Home /News /gujarat /રાજકોટ: 'હમ ક્રાઇમ બ્રાન્ચ કે આદમી હૈ' કહીને ચલાવી સોનાના બિસ્કીટ સહિતની લૂંટ, ઈરાની ગેંગ ઝડપાઇ

રાજકોટ: 'હમ ક્રાઇમ બ્રાન્ચ કે આદમી હૈ' કહીને ચલાવી સોનાના બિસ્કીટ સહિતની લૂંટ, ઈરાની ગેંગ ઝડપાઇ

પ્રોજેક્ટ નેત્રમ ના માધ્યમથી સુરેન્દ્રનગર પોલીસ દ્વારા સીસીટીવીના માધ્યમથી શંકાસ્પદ વાહનો ઉપર સર્વેલન્સ વોચ રાખવામાં આવી હતી.

પ્રોજેક્ટ નેત્રમ ના માધ્યમથી સુરેન્દ્રનગર પોલીસ દ્વારા સીસીટીવીના માધ્યમથી શંકાસ્પદ વાહનો ઉપર સર્વેલન્સ વોચ રાખવામાં આવી હતી.

રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ જામનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈરાની ગેંગના સભ્યો દ્વારા 26 લાખથી વધુના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલાની જાણ થતા સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ઇરાની ગેંગના ચાર જેટલા સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે. તો સાથે જ તેમની પાસેથી મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે. પોલીસની પૂછપરછમાં ઈરાની ગેંગના સભ્યોએ રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરતના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ જામનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુના આચાર્યા હોવાની કબુલાત આપી છે. તેમજ મહારાષ્ટ્રમાં બે પશ્ચિમ બંગાળમાં બે જેટલા ગુના આચર્યા હોવાની પણ આરોપીઓ દ્વારા કબૂલાત આપવામાં આવી છે.

સમગ્ર મામલે ન્યુઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં સુરેન્દ્રનગર DYSP એચ.પી.દોશીએ જણાવ્યું હતું કે, જામનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આર્ય સમાજ રોડ ઉપરથી વૃદ્ધાના દોઢ લાખના દાગીના તેમજ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂનાગઢના વેપારી પાસે રહેલ 24 લાખથી વધુના સોનાના બિસ્કીટની લૂંટ ચલાવી હીરાની ગેંગના સભ્યો નાસી ગયા હતા. જે બાબતની જાણ રાજકોટ પોલીસે સ્ટેટ કંટ્રોલ મારફત રાજ્યભરમાં કરી હતી.

વડોદરાનાં બે તબીબ વિદ્યાર્થીનું રસુલપુર ખાતે નદીમાં ડૂબવાથી થયું મોત, મિત્રો સાથે ગયા હતા ફરવા

ત્યારે ગુનાખોરીને અટકાવવા તેમજ ગુનેગારો ઉપર બાજ નજર રાખવા માટે પ્રોજેક્ટ નેત્રમ ના માધ્યમથી સુરેન્દ્રનગર પોલીસ દ્વારા સીસીટીવીના માધ્યમથી શંકાસ્પદ વાહનો ઉપર સર્વેલન્સ વોચ રાખવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટ પોલીસે આપેલી માહિતીના આધારે સુરેન્દ્રનગર પોલીસને એક શંકાસ્પદ સફેદ કલરની hyundai કાર દૂધરેજ કેનાલ બાજુ દેખાઈ હોવાની જાણ થઇ હતી. જે અંગે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસે hyundai કાર ને અટકાવી તપાસ કરતા કારમાંથી રાજકોટ શહેરમાં લૂંટ ચલાવનારા ઈરાની ગેંગના સભ્યો ઝડપાઇ ગયા હતા.

અમદાવાદની 144મી રથયાત્રા: મામાના ઘરેથી પરત ફરેલા ભગવાનની નેત્રોત્સવ વિધિ કરાઈ

ઝડપાયેલા આરોપીઓએ પોતાનું નામ શાહજોરભાઈ સજ્જાદ હુસૈન સૈયદ, લાલભાઈ સમીરભાઈ જાફર શેખ, યુસુફ અલી અજીજ અલી શેખ અને મોસીન અલી નાસીર અલી જાફરી હોવાનું જણાવ્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ રાજકોટમાં જૂનાગઢના વેપારી રહેલ 24.25લાખના સોનાના બિસ્કીટની લૂંટ ચલાવી હોવાનું જણાવાયું હતું. તેમજ જામનગરમાં વૃદ્ધા પાસે રહેલ દોઢેક લાખ રૂપિયાના દાગીનાની તેમજ સુરેન્દ્રનગરમાં આવેલ વાદીપરા વિસ્તારમાં એસબીઆઇ બેન્કમાંથી બહાર નીકળનારા એક મહિલા પાસેથી 69 હજારની રકમ ચોરી કર્યાની કબુલાત આપી છે. તેમજ વર્ષ 2020માં લીમડીની અંદર યુસુફ અલીએ યુનિયન કોર્પોરેશન બેન્કમાંથી એક વ્યક્તિની નજર ચૂકવી બે લાખ રૂપિયાની ચોરી કરી હોવાની કબુલાત આપી છે.

ભાવનગર: માતા-પુત્ર ડબલ મર્ડર કેસમાં મોટો ખુલાસો, ડિવોર્સી મહિલાને શરીર સંબંધ બાંધવા બોલાવી પ્રેમીએ કરી હત્યા

ઈરાની ગેંગ દ્વારા વડોદરામાં દોઢ વર્ષ પૂર્વે બેંક ઓફ બરોડામાંથી બહાર નીકળતા એક યુવકની નજર ચૂકવી 17000 રૂપિયા તેમજ આઠ માસ પૂર્વે જામનગરમાં સોની બજારમાં આવેલી દુકાનમાંથી વેપારીની નજર ચૂકવી સોનાના દાગીનાની તેમજ વાપી જીઆઇડીસી માંથી એક વ્યક્તિની નજર ચૂકવી સાત હજાર રૂપિયાની તેમજ બારડોલી હાઈવે ઉપર આવેલી દુકાનમાં થી છ હજાર રૂપિયાની ગાંધીનગરના કલોલમાં આવેલ સોની બજારમાં વેપારીની નજર ચૂકવી સોનાની વીટી ની ચોરી સહિત ગુજરાત રાજ્યમાં નવ જેટલી ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી છે.

સુરેન્દ્રનગર પોલીસની પ્રાથમિક તપાસમાં ઈરાની ગેંગના 6 સભ્યો છે. 2 સભ્યો બાઈકમાં ગુજરાતમાં આવ્યા હતા. જ્યારે કે, 4 સભ્યો i20 કારમાં ગુજરાતમાં આવ્યા હતા. હાલ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ગેંગના ચાર જેટલા સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે કે, મહારાજ અને અયુબ નામના શકશોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
" isDesktop="true" id="1113056" >

રાજકોટ શહેરમાં જૂનાગઢના વેપારી પાસેથી સોનાના બિસ્કીટની લૂંટ ચલાવનાર શાહજોરે અને મહારાજે બાઇક પર જઇ લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. ગુનાહિત કૃત્ય આચરતી ટોળકી નકલી પોલીસ બનીને ગુનાને અંજામ આપતી હોવાનું પણ પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે. ટોળકીના સભ્યો, 'હમ ક્રાઈમ બ્રાન્ચ કે આદમી હૈ પોલીસ વાલે હે' તેમ કહી સામેની વ્યક્તિને ચેકિંગના બહાને ધરાવી નજર ચૂકવી હાથચાલાકી કરીને પૈસા પડાવવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હોવાનું સામે આવ્યું છે
Published by:Kaushal Pancholi
First published:

Tags: Irani gang, Loot, ગુજરાત, ગુનો, રાજકોટ

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन