Home /News /gujarat /રાજકોટ: કપાસનાં ભાવમાં 11 વર્ષ બાદ જોરદાર ઉછાળો, 'બાપુ કેન્દ્રીય કાપડ મંત્રી હતા ત્યારે ભાવ 1500ને પાર હતા'

રાજકોટ: કપાસનાં ભાવમાં 11 વર્ષ બાદ જોરદાર ઉછાળો, 'બાપુ કેન્દ્રીય કાપડ મંત્રી હતા ત્યારે ભાવ 1500ને પાર હતા'

કપાસ

છેલ્લા ત્રણ વર્ષથી કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે જેના કારણે ક્રમશઃ ખેડૂતો કપાસની વાવણી પણ ઓછી કરતા થયા છે.

રાજકોટ: હાલ સૌરાષ્ટ્રના (Saurashtra) ખેડૂતો (Farmer) માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના (Rajkot) બેડી માર્કેટિંગ યાર્ડમાં એક મણ કપાસના ભાવ (Cotton price increases) 1570 પર પહોંચ્યા છે. ઘણા લાંબા સમય બાદ કપાસના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યાં હોવાનું સામે આવ્યું છે.

ત્યારે ન્યુઝ18ગુજરાતી સાથેની વાતચીતમાં સૌરાષ્ટ્ર APMCના વેપારી એસોસિયેશનના પ્રમુખ અતુલભાઈ કામાણીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, અંદાજિત 11 વર્ષથી વધુનો સમય વીતી ચૂક્યો છે કે, જ્યારે ખેડૂતોને આ પ્રકારે કપાસના ભાવ મળ્યા હોય. શંકરસિંહ વાઘેલા જ્યારે કેન્દ્રીય કાપડ મંત્રી હતા ત્યારે કપાસના ભાવ 1,500 પાર ગયા હતા. ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું હોવાના કારણે તેમજ વૈશ્વિક બજારમાં કપાસની માંગ વધતા કપાસના ભાવ આસમાને પહોંચ્યા છે.

અમદાવાદ: વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે છે આ ફાયદાનાં સમાચાર, ફટાફટ જાણી લો

ત્યારે હાલ જે પ્રમાણે કપાસના સારા એવા ભાવ મળી રહ્યા છે. જેના કારણે હાલ શક્યતા સેવાઇ રહી છે કે, આવતા વર્ષે ખેડૂતો ગત વર્ષની સરખામણીએ તેમજ ચાલુ વર્ષની સરખામણીએ આગામી વર્ષે કપાસના વાવેતરમાં વધારો કરશે.



ચાલુ વર્ષે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કપાસ કરતાં મગફળીનું વાવેતર ખેડૂતોએ વધુ કર્યું હતું.

રાજકોટ: 'વેપારીઓ માટે રસી નહીં તો ધંધો નહીં', વેક્સિન ન લીધી હોય તો કોરોનાનો રિપોર્ટ ફરજિયાત રાખવો પડશે

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષથી કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે જેના કારણે ક્રમશઃ ખેડૂતો કપાસની વાવણી પણ ઓછી કરતા થયા છે. તો સાથે જ ગત વર્ષે વરસાદના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કપાસનો પાક પણ નિષ્ફળ ગયો હતો.
" isDesktop="true" id="1103792" >

તો બીજીતરફ મગફળીમા પણ ખેડૂતોને સારા પૈસા ઉપજી રહ્યા હોવાનું સામે આવ્યું છે. મગફળીના ભાવ હાલ 1200 રૂપિયાથી લઈ 1350 રૂપિયા સુધીના હરાજીમાં મળી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ બીડી માર્કેટિંગ યાર્ડમાં હાલ તલ અને મગની પણ આવક થવા પામી છે તેમાં પણ ખેડૂતોને સારુ મળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Crop, Price Hike, કપાસ, ખેડૂત, ગુજરાત, રાજકોટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો