રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે ઓક્સિજનની અછત ન થાય તે માટે 20 હજાર લીટરની વધુ એક ટેંકની વ્યવસ્થા


Updated: September 20, 2020, 7:24 AM IST
રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે ઓક્સિજનની અછત ન થાય તે માટે 20 હજાર લીટરની વધુ એક ટેંકની વ્યવસ્થા
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
કોરોના વાયરસના સંક્રમિત ઘણા દર્દીઓમાં શ્વાસ લેવા સંબંધી તકલીફો જોવા મળી રહી છે. ત્યારે આ સ્થિતિમાં કૃત્રિમ રીતે એટલે સીધુ ઓક્સિજન કે વેન્ટીલેટર પર રાખવાની જરૂરિયાત ઉભી થતી હોય છે. આ માટે રાજકોટ પીડીયુ હોસ્પિટલ ખાતે 11 હજાર લીટરની લિક્વીડ ઓક્સિજનની ટેંક અને 950 લીટરની 4 ટેન્ક ઉપલબ્ધ છે. ઉપરાંત નજીકના ભવિષ્યમાં 20 હજાર લીટરની વધુ એક ટેંક ઈન્સ્ટોલ કરવામાં આવશે.

આ મહામારીની વિકટ પરિસ્થિતમાં દર્દીઓના જીવ બચાવવા માટે પુરતો પ્રાણવાયુ ઉપલબ્ધ છે. ઓક્સીજન સપ્લાય બાબતના ઇન્ચાર્જ નોડલ ઓફિસર જે.કે. નથવાણી કહે છે કે, કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઓક્સિજન એક મહત્વનું  ઘટક છે. આ ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણ જથ્થો છે. ઓક્સિજનની સપ્લાય બે પ્રકારે કરવામાં આવતી હોય છે. એક પ્રવાહી અને બીજુ વાયુ સ્વરૂપે. લિક્વીડ ઓક્સીજનને સીધુ ઉપયોગમાં લઈ શકાતુ નથી પણ તેને વેપોરાઈઝર મશીનના માધ્યમથી વાયુ સ્વરૂપમાં પરિવર્તિત કર્યા બાદ કોવિડ હોસ્પિટલના દરેક વોર્ડમાં પાઈપલાઈન મારફતે કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સપ્લાય કરવામાં આવે છે.

આ પણ જુઓ - 
ઉપરાંત ઓક્સીજનના સપ્લાય માટે ડી-ટાઈપના 60 સિલિન્ડર ઉપલબ્ધ છે. જેનો પણ જરૂરિયાત અનુસાર ઉપયોગ કરી શકાય છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે પુરતો જથ્થો છે. ઉપરાંત ઓક્સીજનની ઉણપથી કોઈ દર્દીનો જીવ જોખમમાં ન મુકાય તે માટે 20 હજાર લીટરની વધુ એક ઓક્સિજન ટેંકનુ ઈન્ટોસ્ટોલેશનનુ કામ નજીકના ભવિષ્યમાં પૂર્ણ કરી દેવામાં આવશે. આમ, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ઉપલબ્ધ છે અને ઉભી થનારી જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂર્વતૈયારી પણ કરી લેવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો - રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1432 કેસ નોંધાયા, 1470 દર્દી સાજા થયા, રિકવરી રેટ 84.12% થયો
Published by: Kaushal Pancholi
First published: September 20, 2020, 7:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading