Home /News /gujarat /

રાજકોટ: રેલવેમાં નોકરી અપાવવાનું કૌભાંડ ઝડપાયું, બેકાર યુવાનોને છેતરી લાખો રૂપિયા ખંખેરતા હતા

રાજકોટ: રેલવેમાં નોકરી અપાવવાનું કૌભાંડ ઝડપાયું, બેકાર યુવાનોને છેતરી લાખો રૂપિયા ખંખેરતા હતા

આરોપીઓ

બેરોજગાર નોકરી ઇચ્છુક યુવાનોનો તેમજ તેઓના વાલીઓનો સંપર્ક કરી તેઓને રેલ્વેમાં વર્ગ-2 કલાર્કની નોકરી અપાવી દેવાની તેમજ ગુજરાતમાં બદલી કરાવી આપવાનો પાકો વિશ્વાસ આપતા હતા.

રેલ્વેમાં વર્ગ-૨માં નોકરી (Railway Jobs) અપાવી દેવાના નામે નોકરીવાંચ્છુ બેકારોને છેતરવાનું આંતરરાજ્ય કૌભાંડ (fraud) રાજકોટ ક્રાઇમ બ્રાંચે (Rajkot  crime Branch) ઝડપી પાડ્યું છે. રાજકોટના લીમડા ચોકમાં ઓફિસ ધરાવતાં જામનગરના શખ્સ તથા અમદાવાદ, રાજપીપળાના બે શખ્સ અને યુપી, બિહારના ત્રણ મળી છ શખ્સોને ઝડપી લીધા છે. ક્રાઇમ બ્રાંચની ટૂકડીએ લખનૌ પહોંચી ત્યાં ઉભા કરાયેલા રેલ્વેના બોગસ તાલિમ કેન્દ્રમાં દરોડો પાડી ત્યાંથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બે મહિનાથી આ ટોળકીએ આવા ગોરખધંધા આદરી રાજકોટના ૬ અને બીજા રાજ્યોના ૪૫ જેટલા નોકરી વાંચ્છુકોને 'શીશા'માં ઉતારી લાખોની ઠગાઇ કર્યાનું સામે આવ્યું છે. જુવો કઈ રીતે લોકોને છેતરી અપાતી હતી બોગસ નોકરી.

બેરોજગાર નોકરી ઇચ્છુક યુવાનોનો તેમજ તેઓના વાલીઓનો સંપર્ક કરી તેઓને રેલ્વેમાં વર્ગ-2 કલાર્કની નોકરી અપાવી દેવાની તેમજ ગુજરાતમાં બદલી કરાવી આપવાનો પાકો વિશ્વાસ આપી બેરોજગાર યુવાનોને પાસેથી નોકરીના રૂ. 15 લાખ તથા પીડીએફમાં ડોકયુમેન્ટ સબમીટ કરવાના રૂપિયા 26 હજાર મેળવી બોગસ ઓર્ડર, આઇ કાર્ડ સેલરી તથા પગારસ્લીપ આપી તેમજ લખનઉ ખાતે રેલ્વે કોલોનીમાં બોગસ ટ્રેનીંગ સેન્ટરમાં તાલીમ આપી તેમજ જે યુવાનને તાલીમ 45 દિવસ થાય તેઓના ખાતામાં રૂ.16,543/- પગાર આરઆરબી કોર્પોરેશનના નામના બેંક ખાતામાંથી પગાર આપી પે-સ્લીપ આપી બેરોજગાર યુવાનોનો તેમજ તેઓના વાલીઓનો વધુ વિશ્વાસ કેળવતા હતા. જે બાદ વધારે નોકરી ઇચ્છુકો પાસેથી રૂપિયાઓ મળેવી તેઓને લખનૌ રેલ્વે કોલોની ખાતે ઉભા કરવામા આવેલા બોગસ તાલીમ સેન્ટર ખાતે પ્લેનમા લઇ જઇ ત્યાં ટ્રેનીંગ આપવાનો ઢોંગ કરાતો હતો.

આરોપીઓ


કોણે કોણે કેવી ભુમિકા ભજવી?

