Home /News /gujarat /કોરોનાકાળમાં સેવાયજ્ઞ! સંબંધીને બેડ ન મળ્યો તો આ ગુજરાતીએ પોતાના બંગલામાં જ શરૂ કરી દીધી હૉસ્પિટલ

કોરોનાકાળમાં સેવાયજ્ઞ! સંબંધીને બેડ ન મળ્યો તો આ ગુજરાતીએ પોતાના બંગલામાં જ શરૂ કરી દીધી હૉસ્પિટલ

આ સાથે દર્દીઓ અને તેમના સંબંધીઓનો ખાવાપીવાનો ખર્ચ પણ તેઓ એ જ પોતાના માથે લીધો છે.

આ સાથે દર્દીઓ અને તેમના સંબંધીઓનો ખાવાપીવાનો ખર્ચ પણ તેઓ એ જ પોતાના માથે લીધો છે.

રાજકોટ: કોરોનાકાળમાં જ્યારે લોકો કહે કે, હૉસ્પિટલમાં બેડ, ઓક્સિજન, આઈસીયુ રૂમ નથી ત્યારે બધાનું એક જ રિએક્શન હોય છે કે, સરકાર શું કરે છે, હૉસ્પિટલો શું કરે છે? ત્યારે આપણે એકબીજાની મદદ કરવા કરતા એકબીજાનાં દોષ કાઢવામાં જ લાગેલા હોઇએ છીએ. આવી કપરા કોરોનાકાળમાં લોકો માટે એક પ્રેરણાત્મક કિસ્સો સામે આવ્યો છે. જેતપુરના જેસુરભાઇ વાળાએ પોતાના સંબંધીઓને હૉસ્પિટલમાં બેડ ન મળ્યો તો પોતાના આલિશાન બંગલાને જ હૉસ્પિટલમાં ફેરવી દીધો છે. જેસુરભાઇએ પોતાના આલિશાન બંગલામાં 20 બેડ અને ઓક્સિજન અને જરૂરી દવાઓની વ્યવસ્થા કરી છે. આ સાથે દર્દીઓ અને તેમના સંબંધીઓનો ખાવાપીવાનો ખર્ચ પણ તેઓ એ જ પોતાના માથે લીધો છે.

હાલ જે કોરોનાની મહામારી છે તેમાં કોરોનાના દર્દીઓને દવા સાથે સાથે ઓક્સિજનની ખાસ જરૂર પડે છે. ત્યારે હૉસ્પિટલમાં ઓક્સિજન સાથેનાં બેડની વ્યવસ્થા બધા માટે કરવી થોડી અધરી પડી રહી છે. ઓક્સિજન ન મળતા કોરોનાના દર્દીઓ અને તેમના સંબંધીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.

રાજકોટ: કોરોના સંક્રમિત સગર્ભા માટે અડધી રાતે જિલ્લા કલેક્ટરે બેડની કરી વ્યવસ્થા, મહિલાએ દીકરીને આપ્યો જન્મ

ઇન્દિરાનગર કા ગુંડા: રાહુલ દ્રવિડની વાયરલ થયેલી જાહેરાત પાછળની કહાનીનો જુઓ Vlog

ઓક્સિજન ન મળતા દર્દીઓને જીવનું જોખમ પણ થઇ જાય છે. ત્યારે ઓક્સિજનની જરૂર હોય તેવા કોરોનાના દર્દીઓ માટે જેતપુરના અમરધામ વિસ્તારમાં રહેતા જેસુરભાઈ વાળાએ સેવાયજ્ઞ શરૂ કર્યો છે. તેમણે પોતાના આલિશાન બાંગ્લાને હૉસ્પિટલમાં બદલીને ઓક્સિજન સાથેના 20 બેડની વ્યવસ્થા શરૂ કરી છે. જ્યાં 24 કલાક ઓક્સિજન મળી રહે તેવી વ્યવસ્થા કરી છે.



વ્યવસ્થા કરેલા બેડમાં ઓક્સિજન આપવા માટે પ્લાસ્ટિકની પાણીની પાઇપ ગોઠવીને વ્યવસ્થા કરી છે. આ સાથે સાથે કોરોનાના દર્દીનું ઓક્સિજન અને તેની તંદુરસ્તીનું સતત ધ્યાન રાખવામાં આવે છે. સાથે સાથે અહીં આવેલા દર્દી અને તેના સગાઓને જમવા સહિતની સુવિધા આપવામાં આવી રહી છે. અહીં દાખલ દર્દીઓ અને પરિવારજનોની થતી સેવા જોઈને જ લોકો ગદગદ થઈ જાય છે. આ કપરા કાળમાં જ્યારે કોઈ આશા ન હોય દર્દીને તેના સગાને આ સેવાયજ્ઞ જોઇને જાણે ભગવાન મળી ગયા હોય તેવી અનુભૂતિ થઇ રહી છે.
First published:

Tags: Coronavirus, Good story, Jetpur, ગુજરાત, રાજકોટ