Viral Video: સાંદિપની વિદ્યાનિકેતનના ઋષિ દર્દીઓને વોર્ડમાં જ આપી રહ્યા છે પોઝિટિવ ઊર્જા

Viral Video: સાંદિપની વિદ્યાનિકેતનના ઋષિ દર્દીઓને વોર્ડમાં જ આપી રહ્યા છે પોઝિટિવ ઊર્જા
કોરોના દર્દીઓને પોઝિટિવ ઊર્જા

માતાજીના ગરબા, દુહા, છંદ સંભળાવી ઇશ્વરીય શક્તિની સહાય દર્દીઓને પ્રાપ્ત થાય તે હેતુથી કોઈ પણ જાતના આર્થિક ઉપાર્જન વગર સેવાના હેતુથી ઋષિ સાગર દવે પોતાની નૈતિક ફરજ નિભાવી રહ્યા છે. 

  • Share this:
રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં જ્યારે કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ સરકારી હોય કે ખાનગી તમામ હોસ્પિટલ ફૂલ જોવા મળી રહી છે. તે સમયમાં હાલ સોશિયલ મીડિયામાં કોરોના સંક્રમિત દર્દીઓમાં સકારાત્મક ઉર્જા ફેલાવતો એક વીડિયો હાલ વાયરલ થયો છે. જે વીડિયોને સાંદિપની વિદ્યાનિકેતન પોરબંદર દ્વારા પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલ પર અપલોડ કરવામાં આવ્યો છે.

થોડા સમય પહેલા ગુજરાતની કોઈ હોસ્પિટલના દર્દીઓને હિન્દી ફિલ્મના ગીતો ગવડાવતા હોય તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયોમાં જીંદગી પ્રત્યે લોકોને આકર્ષણ જન્મે, લોકોમાં જીવવાની ચાહ પૈદા થાય તે પ્રકારના ગીતો ગવડાવવામાં આવી રહ્યા હતા.



ત્યારે સાંદિપની વિદ્યાનિકેતન કે જ્યાં ન માત્ર વૈદિક બાબતોનું જ્ઞાન આપવામાં આવે છે. પરંતુ સાથો સાથ જાણીતા ભાગવત કથાકાર એવા રમેશ ભાઈ ઓઝા અને તેમના પ્રધાન આચાર્યો અને આચાર્યો અને શિક્ષકો દ્વારા સાંદિપની વિદ્યાનિકેતનમાં અભ્યાસ કરતા તમામ ઋષિ કુમારો વિજ્ઞાનિક અને માનવીય અભિગમ દાખવે તે પ્રકારનું સિંચન કરવામાં આવે છે.

કોરોનાકાળમાં કોમી એકતા: દાહોદમાં હિન્દુ-મુસ્લિમ ભાઇઓ સાથે મળીને કરે છે અંતિમક્રિયા

ત્યારે હાલ કોરોના મહામારીના કપરા કાળમાં કોરોના સંક્રમિત દર્દીઓનો હાથ તેમના આત્મીય જન પણ છોડી દેતા હોય છે. આ સમયમાં સાંદિપનીના ઋષિ સાગર દવે હાલ ભાવનગરની હોસ્પિટલમાં મંજૂરી મેળવી દર્દીઓને સકારાત્મક ઉર્જા  પ્રાપ્ત થાય તે હેતુથી માતાજીના ગરબા સંભળાવી રહ્યા છે.

રાજકોટમાં એમ્બ્યુલન્સ, બેડ તો ઠીક હવે દર્દીઓને બાટલા ચડાવવાના સ્ટેન્ડ પણ નથી મળી રહ્યા, Viral video

તાજેતરમાં જ હાલ ચૈત્રી નવરાત્રી સંપન્ન થઈ છે. ત્યારે માતાજીના ગરબા, દુહા, છંદ સંભળાવી ઇશ્વરીય શક્તિની સહાય દર્દીઓને પ્રાપ્ત થાય તે હેતુથી કોઈ પણ જાતના આર્થિક ઉપાર્જન વગર સેવાના હેતુથી ઋષિ સાગર દવે પોતાની નૈતિક ફરજ નિભાવી રહ્યા છે.



તેમનું કહેવું છે કે, જે જીવનના સૈધાંતિક મૂલ્યો તેમને સાંદિપની ના વિદ્વાનો તેમજ ગુરુદેવ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા પાસેથી શીખ્યા છે. તે મૂલ્યો ના આધારે તેઓ ફરજ બજાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, what Mother Sandipani and his Gurudev Pujya Bhaishri Rameshbhai Oza have taught him- seek to serve all (sevārth prasthān)!
Published by:Kaushal Pancholi
First published:April 24, 2021, 12:21 pm

ટૉપ ન્યૂઝ