આરોપી શૈલેષ રાજકોટથી બેરોજગાર યુવાનો તથા તેના વાલીઓનો સંપર્ક કરી વિશ્વાસ સંપાદન કરી તેઓના પુત્રને રેલ્વેમાં નોકરી અપાવી દેવાનો વિશ્વાસ આપી રેલ્વેમા નોકરી મળ્યા બાદ રૂપિયા 15 લાખ  આપવાની વાતચીત કરતો હતો. ઉમેદવાર રૂપિયા આપવા તૈયાર થતા તેની જાણ કલ્પેશને કરવામા આવતી અને ઉમેદવારોના ડોકયુમેન્ટ કલ્પેશને મોકલી ઉમેદવારોનો સંપર્ક કલ્પેશ સાથે કરાવતો તેમજ ઉમેદવારના વાલીઓ પાસેથી રૂ. 15 લાખ તથા રૂ.26,000 પી.ડી.એફ. ડોકયુમેન્ટ સબમીટ કરાવાના તેમજ મુસાફરીના ભાડા પેટેના મેળવી કલ્પેશને પહોંચાડતો હતો.  એક ઉમેદવારના શૈલેષને રૂ.2,50,000 મળતા હતાં.

આરોપી કલ્પેશ જે. શૈલેષ દ્વારા મોકલવામા આવેલા ઉમેદવારોને ઇકબાલ ખત્રી કે જે દિલ્હી કે લખનૌ હાજર રહેતો તેની પાસે લઇ જતો અને ઉમેદવારોને નોકરી અપાવી દેવાની વાતચીત કરતો. રેલ્વેમા તેમનો ઓર્ડર કન્ફોર્મ થઇ જશે તે વિશ્વાસ અપાવતો તેમજ ઉમેદવારોએ આપેલા રૂપિયા જે ઇકબાલ ખત્રીને આપતો જે એક ઉમેદવારના કલ્પેશને રૂ.2,50,000/- મળતા તેમજ મજકુર કલ્પેશ જે અગાઉ પણ છેતરપીંડી, વિશ્વાસધાત તથા બોગસ નોકરી અપાવવાના ગુન્હામા પકડાયેલ હોય જે પોતે પોલીસ પકડથી દુર રહેવા દર બે માસે પોતાનુ રહેણાંક તથા ફોન નંબર બદલતો હતો.આરોપી ઇકબાલ ખત્રી જે દિલ્હી તથા લખનઉ હાજર રહેતો અને કલ્પેશ દ્વારા જે ઉમેદવારો મોકલવામા આવતા તે ઉમેદવારોને મળી અને તેઓને ચોક્કસ રેલ્વેમા નોકરી મળશે અને તેનો પગાર વિગેરે બાબતે વાતચીત કરતો અને ઉમેદવારોને હિમાંશુને મેળવતો અને હીમાંશુ સાથે રહી ઉમેદવારની મેડીકલ તપાસણી તેમજ ઇન્ટરવ્યુ લેવડાવતો તેમજ હીમાંશુ સાથે પોતે એકજ સંપર્કમા રહેતો તેમજ પોતે અથવા કલ્પેશને હીમાંશુ જણાવે તે બેંક ખાતામા રૂપિયા ટ્રાન્સફર કરાવતો તેમજ રોકડા રૂપિયા પણ હીમાંશુને આપતો હતો અને હીમાંશુ પાસેથી પોતે રૂ.50,000 એક ઉમેદવાર દીઠ કમિશન મેળવતો હતો.

આરોપી હિમાંશુ જે મુખ્ય સુત્રધાર છે જે પોતાની પાસે આવેલા બેરોજગાર યુવાનોના ડોકયુમેન્ટ તથા અન્ય કાગળો મેળવી તે આધારે તેઓએ બોગસ વેબસાઇટ ઉભી કરેલ હોય જેમા ઉમેદવારને તેના બોગસ રોલ નંબર આપી અને વેબસાઇટમા તે નોકરીમા પાસ થયેલ છે તેનુ રિજલ્ટ મુકાવી બાદ ઉમેદવારને બોગસ બનાવટી એપોયમેન્ટ લેટર તથા ટ્રેનીંગ ઓર્ડર મોકલી આપતો અને જે ઉમેદવારોને પોતે અન્ય આરોપી શશીકાંત તથા સુરજ સાથે મળી અને લખનઉ ખાતે રેલ્વે કોલોનીમાજ અવાવરૂ બિલ્ડીંગમા બોગસ ટ્રેનીંગ સેન્ટર ઉભુ કરેલ હોય જયાં ઉમેદવારોને ટ્રેનીંગ આપવાની કામગીરી કરતો હતો. ઉમેદવારો દીઠ નક્કી કરવામા આવેલા પેમેન્ટ જે તે આરોપીને હિમાંશુ ચુકવતો હતો.આરોપી શશીકાંત જે હિમાંશુની સુચના મુજબ ઉમેદવારો જે ટ્રેનીંગ સેન્ટરમા આવતા તેને તાલીમ આપતો અને જેના તેને હીમાંશુ માસિક રૂ.10,000 પગાર ચુકવતો હતો. આરોપી સુરજ જે પટ્ટાવાળા તરીકે નોકરી કરતો અને જેને હિમાંશુ માસિક રૂ 8,000 પગાર ચુકવતો હતો.

પકડાય ન જાય તે માટે તકેદારી રખાતી

આરોપીઓ દ્વારા પોતે બોગસ નોકરી અપાવવાનો ગુન્હો આચરતા હોય અને જે તાત્કાલિક છતુ ન થાય તેમજ ઉમેદવારો તથા તેના પરિવારને આ કૌભાંડની જલ્દીથી જાણ ન થાય અને વધુ ઉમેદવારો ભોગ બનનાર મળી રહે તે માટે બોગસ ચાલતા ટ્રેનીંગ સેન્ટરમા તાલીમાર્થીઓને એક બીજા સાથે વાતચીત કરવાની મોબાઇલ મેસેજ કરવાની, વોટસએપ ગૃપ બનાવવાની તેમજ એક-બીજા સાથે પરિચય કેળવવાની મનાઇ હતી. તેમજ તાલીમાર્થીઓને જણાવવામા આવતું કે, બધા નોકરિયાત પાસેથી રૂપિયા લેવામા આવેલા નથી જેથી તમોએ આપેલા રૂપિયાની કોઇને વાત કરવી નહી. જો વાત કરશો તો તમારો ભાંડો ફુટી જશે જેના અને પોલીસ ઇન્કવાયરી થશે તેવો ડર ઉભો કરવામા આવતો. જેથી તાલીમાર્થીઓ એકબીજાને હકિકત જણાવે નહી જે કારણે તાલીમમાં રહેલા યુવાનો એક બીજા તાલીમાર્થીઓને પોતે કેટલા રૂપિયા આપેલા અને કોના દ્વારા નોકરીમા આવેલ તે બાબતે વાતચીત કરતા નહી.લખનૌમાં રેલ્વેની મિલ્કતમાં મંજરી વગર ઉભુ કરી દેવાયું હતું તાલિમ સેન્ટર

આરોપીઓએ ઉમેદવારોને બોગસ કોલ લેટર આપી બાદ તેઓને ટ્રેનિંગમા બોલાવવાનો બોગસ ઓર્ડર આપવામા આવતો હતો અને જે બોગસ ટ્રેનીંગ સેન્ટર આરોપીઓ દ્વારા લખનઉ આલમબાગ વિસ્તાર કેસરબાગ પોલીસ ચોકી નજીક રેલ્વે કોલોનીમાં અવાવરૂ બીલ્ડીંગમાં ઉભાર કરાયેલા તાલિમ કેન્દ્રમાં તાલિમ અપાતી હતી. રેલ્વેની આ મિલ્કતનો બારોબાર ઉપયોગ કરાતો હતો.

