Home /News /gujarat /

રાજકોટ: 'હું જાનકી બોલુ છું, મળવું છે', હનીટ્રેપમાં ફસાવવા જતી ગેંગનો ખેડૂતે ટ્રિકથી કર્યો પર્દાફાશ

રાજકોટ: 'હું જાનકી બોલુ છું, મળવું છે', હનીટ્રેપમાં ફસાવવા જતી ગેંગનો ખેડૂતે ટ્રિકથી કર્યો પર્દાફાશ

પ્રતીકાત્મક તસવીર

'હેલ્લો હું જાનકી બોલુ છુ, રાજકોટમાં રહુ છું, તમને સારી રીતે ઓળખું છું, મારે તમને મળવું છે, ફ્રેન્ડશીપ કરવી છે'

રાજકોટમાં હનીટ્રેપની વધુ એક ઘટના સામે આવી છે. પૈસાની ખેંચ દૂર કરવા ઉર્વેશે નામના વ્યક્તિએ પરિચિત બે યુવતિઓ જાનકી અને ગીતા સાથે મળી એક ખેડૂતને ફસાવવાનો પ્લાન કર્યો હતો. ખેડૂત ગઇકાલે રતનપર રામ મંદિરે આવ્યો હતો ત્યાંથી જાનકી હડાળાના પાટીયે રૂમમાં લઇ ગઇ હતી. જે બાદ બે મિનિટ બેઠા ત્યાં ગીતા અને ઉર્વેશ તથા પોલીસ બનીને આવ્યા. બળાત્કારમાં ફસાવી દેવાની ધમકી આપી માંડા ડુંગર પાસેની જગ્યાએ લઇ ગયા અને ત્યાં જઇ અઢી લાખ માંગ્યા હતા.  ખેડૂતે બે-ત્રણ કલાક બહાર જવા દેવાય તો પૈસાનો મેળ થશે તેમ કહેતાં આધાર કાર્ડ લઇ જવા દેવાયા હતા. જોકે ખેડૂતે સમયસૂચકતા વાપરી સીધા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પોલિસએ ટોળકીને ઝડપી પાડી હતી.

'હેલ્લો હું જાનકી બોલુ છુ, રાજકોટમાં રહુ છું, તમને સારી રીતે ઓળખું છું, મારે તમને મળવું છે, ફ્રેન્ડશીપ કરવી છે'...ટંકારાના નેકનામના ખેડૂત સાથે સતત નવ દિવસ આ રીતે મીઠી મીઠી વાતો કરી તેમને ફસાવ્યા  હતા. બાદ ગઇકાલે રાજકોટ મળવા બોલાવી હડાળાના પાટીયે રૂમમાં વાત કરવા લઇ જઇ બાદમાં સાગરીતોને બોલાવી બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપીને અઢી લાખ પડાવવાનો કારસો ઘડ્યો હતો. આ આરોપી ટોળકીનો પર્દાફાશ થયો છે.

કાચા દૂધના આ પ્રયોગોથી તમારી ત્વચામાં આવશે જોરદાર નિખાર, આજે જ અજમાવો

આજીડેમ પોલીસે બે યુવતિ, બે મહિલા અને એક યુવાન તથા એક સગીર સામે ગુનો નોંધી સકંજામાં લેવા તજવીજ કરી છે. પોલીસે આ બનાવમાં ટંકારાના નેકનામ ગામે રહેતાં અને ખેતીકામ કરી ગુજરાન ચલાવતાં નિતીનભાઇ મગનભાઇ દેત્રોજાની ફરિયાદ પરથી રાજકોટ ચુનારાવાડની જાનકી કનકભાઇ કુંભાર, મિંતાણાના ઉર્વેશ ગજેરા, દારૂ અને નારકોટીકસના ગુનામાં અગાઉ સંડોવાઇ ચુકેલી જીલુબેન, માંડા ડુંગરની ગોળાઇ પાસે આવેલા મોગલ આશ્રમ મંદિરની સંચાલિકા ગીતાબેન તથા તેના સગીર પુત્ર સામે આઇપીસી ૩૮૭, ૧૨૦ (બી), ૪૧૯, ૩૪૨, ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ  પુર્વયોજીત કાવત્રુ ઘડી પૈસા પડાવવાના ઇરાદે નિતીનભાઇ સાથે જાનકીએ ફોન પર દસેક દિવસ સુધી વાતો કરી હતી.

કોરોના વોરિયર્સને સલામ: બનાસકાંઠાના તબીબ 20 દિવસથી ઘરે નથી ગયા, એનિવર્સરીની ઉજવણીમાં બહાર જ ઉભા રહ્યાં'હું તમને ઓળખુ છું, તમને મળવું છે' એવી વાતો કરી છેલ્લે ગઇકાલે રાજકોટ મળવા બોલાવી રૂમમાં બેસાડી વાતો કરી. ત્યાં બીજા શખ્સોએ પ્લાન મુજબ આવી જઇ પોલીસની ઓળખ આપી 'આ ખોટું કહેવાય, ગુનો બને' કહી ધમકાવી બળાત્કારના ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી આપીને  રૂ. અઢી લાખ કઢાવવા ગોંધી રાખી લાફા મારી બળજબરીથી આધાર કાર્ડ પડાવી લેવાનો ગુનો નોંધી ટોળકીને સકંજામાં લીધી હતી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Honey trap, Woman, ગુજરાત, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन