રાજકોટવાસીઓ માટે ગુડ ન્યૂઝ: કોરોના સંક્રમિત દર્દીઓનો મૃત્યું આંક ઘટ્યો, રિકવરી રેટ વધીને થયો 82


Updated: September 28, 2020, 2:58 PM IST
રાજકોટવાસીઓ માટે ગુડ ન્યૂઝ: કોરોના સંક્રમિત દર્દીઓનો મૃત્યું આંક ઘટ્યો, રિકવરી રેટ વધીને થયો 82
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
રાજકોટ શહેરમાં કોરોના વાયરસનો કહેર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે બીજીતરફ કોરોના વાયરસના દર્દીઓને સારવારમાં આપવામાં આવતાં ઈન્જેકશનની કાળાબજારીના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન હાલ કોરોના સંક્રમિત હોવાના કારણે હોમ આઇસોલેટેડ છે. ત્યારે કલેકટરનો ચાર્જ રાજકોટ જિલ્લાના વિકાસ અધિકારીને આપવામાં આવ્યો છે. તો બીજી તરફ કોરોના સંક્રમણના કારણે છેલ્લા કેટલાય મહિનાથી નોડલ ઓફિસર તરીકે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા રાહુલ ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે.

મીડિયા સાથેની વાતચીતમાં નોડલ ઓફિસર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, રેમડેસીવિર ઇન્જેક્શનના કાળા બજાર મામલે પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે. પાંચ જેટલા લોકોની ધરપકડ કરી છે. સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જુદાજુદા બે ગુના રાજકોટ પોલીસે દાખલ કર્યા છે. કોઈપણ ગુનાની અંદર કોઈપણ સરકારી કર્મચારીની સંડોવણી જણાશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. તો સાથે જ નોડલ ઓફિસર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, 25 દિવસ પહેલાં રાજકોટ શહેરમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સ્વસ્થ થવાનો રેશિયો 53 ટકા હતો. જે આજની તારીખમાં 82 ટકા પર પહોંચ્યો છે. તો બીજી તરફ મૃત્યુઆંકમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

રાહુલ ગુપ્તાની ફાઇલ તસવીર


ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં 17 કોરોના સંક્રમિત દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. ત્યારે દર્દીઓના મોત મામલે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. તો ગઈકાલે નવ જેટલા દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. ત્યારે ડેથ ઑડિટ કમિટીના રિપોર્ટમાં નવ પૈકી એક દર્દીનું કોરોનાના કારણે મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી કોરોના સંક્રમિત દર્દીઓના સારવાર દરમિયાન પ્રમાણમાં પહેલાં કરતાં ઓછા મોત નીપજી રહ્યા છે.

આ પણ જુઓ - 
એક સમય હતો કે, જ્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં રોજના ૨૫ થી વધુ કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુ થતા હતા. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી મૃત્યુ આંક માં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે એક સારી બાબત કોરોના સંક્રમિત દર્દીઓ તેમજ તેમના પરિવાર જનો માટે સામે આવી છે.
Published by: Kaushal Pancholi
First published: September 28, 2020, 1:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading