આવી છે. વહેલી સવારે એક વૃદ્ધા એકલા ચાલતા જતા હતા. ત્યારે જ એક્ટિવા ચાલક દ્વારા મહિલાનો પીછો કરી તેના ગળામાં પહેરેલી સોનાની ચેઇનને ખેંચીને એક્ટિવા ચાલક ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. હાલ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીની શોધખોળ કરવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:March 24, 2021, 15:12 pm

ટૉપ ન્યૂઝ