ધડાકો! રાજકોટમાં જ્યાં દિવાળીની ખરીદીમાં ભારે ભીડ હતી ત્યાં વધી રહ્યાં છે કોરોનાના કેસ

ધડાકો! રાજકોટમાં જ્યાં દિવાળીની ખરીદીમાં ભારે ભીડ હતી ત્યાં વધી રહ્યાં છે કોરોનાના કેસ
પ્રતિકાત્મક તસવીર

ગુંદાવાડી, કેવડાવાડી, પેલેસ રોડ અને ધર્મેન્દ્ર રોડ સહિતની બજારોમાં દિવાળી સમયે ખરીદીને લઈને ભારે ભીડ જોવા મળતી હતી.

  • Share this:
રાજકોટમાં દિવાળી બાદ કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે. રાજકોટ કોરોના ફેલાવવા માટે લોકો જ જવાબદાર હોય તેવી વિગતો સામે આવી છે. દિવાળી સમયે રાજકોટમાં જ્યાં ખરીદી થઇ તે જ વિસ્તારોમાં કોરોનના સૌથી વધુ કેસો નોંધાયા છે. રાજકોટના અન્ય વોર્ડ કરતા જ્યાં બજારો આવેલી છે અને સૌથી વધુ દિવાળીની ખરીદી થઇ હતી  તેવા વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 14માં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ અઠવાડિયામાં નોંધાયા સૌથી વધુ કેસ બજાર વિસ્તારોમાં નોંધાયા છે. આ વોર્ડમાં ગુંદાવાડી, કેવડાવાડી, પેલેસ રોડ અને ધર્મેન્દ્ર રોડ સહિતની બજારો આવેલી છે. દિવાળી સમયે આ બજારોમાં ખરીદીને લઈને ભારે ભીડ જોવા મળતી હતી.

કોરોનાકાળમાં શરદીને કારણે ગળામાં દુખાવો થાય છે તો જરૂર કરો મીઠાના પાણીનાં કોગળાહાલમાં આ બજાર વિસ્તાર આસપાસમાં રોજના 70 જેટલા કેસો નોંધાય છે. દિવાળી સમયે આ વિસ્તારોમાં સૌથી વધુ ખરીદીનો માહોલ જોવા મળતો હતો. લોકોએ ખરીદી સમયે ગંભીરતા ન દાખવતા સ્થાનિકો અને દુકાનદારો સંક્રમિત થયા હતા. બજાર વિસ્તારોમાં કોરોનાના વધુ કેસો નોંધાતા હવે મનપાએ બજાર વિસ્તારોમાં પણ કોરોના ટેસ્ટીગ શરૂ કરી દીધા છે.

રાજકોટમાં ચિંતા વધી, કોરોનાનો આંક પહોંચ્યો 10 હજારને પાર, સુપર સ્પ્રેડરને શોધવાની ચલાવી મુહિમ

બીજી તરફ મનપાની ટિમ માસ્ક પહેર્યા વગરના લોકો અને વેપારીઓને નિયમોનું ચુસ્તપણે પાલન કરાવી રહ્યા છે. કોરોના સંક્રમણ વધતા મનપા એક્શન મોડમાં આવી છે, બપોર સુધીમાં 41 લોકોને માસ્ક પહેર્યા વિનાનાં ઝડપી પાડયા છે જેમની પાસેથી 41,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તમામ લોકોને ભીડભાડવાળી જગ્યામાં માસ્ક વિના ઝડપી પાડયા છે.
Published by:Kaushal Pancholi
First published:November 24, 2020, 15:10 pm