રાજકોટ: પત્ની અને બે બાળકોને સાળીના ઘરે મૂકી જનાર પતિની અર્ધ નગ્ન હાલતમાં મળી લાશ, પીએમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

રાજકોટ: પત્ની અને બે બાળકોને સાળીના ઘરે મૂકી જનાર પતિની અર્ધ નગ્ન હાલતમાં મળી લાશ, પીએમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
મૃતકની ફાઇલ તસવીર

સંગીતાબહેને જણાવ્યું હતું કે, ગત ત્રીજી મેના રોજ ઘરમાં રાંધણ ગેસનો બાટલો ખૂટી ગયો હોવાથી હું મારા પતિ બે સંતાનો અમે ચારેય રિક્ષામાં બેસીને રામાપીર ચોકડી સુધી પહોંચ્યા હતા.

  • Share this:
રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ડેપો પાસે આવેલા રેલવેના પટમાંથી અજાણ્યા રોડની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. જે લાશને પોલીસ દ્વારા ફોરેન્સિક પીએમ માટે મોકલવામાં આવી હતી. ત્યારે ફોરેન્સિક પીએમના રિપોર્ટમાં નાક તથા ખોપરીના ભાગે બોથડ પદાર્થ ઇજા પહોંચતા ફ્રેક્ચર થયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ મૃતકની ઓળખ મેળવવા માટે પણ ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જે તપાસ દરમિયાન મૃતકનું નામ સાગરભાઈ દરજી હોવાનું ખુલ્યું છે.

પોલીસ તપાસમાં મૃતકના લગ્ન દસ વર્ષ પહેલા મૂળ મહારાષ્ટ્રના ધૂલીયાના વતની એવા સંગીતાબેન સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને સંતાનમાં એક કાવ્ય નામની પુત્રી છે અને જય નામનો પુત્ર છે.મોરબીમાં પુત્રએ માતાને ઢસડીને માર્યો માર, Video વાયરલ થતા તપાસનાં આદેશ

પોલીસ પૂછપરછમાં સંગીતાબહેને જણાવ્યું હતું કે, ગત ત્રીજી મેના રોજ ઘરમાં રાંધણ ગેસનો બાટલો ખૂટી ગયો હોવાથી હું મારા પતિ બે સંતાનો અમે ચારેય રિક્ષામાં બેસીને રામાપીર ચોકડી સુધી પહોંચ્યા હતા. રામાપીર ચોકડીથી ગારીયાધારમાં રહેતી મારી બહેન દીપિકાના ઘરે હું મારા બે સંતાનોને લઈ પહોંચી હતી. બીજી તરફ પતિને પોતાના મોબાઈલમાં રીચાર્જ કરાવવાનું હોવાથી તે અમારાથી અલગ પડયા હતા. રિચાર્જ કરાવ્યા બાદ તેઓ પણ મારા બહેનની ઘરે જવાના હતા. પરંતુ મોડે સુધી તેઓ ન આવતા મારા પતિ ઘરે જતા રહ્યા હશે તેમ સમજીને હું મારા બંને બાળકો સાથે બહેનના ઘરે જ રોકાઈ ગઈ હતી.

રાજકોટ: જ્વેલર્સમાં થયેલી 85 લાખની લૂંટ મામલે બે આરોપીઓની ધરપકડ, આ રીતે ઘડ્યો હતો પ્લાન

બહેનના ઘરે બે દિવસ રોકાયા બાદ ત્રીજે દિવસે હું મારા ઘરે ગઈ હતી. ઘરે પહોંચતાં મકાન બંધ હોય અને પતિ પણ જોવા ન મળતાં મેં ગાંધીગ્રામ પોલીસમાં ગુમ થયાની જાણ કરી હતી. જે દરમિયાન ૪થી મેના રોજ IOCના ડેપો પાસે પ્રૌઢની લાશ મળી આવી હતી જે મારા જ પતિની હોવાની જાણ થઈ હતી.

ત્યારે ફોરેન્સિક રિપોર્ટમાં જે પ્રમાણે એ જાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. તેમજ મૃતકની લાશ અર્ધનગ્ન હાલતમાં અવાવરૂ જેવી જગ્યાએથી મળી આવતા પોલીસ હાલ આ ઘટના હત્યાની હોવાનું દ્રઢતા પૂર્વક માની રહી છે. ત્યારે તે દિશામાં પણ હાલ પ્રયત્નો શરૂ છે. પોલીસ દ્વારા હાલ મૃતકના પત્ની સંગીતાબેન તેમજ મૃતકની સાળી સહિતનાઓ પાસેથી વધુ વિગત મેળવી તપાસ યથાવત રાખવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:May 11, 2021, 14:25 pm

ટૉપ ન્યૂઝ