Home /News /gujarat /કેવા લોકો કોરોનાથી જલ્દી થાય છે સંક્રમિત? રાજકોટમાં થયેલા સર્વેમાં આવ્યો ચોંકાવનારો જવાબ

કેવા લોકો કોરોનાથી જલ્દી થાય છે સંક્રમિત? રાજકોટમાં થયેલા સર્વેમાં આવ્યો ચોંકાવનારો જવાબ

પ્રતીકાત્મક તસવીર

1170 કુલ લોકો સાથેની વાતચીત અને રૂબરૂ મુલાકાત આધારે વ્યક્તિત્વ લક્ષણો જાણ્યા તો માલુમ પડ્યું કે, ટાઈપ એ વ્યક્તિત્વ ધરાવતા લોકોમાં કોરોના વઘુ જોવા મળ્યો.

રાજકોટ: કોરોના વાયરસની (Coronavirus) અલગ અલગ લોકો પર અલગ અલગ અસર થતી હોય છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના મનોવિજ્ઞાન ભવનનાં અધ્યક્ષ ડૉ. યોગેશ એ. જોગસણ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે. જેમાં કેટલાંક પરિબળો જેમ કે જાતિ, ઉંમર, ખોરાક તેમજ વર્તનભાત (વ્યક્તિત્વ પ્રકાર )પણ મહત્વનું પરિબળ રહ્યું છે. ત્યારે ટાઈપ એ અને ટાઈપ બી વર્તનભાત (વ્યક્તિત્વ પ્રકાર)માં સૌથી વધુ કોરોના કોને થયો. એ જાણવા માટે 1170 કુલ લોકો સાથેની વાતચીત અને રૂબરૂ મુલાકાત (Survey) આધારે તેમના વ્યક્તિત્વ લક્ષણો જાણ્યા તો માલુમ પડ્યું કે, ટાઈપ એ વ્યક્તિત્વ ધરાવતા લોકોમાં કોરોના વઘુ જોવા મળ્યો.

આ સર્વે પરથી કહી શકાય કે, અન્યની વાતમાં જલ્દીથી આવી જતા હોય, સ્પર્ધાત્મક વલણ વધુ ધરાવતા હોય, આત્મવિશ્વાસનો અભાવ હોય, લોકો સાથે મળવામાં સંકોચ અનુભવતા હોઈ, પોતાની વાત કે લાગણી અન્ય સાથે શેર ના કરી શકતા હોય, ઝડપથી કોઈ નિર્ણય ન લઈ શકતા હોય, અણગમતી વ્યક્તિ સામે આવી જતાં અસલામતીનો અનુભવ કરતા હોય, સતત ટેવરૂપ કે એકધારું વલણ ધરાવતાં, અચાનક કોઈ મુશ્કેલી સામે આવતા ધૈર્ય ગુમાવી બેસતા હોય તે લોકો કોરોનાનો સૌથી વધુ ભોગ બન્યા છે. જેને મનોવિજ્ઞાનમાં ટાઈપ 'એ' વર્તનભાત એટલે કે, ટાઈપ 'એ' વ્યક્તિત્વ પ્રકાર કહે છે.

Live video: પાલનપુરની મહિલાએ વોશિંગ મશીન ખોલ્યું તો એકદમ ડરી ગઇ, રેસ્ક્યૂ ટીમે બે કલાકની જહેમતે ચાર સાપ કાઢ્યા

 1. શું તમે કોઈની વાતમાં જલ્દીથી આવી જાવ છો?

- હા 68%- ના 22%- ક્યારેક 10%

2. તમે ઉદાસીન રહો છો?

-હા 56%- ના 27- ક્યારેક 17%

3. શું તમે કોઈને વિજેતા જોઈને ચિંતા અનુભવો છો?

- હા 78%- ના 22%

4. કોઈ ખરાબ સમાચાર સાંભળીને ઉદાસી કે ચિંતા અનુભવો છો?

- હા 54%- ના 26 %- ક્યારેક 20%

5. શું તમે કોઈ જગ્યાએ જવાનું હોય ત્યારે સમયસર પહોંચવાનું પસંદ કરો છો?

- હા  45%- ના 55%

6. શું તમે તમારી જીવનની દરેક સમસ્યાઓ ગમતી વ્યક્તિને ખુલ્લા મનથી કઈ શકો છો..?    

- હા 67%  - ના 33%

7. તમે અજાણ્યા વ્યક્તિ સાથે જલ્દી સમાયોજન સાધી શકો છો? 

- હા 42%- ના  58%

8. શું તમે કોઈને દુઃખી જોઈને દુઃખ અનુભવો છો કે પછી કોઈ ફર્ક પડતો નથી?

- હા 42%- ના 58%

9. તમારા ભાઈ-બહેન કે મિત્રની સાથે સ્પર્ધા કરવી ગમે છે?

- હા 79%- ના 21%

10. કેટલીક બાબતોમાં નિર્ણય ન કરી શકતાં હોય એવું ક્યારેય લાગે છે?

- હા 57%- ના 43%

11. અણગમતી વ્યક્તિ સામેથી આવતી હોય તો તમે રસ્તો બદલી નાંખો છો?

- હા 59%- ના 28% - ક્યારેક 13%

12. કોઈને કોરોના થયાના સમાચાર સાંભળીને ભયનો અહેસાસ થતો હતો.

- હા 88%- ના 12%

13. અચાનક આવી પડતી મુશ્કેલીમાં ધૈર્ય ગુમાવી બેસો છો? 

- હા 69%- ના 20%- ક્યારેક 11%

એક્યુપ્રેશર અને એક્યુપંક્ચરમાં શું તફાવત છે? આ કારણે થઈ રહી છે વિશ્વમાં પ્રચલિત

ટાઇપ એ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ અન્ય વ્યક્તિ, પદાર્થો કે પ્રસંગોમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે. લોકો સાથે હળવામળવાનું તેઓ ટાળે છે. તેઓ વિચારશીલ અને સ્વકેન્દ્રી હોય છે. તેઓના નિર્ણયો અને વર્તનો બાહ્ય ઉદ્દીપકોની વસ્તુલક્ષી છાપને આધારે નહિ, પરંતુ બાહ્ય ઉદ્દીપકોના પોતે કરેલાં અર્થઘટનો કે પ્રત્યક્ષીકરણોને આધારે નક્કી થાય છે. તેઓના નિર્ણયો વ્યક્તિલક્ષી અનુભવ કે અંતરાત્માના અવાજ પર આધારિત હોય છે. તેમજ તેઓ વધારે પડતું સ્પર્ધાત્મક વલણ ધરાવતા હોય છે. તેઓ ગુસ્સે ઝડપ થાય છે અને અણગમતી વ્યક્તિ સામેં આવી જતા તે અસલામતી અનુભવતાં હોઈ છે. વર્તનનું આ પ્રકારનું વલણ એકધારું, સતત ને ટેવરૂપ હોય છે.

ટાઈપ બી વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિને બાહ્ય ઘટનાઓ, પદાર્થો, વ્યક્તિઓ પ્રસંગોમાં વિશેષ રસ હોય છે. તેઓ વાતાવરણથી વધારે પ્રભાવિત થાય છે. તેઓ મિલનસાર અને અજાણ્યા વાતાવરણમાં પણ આત્મવિશ્વાસથી વર્તે છે. તેમને લોકો સાથે સંબંધો બાંધવા ને નિભાવવા ગમે છે. તેમના મોટાભાગનાં નિર્ણયો અને વર્તનો બાહ્ય વાતાવરણ, સંજોગો, વાસ્તવિકતા તથા વસ્તુલક્ષી હકીકતોને આધારે તેઓ નક્કી કરે છે. તેમના બધા જ અગત્યના નિર્ણયો પર ઝડપથી કાર્ય છે. તેમની રુચિઓ, મૂલ્યો અને મનોવલણો પણ બાહ્ય ભૌતિક વાતાવરણની વધુ અસર જોવા મળે છે.
" isDesktop="true" id="1109344" >આમ છતાં કોઈ પણ માનવી સંપૂર્ણપણે ટાઈપ એ કે ટાઈપ બી વ્યક્તિત્વ ધરાવતો હોતો નથી; પરંતુ ઉભયમુખી હોય છે. દરેક વ્યક્તિમાં બંને પ્રકારનાં વલણો હોય છે. પહેલું પ્રગટ અને સભાન હોય છે જ્યારે બીજું અપ્રગટ અને અભાન હોય છે. પ્રગટ રીતે ટાઇપ બી વલણ ધરાવનાર માનવીના ‘વ્યક્તિગત અચેતન’માં ટાઈપ એ વલણના અંશો અને પ્રગટ રીતે ટાઈપ એ વ્યક્તિત્વ ધરાવનારના અચેતન મનમાં ટાઈપ બી ના  અંશો પડેલા હોય છે, જે વર્તનમાં વચ્ચે વચ્ચે પ્રગટ થઈ જતા હોય છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Coronavirus, Saurashtra University, Survey, ગુજરાત, રાજકોટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन