Home /News /gujarat /રાજકોટમાં દીકરીનું હૈયાફાટ રુદન,' મને થોડીવાર મારા પિતાનું મોઢું તો જોવા દો'

રાજકોટમાં દીકરીનું હૈયાફાટ રુદન,' મને થોડીવાર મારા પિતાનું મોઢું તો જોવા દો'

અંકિત પોપટ, રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં કોરોના વાયરસની બીજી લહેર શરૂ થઇ છે. બીજી લહેરે જાણે કે સુનામીનું સ્વરૂપ ધારણ કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો હાલ રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કારણે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થતાં તેના પરિવારજનોનું આક્રંદ સામે આવી રહ્યું છે. આક્રંદના દ્રશ્યો જોતા પાષણ હૃદય ધરાવતાં વ્યક્તિનું પણ હૈયું હચમચી જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ હાલ રાજકોટ શહેરમાં થયું છે.

વાયરલ વીડિયોમાં કોરોના સંક્રમિત થયેલા પિતાનું મૃત્યુ થતાં તેની દીકરી એ હૈયાફાટ રુદન કર્યું. વીડિયોમાં દીકરીના કેટલાક સંવાદો કેદ થયા હતા.

અંકિત પોપટ, રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં કોરોના વાયરસની બીજી લહેર શરૂ થઇ છે. બીજી લહેરે જાણે કે સુનામીનું સ્વરૂપ ધારણ કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો હાલ રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કારણે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થતાં તેના પરિવારજનોનું આક્રંદ સામે આવી રહ્યું છે. આક્રંદના દ્રશ્યો જોતા પાષણ હૃદય ધરાવતાં વ્યક્તિનું પણ હૈયું હચમચી જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ હાલ રાજકોટ શહેરમાં થયું છે.

રાજકોટ શહેરમાં ગુરૂવારના રોજ આ જ પ્રકારનો એક વીડિયો સિવિલ હોસ્પિટલનો વાયરલ થવા પામ્યો છે. જે વાયરલ વીડિયોમાં કોરોના સંક્રમિત થયેલા પિતાનું મૃત્યુ થતાં તેની દીકરી એ હૈયાફાટ રુદન કર્યું. વીડિયોમાં દીકરીના કેટલાક સંવાદો કેદ થયા. જેમાં દીકરી કહી રહી છે કે "મને મારા પિતાનું મોઢું તો જોવા દો", થોડીવાર પૂરતું મને મારા પિતા નું મોઢું તો જોવા દો, વીડિયોમાં જોઇ શકાય છે કે કઈ રીતે દીકરી કોઈપણ રીતે પિતાનો સ્ટ્રેચર પર મૃતદેહ રાખ્યો છે જ્યાં સુધી પહોંચી જાય છે. પરંતુ COVID 19ની ગાઈડલાઈન્સ મુજબ હોસ્પિટલ સ્ટાફ દ્વારા દીકરીને તેના પિતાના મૃત દેહ થી દુર લઇ જવામાં આવે છે.

સુરતમાં કોરોનાએ કરી ભયાવહ સ્થિતિ: 'સ્વજનની અંતિમક્રિયા માટે 19 કલાકથી રાહ જોઇ રહ્યાં છે હજી વારો નથી આવ્યો'

કોરોનાવાયરસ જાણે કે મોતનું તાંડવ સર્જી રહ્યો હોય તે પ્રકારે એક બાદ એક કોરોના સંક્રમિત દર્દીઓના મોત નીપજી રહ્યા છે. રાજકોટ શહેરમાં છેલ્લા 14 દિવસમાં 176 થી પણ વધુ કોરોના સંક્રમિત દર્દીઓના મોત નીપજી ચૂક્યા છે. જોકે ડેથ ઓડિટ કમિટી ના રિપોર્ટમાં આ અંક ઓછો બતાવવામાં આવી રહ્યો છે. ત્રણ ડીજીટમાં થયેલા લોકોનો મૃત્યુ આંક બે ડીજીટમાં ડેથ ઓડિટ રિપોર્ટ કમિટી દ્વારા બતાવવામાં આવી રહ્યો છે.

તંત્રને મોતના આંકડા તેમજ પોઝિટિવ કેસના આંકડા ભલે છૂપાવવામાં તેમને સફળતા મળી હોય. પરંતુ સ્વજનોનો આક્રંદ મીડિયા સુધી સતત પહોંચી રહ્યો છે. પીડિતોનો અવાજ સતત મીડિયા સુધી પહોંચી રહ્યો છે. ત્યારે મીડિયાની પણ ફરજ બને છે કે, તે લોકોનો અવાજ, પીડિતોનો અવાજ બની સરકાર સુધી તેમની વાત તેમની રજૂઆત પહોંચાડે.
First published:

Tags: Coronavirus, Father-Daughter, ગુજરાત, રાજકોટ, વાયરલ વીડિયો

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો