કોરોનામાંથી મુક્ત થઇને રાજકોટનાં આ વ્યક્તિએ ચાર મહિનામાં 6 વખત કર્યું પ્લાઝમા ડોનેટ

કોરોનામાંથી મુક્ત થઇને રાજકોટનાં આ વ્યક્તિએ ચાર મહિનામાં 6 વખત કર્યું પ્લાઝમા ડોનેટ
આપણો એક નિર્ણય અન્યજીવનને સુખમય બનાવી શકે છે. હું આગળ પણ પ્લાઝમા ડોનેટ કરવા તૈયાર છું તેમ વિજયભાઈએ કહ્યું હતું. 

આપણો એક નિર્ણય અન્યજીવનને સુખમય બનાવી શકે છે. હું આગળ પણ પ્લાઝમા ડોનેટ કરવા તૈયાર છું તેમ વિજયભાઈએ કહ્યું હતું. 

  • Share this:
તબીબક્ષેત્ર કોરોના દર્દીઓને સ્વસ્થ કરવા માટે છેલ્લા ઘણાં મહિનાઓથી અડીખમ હિમાલયની જેમ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ અને આરોગ્ય કર્મીઓનું ઋણઅદા કરવા માટે આમજનો પણ તેમને મદદરૂપ થવા માટે આગળ આવી રહ્યા છે. કોરોનાથી સ્વસ્થ થઈને માનવતાની સુવાસ ફેલવતા પ્લાઝમા ડોનરો પ્લાઝમા ડોનેટ કરીને અન્ય કોરોના દર્દીઓને નવજીવન બક્ષી રહ્યા છે. આવી જ સુવાસ ફેલાવી છે રાજકોટના રહેવાસી વિજયભાઈ મોલીયાએ.

9 જુલાઈના રોજ કોરોનાથી સંક્રમિત થઈને સ્વસ્થ થયેલા વિજયભાઈએ 6 વખત પ્લાઝમા ડોનેટ કરીને આપણા સૌ માટે પ્રેરણારૂપ ઉદાહરણ બન્યા છે.



પ્લાઝમા ડોનેટ કરવા અંગે પોતાના વિચારો રજુ કરતાં વિજયભાઈએ જણાવ્યું હતું કે, " 9 જુલાઈના રોજ કોરોનાથી સંક્રમિત થતાં સિવિલમાં સારવાર અર્થે દાખલ થયો હતો. સિવિલના ડોક્ટર્સ, મેડીકલ સ્ટાફ, નર્સ બહેનો અને સફાઈ કર્મીઓએ મારૂં ખુબ ધ્યાન રાખ્યું છે. તેથી હવે મારી ફરજ છે કે, હું તેમની આ સેવા બદલ તેમને મદદરૂપ થઉં. મને સિવિલ હોસ્પિટલના પ્લાઝમા ડોનેટ વિભાગમાંથી ફોન આવ્યો કે તમે પ્લાઝમા ડોનેટ કરી શકો છો અને અન્ય બે લોકોને નવજીવન આપી શકો છો. તેથી મેં પ્લાઝમા ડોનેટ કરવાનો વિચાર કર્યો અને આજે છઠ્ઠી વખત પ્લાઝમા ડોનેટ કરી રહ્યો છું. "હું જાહેરજનતાને અપીલ કરું છું કે, જો તમે કોરોના મુક્ત થઈને એકદમ સ્વસ્થ હોવ તો વિના સંકોચે પ્લાઝમા ડોનેટ કરવા આગળ આવો. આજે 6 વખત લગાતાર પ્લાઝમા ડોનેટ કરીને હું તમને એ જ પ્રેરણા આપવા માંગુ છું કે, આપણો એક નિર્ણય અન્યજીવનને સુખમય બનાવી શકે છે. હું આગળ પણ પ્લાઝમા ડોનેટ કરવા તૈયાર છું તેમ વિજયભાઈએ કહ્યું હતું.

અડધું માસ્ક પહેરો છો તો થઈ જાવ સાવધાન, આટલો દંડ ફટકારવામાં આવશે

લગ્નસમારંભમાં વધુમાં વધુ 100 વ્યક્તિ જ ભાગ લઈ શકશે, અંતિમ સંસ્કારમાં 50, સરકારે લીધો મોટો નિર્ણય



રાજકોટવાસીઓને કોરોનાના આગળના સમયને ધ્યાન રાખીને આગમચેતી માટે પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરતાં પ્લાઝમા વિભાગના ડો. કૃપાલ પુજારાએ કહ્યું હતું કે, " બહુ સારી વાત છે કે અમુક પ્લાઝમા ડોનરોનો સામેથી ફોન આવે છે કે, સર અમારે 15 દિવસ થઈ ગયા છે. અમારે પ્લાઝમા ડોનેટ કરવું છે.

તેમણે વધુમાં કહ્યું કે, જયભાઈ મોલીયાએ 6 વખત પ્લાઝમા ડોનેટ કરીને સૌને પ્રેરણા પૂરી પાડી છે. આ ઉપરાંત સંજયભાઈ લાખાણી અને નિશિતભાઈ રાડીયાએ પણ ત્રણ-ચાર વખત પ્લાઝમા ડોનેટ કર્યું છે. હું નમ્ર અપીલ કરું છું કે, લોકો સ્વૈચ્છાએ પ્લાઝમા ડોનેટ કરવા માટે આગળ આવે. કોરોનાને કાબુમાં લેવા અને દર્દીઓને સ્વસ્થ કરવા માટે આગમચેતીના ભાગરૂપે પ્લાઝમા ડોનેટ કરીને અમને સહકારરૂપ બને."
Published by:Kaushal Pancholi
First published:November 24, 2020, 07:06 am