બોગસ વેબસાઇટ-સિક્કા અને બીજા ડોકયુમેન્ટ બનાવાયા

જબરૂ કોભાંડ આચરવા માટે આરોપીઓએ જીણામા જીણી માહિતી ઉપરથી ઉમેદવાર તથા તેના પરિવારજનોને કોઇ શંકા કે વહેમ ન જાય તે માટે તૈયારી કરી હતી. જેમા આરોપીઓ દ્વારા ઓનલાઇન બોગસ બનાવટી રેલ્વે રિકૃટમેન્ટ કંટ્રોલ બોર્ડની www.rrb.govrusults.org.in સાઇટ બનાવી તેમા ઓરીજનલ વેબસાઇટનો ડેટા કોપી કરી તેના હોમ પેજમા RESULTS ઉપર કલીક કરવાથી ઓપન થતા પેઇજમા ઉમેદવારને આપેલ રોલ  નંબર નાખવાથી તેનુ REUSULTS દર્શાવે છે. જેથી ઉમેદવાર યુવાનો તથા તેના પરિવારના સભ્યોને ખરેખર રેલ્વેમાંજ નોકરી મળેલ છે તેવો આભાષ તેમજ વિશ્વાસ ઉભો થાય છે તેમજ બેરોજગાર યુવાનોને નોરધન રેલ્વેમા વર્ગ-૩ કલાર્કની નોકરી માટેના બનાવટી કોલલેટર, ટ્રેનીંગ ઓર્ડર, રેલ્વેમા નોકરીના આઇ.ડી. કાર્ડ, પે સ્લીપ બનાવી આપવામા આવતી જે બનાવવા માટે બનાવટી રેલ્વેના રિકવાયરમેન્ટના સીક્કાઓ તેમજ એસ.બી.આઇ. બેંકના સીક્કાઓ બનાવેલ છે જે લખનઉ ખાતેથી તપાસના કામે કબજે કરવામા આવેલ છે.બોગસ ઇન્ટરવ્યુ અને મેડિકલ ચકાસણી થતી

આરોપીઓ દ્વારા ઉમેદવારોને વિશ્વાસમા લેવા માટે પ્રથમ તેઓનુ ઇન્ટરવ્યુ લેવામા આવતુ અને બાદ તેને નોકરી મળી ગઇ છે એવું દર્શાવવા બોગઇ ઇન્ટરવ્યુ અને બાદમાં મેડિકલ ચકાસણી કરવામાં આવતી હતી. મેડિકલ તપાસ માટે લખનૌ રેલ્વે હોસ્પીટલ ખાતે ઉમેદવારોને એક પછી એક લઇ જઇ અને ત્યા  પ્રોસેસ થઇ ગયેલ તેમ કહી અને રિપોર્ટ પોતાની પાસે બારોબાર આવી જશે તેવુ જણાવી ઉમેદવારોનો વિશ્વાસ જીતવામા આવતો હતો.

પગાર ચુકવવા બેંક ખાતા ખોલાયા તે પણ બોગસ

રાજકોટ, પોલીસ કમિશનર, મનોજ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે, 'આરોપીઓ દ્વારા ઉમેદવારોને ખરેખર નોકરી મળેલ છે અને રેલ્વે દ્વારા તેમને પગાર પણ ચુકવવામા આવે છે તેવો વિશ્વાસ થાય તે માટે આરોપીઓએ અમદાવાદ યુનીયન બેંક સરદારબાગ શાખા ખાતે આર.આર.બી. કોર્પોરેશન નામનુ બોગસ બેંક એકાઉન્ટ ઉભુ કરી તે એકાઉન્ટ માથી ઉમેદવારોને પગાર ચુકવવામા આવતો જેથી ઉમેદવારોને રેલ્વે રીકૃરમેન્ટ બોર્ડમાથી પગાર મળે છે તેવો વિશ્વાસ થતો અને પોતે ખરેખર રેલ્વેના કર્મચારી થયેલ છે તેવો ઉમેદવાર તથા તેના પરિવારને વિશ્વાસ રહેતો. કોભાંડ ખુલ્લુ પાડી કોભાંડકારી છ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મુળ સુધી પહોંચવા મહેનત કરી રહી છે.'

યુપીના લો એન્ડ ઓર્ડર ડીજીપી પ્રશાંતકુમારને જાણ કરાઇ

ઉત્તર પ્રદેશના લો એન્ડ ઓર્ડર ડીજીપી શ્રી પ્રશાંતકુમાર રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના બેચમેટ હોઇ તેમને સમગ્ર કૌભાંડની જાણકારી અપાઇ હતી અને રાજકોટની ટીમ ત્યાં લખનૌ પહોંચી ત્યારે ત્યાંની ટીમની પણ મદદ લેવાઇ હતી.17-17ની બે બેચમાં તાલિમ અપાતી હતી

રાજકોટ પોલીસની ટીમ લખનૌ પહોંચી ત્યારે બોગસ તાલિમ સેન્ટર ખાતે પહોંચી ત્યારે ખબર પડી હતી કે ત્યાં 17-17 છાત્રોની બે બેંચની તાલિમ ચાલુ હતી. જેમાં શશીપ્રસાદ તાલિમ આપતો હતો જ્યારે સૂરજ મૌર્ય ઓફિસ બોય હતો.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Fraud, Y, ગુજરાત, રાજકોટ, રેલવે

આગામી સમાચાર