રાજકોટ: શિકલિંગર ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા, અનેક ચોરીના ઉકેલાયા ભેદ, લૂંટ માટે પહેલા ચોરતા હતા કાર

રાજકોટ: શિકલિંગર ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા, અનેક ચોરીના ઉકેલાયા ભેદ, લૂંટ માટે પહેલા ચોરતા હતા કાર
આ કામના આરોપીઓ પ્રથમ કોઈપણ જગ્યાએથી ઇકો કારની ચોરી કરતા હતા.

આ કામના આરોપીઓ પ્રથમ કોઈપણ જગ્યાએથી ઇકો કારની ચોરી કરતા હતા.

  • Share this:
રાજકોટ ગ્રામ્ય એલસીબીને વધુ એક સફળતા હાથ લાગી છે. આંતર જિલ્લાઓમાં ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતી શિકલિંગર ગેંગના ત્રણ સભ્યોને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી રૂપિયા 2 લાખ 87 હજારથી પણ વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા શિકલિંગર ગેંગના ધરમસિંગ મંગલસિંગ બાવરી, દર્શન સિંગ ઉર્ફે ટકલુ, ઇમરત સિંગ દુધાણી નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે, અર્જુન સિંગ ઉર્ફે અજજુ સિંગ બચ્ચન સિંગ સિકલિંગરને ઝડપી પાડવા શોધખોળ શરૂ કરી છે.સમગ્ર મામલે ન્યૂઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં એ.સી.બી પી.આઈ અજય સિંહ ગોહિલે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં થયેલા ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા.જે અંતર્ગત એલસીબીની જુદી-જુદી ટીમ બનાવી આરોપીઓની શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન પીએસઆઈ વી.એમ કોલાદરા અને તેમની ટીમના લોકોને બાતમી મળી હતી કે, તાજેતરમાં જ રાજકોટ ગ્રામ્ય તથા જૂનાગઢ જિલ્લામાં ઘરફોડ ચોરી તથા ફોર વ્હીલ વાહન ચોરીના બનાવમાં સામેલ આરોપીઓ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોમટા ચોકડી પાસે હરી ફરી રહ્યા છે. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ બાતમીના આધારે ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

Explained: ગુજરાતમાં હનીટ્રેપ ગેંગની શું હોય છે મોડસ ઓપરેન્ડી? નિષ્ણાતોના મતે બચવાના ઉપાયો

ચોરીમાં વપરાયેલી કાર


આરોપીઓની પૂછપરછમાં આરોપીઓએ રાજકોટ તેમજ જૂનાગઢની અંદર કુલ 10 જેટલા ગુના કર્યાની કબુલાત આપી છે. લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા પકડી પાડવામાં આવેલા આરોપી ધરમસિંગ અગાઉ હત્યાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. અન્ય આરોપી દર્શનસિંગ અગાઉ સુરત શહેરમાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

Holi Maha Sale: સ્માર્ટફોન,ગેજેટ્સ, મીઠાઈ સહિત 15,000થી વધુ બ્રાંડ પર 80%નું ડિસ્કાઉન્ટઆ કામના આરોપીઓ પ્રથમ કોઈપણ જગ્યાએથી ઇકો કારની ચોરી કરતા હતા. ત્યારબાદ તે ઇકો કારનો ઉપયોગ કરી ઘરફોડ ચોરી કર્યા બાદ ચોરી કરેલ ઇકો કાર કોઈપણ જગ્યાએ બિન વારસી હાલતમાં મૂકીને નાસી જતા હતા.
Published by:Kaushal Pancholi
First published:March 23, 2021, 12:43 pm

ટૉપ ન્યૂઝ