Home /News /gujarat /

રાજકોટ: પ્રેમલગ્નના 10 વર્ષ બાદ પત્નીએ કરી એવી માંગણીઓ કે, પતિ પણ થયો હેરાન, વાત છૂટાછેડા સુધી પહોંચી

રાજકોટ: પ્રેમલગ્નના 10 વર્ષ બાદ પત્નીએ કરી એવી માંગણીઓ કે, પતિ પણ થયો હેરાન, વાત છૂટાછેડા સુધી પહોંચી

પ્રતીકાત્મક તસવીર shutterstock

કાઉન્સેલિંગ દરમિયાન 181ની ટીમ દ્વારા મહિલાને પૂછવામાં આવ્યું હતું કે, તમારે શું જોઈએ છે.

નાની નાની બાબતોમાં લોકો પોતાનું લગ્નજીવન ભાંગી નાખતા હોય તેવા અનેક કિસ્સાઓ અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે. ત્યારે રાજકોટ (Rajkot) શહેરમાં આ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં રહેતી જાનવી નામની ( નામ બદલેલ છે ) મહિલાએ દસ વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન (love marriage) કર્યા હતા. છેલ્લા કેટલાય સમયથી મહિલાને (married woman) તેના પતિ (husband wife) વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થતાં હોવાના કારણે મહિલાએ છૂટાછેડા (Divorce) લેવાની માંગ કરી હતી. ત્યારે સમગ્ર મામલે મહિલાએ 181 અભયમની ટીમને જાણ કરી હતી જે અંતર્ગત 181- અભયમની (Abhayam) ટીમ દ્વારા મહિલા અને તેના પતિનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

કાઉન્સેલિંગ દરમિયાન 181ની ટીમ દ્વારા મહિલાને પૂછવામાં આવ્યું હતું કે, તમારે શું જોઈએ છે. ત્યારે મહિલાએ પોતાનું એક લીસ્ટ જાહેર કર્યું હતું. જેમાં સારો ફ્લેટ, વોશિંગ મશીન, ઘરઘંટી તેમ જ ઘરનો તમામ વ્યવહાર એટલે કે હિસાબ પણ પોતાની પાસે રાખે તેવી માંગ કરી હતી. તેમ જ ઘરમાં તેમની સાથે તેમના સાસુ રહે છે તે સાસુંને પણ બીજે મોકલી આપવામાં આવે તેવી પણ માંગ કરી હતી. તેમજ પિયરમાં જેટલી પણ સુખ સુવિધા છે તે જ પ્રકારની સુખ સુવિધા સાસરિયામાં પણ જોઇશે તેવી માંગ કરી હતી.

રાજકોટ: GujCTOCનો આરોપી નિખિલ દોંગા બે સાગરિતોની ચાલાકીથી થયો ફરાર, CCTVમાં દેખાયો આખો માસ્ટર પ્લાન

બીજી તરફ 181ની ટીમને જાનવીના પતિ રાકેશે ( નામ બદલેલ છે ) જણાવ્યું હતું કે, તે હાલ નોકરી કરે છે થોડા સમયમાં જ તે ફલેટ લેવાનો છે. જેના માટે તેને હાલ થોડો સમય જોઈએ છે. 181ની ટીમ દ્વારા જાનવીનું કાઉન્સેલિંગ કરી તેને સમજાવવામાં આવી હતી. તેના પતિની આવક મર્યાદા શું છે? જાનવી પોતે નોકરી કરે તો નવી આવક ઊભી થઈ શકે તેમ છે.

1 એપ્રિલથી ગુજરાતમાં પ્રવેશવા નેગેટિવ RT-PCR રિપોર્ટ જરૂરી, તમામ મુસાફરોને પડશે લાગૂ

જે નવી આવક ઉભી થતા પરિવારનું ગુજરાન કઈ રીતે સારી રીતે ચાલી શકે તે તમામ બાબતો અંગે 181ની ટીમ દ્વારા તેને સમજાવવામાં આવી હતી. ત્યારે 181ની ટીમ દ્વારા સમજાવવામાં આવતા હાલ તેને તેના પતિ સાથે છૂટાછેડા લેવાનો વિચાર માંડી વાળ્યો છે
Published by:Kaushal Pancholi
First published:

Tags: Divorce, Love marrige, ગુજરાત, પતિ-પત્ની, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन