રાજકોટમાં પિતા બન્યો હેવાન: સગી દીકરી સાથે આચર્યું દુષ્કર્મ, છોકરી રડતી રહી પણ પિતા પિંખતો રહ્યો

રાજકોટમાં પિતા બન્યો હેવાન: સગી દીકરી સાથે આચર્યું દુષ્કર્મ, છોકરી રડતી રહી પણ પિતા પિંખતો રહ્યો
પ્રતિકાત્મક તસવીર
રાજકોટ શહેરમાં ખુદ પિતાએ જ પોતાની હવસ સંતોષવા માસુમ 15 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ત્યારે પોલીસે હેવાન આરોપી પિતાને પોતાના સકંજામાં લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના તાલુકા પોલીસ મથકમાં 15 વર્ષીય સગીરાએ પોતાના જ પિતા વિરૂદ્ધ આઈપીસીની કલમ 376 (3), 376 (2) (એન), 323, 504, 506 (2) તેમજ પોક્સો એક્ટની કલમ 6 મુજબ ગુનો નોંધાવ્યો છે. આરોપીએ આઠ-દસ દિવસ પહેલા દારૂ પીને પોતાની પત્ની સાથે માથાકૂટ કરી તેને માર માર્યો હતો. જેના કારણે તેની પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી. પતિએ માર મારવાના કારણે મહિલા પોતાની દીકરીને લઈ માવતરના ઘરે જતી રહી હતી. જ્યારે દીકરો તેના પિતા અને દાદાના ઘરે રહેતો હતો.પત્ની દીકરીને લઈ તેણીના માવતરના ઘરે જતી રહી હતી. પરંતુ ઘરમાં કોઈ કામ કરે તેમ ન હોય જેથી પિતા પોતાની પત્ની પાસેથી પોતાની દીકરીને તેડી લાવ્યો હતો. ત્યારબાદ દીકરી પિતાના ઘરે રોકાઇ હતી. શનિવારની રાત્રે સગીરા ઊંઘી રહી હતી ત્યારે અચાનક જ તેની સાથે અડપલા શરુ થઇ ગયા હતા. દીકરીએ પોતાની આંખ ઊઘડતાં તેની સામે બીજું કોઈ નહીં પરંતુ તેને જન્મ આપનાર પિતા જ વાસનાના જાળમાં ફસાઈને પોતાની દીકરીનું શિયાળ લૂંટવાનો ઈરાદો ધરાવતો હોય તેવું લાગી રહ્યું હતું. દીકરીએ દેખાડો મચાવતા પિતાએ તેની સાથે મારપીટ કરી હતી. તેમ જ બળજબરી પૂર્વક તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

અમદાવાદ: વીડિયો કૉલમાં યુવતીને અર્ધનગ્ન થવાનું કહી તસવીરો પાડી લીધી, બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું, યુવક અને માતા સામે ફરિયાદ

દુષ્કર્મ ગુજાર્યા બાદ હવસખોર પિતાએ કોઈને વાત કરીશ તો મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. એક તરફથી પિતાએ જ પોતાની દીકરી સાથે દુષ્કર્મ આચર્યા હોવાના કારણે દીકરી આઘાતમાં સરી પડી હતી. દરમિયાન રવિવારે પીડિતા પાડોશમાં રહેતા બહેનને ત્યાં ઘર કામે ગઈ હતી અને ત્યાંથી તેને મોકો મળતા તેને સમગ્ર મામલે પોતાની માતાને જાણ કરી હતી. માતા પણ તેની પાસે પહોંચતા તેને 181 અભયમની ટીમને બોલાવી કાઉન્સેલિંગ પણ કરાવ્યું હતું.સમગ્ર મામલે તાલુકા પોલીસ મથકના પી.આઇ જય ધોળા તેમજ તેમની ટીમ દ્વારા હવસખોર આરોપીને ગણતરીની કલાકોમાં પોતાના સકંજામાં લઇ તેની વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:April 05, 2021, 15:34 pm

ટૉપ ન્યૂઝ