કોરોનાકાળમાં નર્સ પર શું અસર થઇ, તેમને સૌથી વધુ ખરાબ શું લાગે છે? રાજકોટનાં અધ્યાપકોએ કર્યો સર્વે

કોરોનાકાળમાં નર્સ પર શું અસર થઇ, તેમને સૌથી વધુ ખરાબ શું લાગે છે? રાજકોટનાં અધ્યાપકોએ કર્યો સર્વે
સતત કાર્યરત નર્સિંગ સ્ટાફને શું મનોભાર અનુભવાય છે? લોકો જ્યારે ઝઘડો કે ખોટા આરોપ મૂકે ત્યારે શું તેમની લાગણી દુભાય છે?

સતત કાર્યરત નર્સિંગ સ્ટાફને શું મનોભાર અનુભવાય છે? લોકો જ્યારે ઝઘડો કે ખોટા આરોપ મૂકે ત્યારે શું તેમની લાગણી દુભાય છે?

  • Share this:
દેશ અને વિશ્વમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે જીવન જોખમે પણ લોકોને બચાવવામાં ડોક્ટરો સાથે નર્સોની ખૂબ મોટી ભૂમિકા છે. વર્ષ 2021ના આંતરરાષ્ટ્રીય નર્સ દિવસે ફ્લોરેન્સર નાઇટિંગલને યાદ કરવા ઘટે. 201 વર્ષ પહેલાં 12 મે 1820ના ફ્લોરેન્સ નાઇટિંગલનો જન્મ થયો હતો. આજની  પરિસ્થિતી આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની યાદ અપાવે આવે છે.  કોરોના યુગમાં, ડોકટરો અને નર્સોની ભૂમિકા ખૂબ મહત્વની બની છે. આ સમયે, નર્સો દેશ અને વિશ્વની હોસ્પિટલોમાં તેમના જીવન સાથે રમી લોકોનું જીવન બચાવી રહી છે અને અન્ય સ્ટાફ દર્દીઓની સારવાર કોરોના વાયરસથી કરી રહ્યો છે. આપણે બધા જાણીએ છીએ. કે કોઈ પણ દર્દી સાથે સૌથી નજીક  હૉસ્પિટલમાં ફક્ત નર્સો છે, તેથી તેઓને સૌથી વધુ જોખમ છે.  નર્સિંગ સ્ટાફનું વિવિધ બીમારી કે ઇજા સહિતના તકલીફવાળા દર્દીઓને સારા કરવામાં ભારે યોગદાન રહે છે. જો કે દર્દીની સાર સંભાળ રાખવી, દર્દીને દવા આપી સમયસર ખોરાક આપવો આરોગ્ય સચવાય રહે તે માટે દર્દીઓની સેવા ચાકરી કરે છે.

તો સતત કાર્યરત નર્સિંગ સ્ટાફને શું મનોભાર અનુભવાય છે? લોકો જ્યારે ઝઘડો કે ખોટા આરોપ મૂકે ત્યારે શું તેમની લાગણી દુભાય છે? એ માટે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ અને અધ્યાપક ડો. ધારા દોશીએ નર્સિંગ સ્ટાફનો મનોશારીરિક મનોભાર માપવા માટે ઓનલાઇન 270 નર્સિંગ સ્ટાફ પર સર્વે કર્યો.

સર્વેના તારણો નીચે મુજબ છે.

 શું આ સમયમાં તમને કામનો થાક લાગ્યો છે?
- જેમાં 84.6% એ હા અને 15.4% એ ના કહ્યું હતું.

આ મહામારી દરમિયાન તમારી ઉપેક્ષા થઈ હોય એવું તમને લાગે છે?
-જેમાં 76.9% એ હા અને 23.1%એ ના કહ્યું હતું.

કોરોના મહામારી દરમિયાન નર્સ પ્રત્યે સમાજ વધુ પૂર્વગ્રહીત થયો છે?
જેમાં 84.6% એ હા અને 15.4%એ ના કહ્યું હતું.

તમારી જવાબદારી અને કાર્યભરની સંભાળ સમાજે લીધી છે?
જેમાં 61.5% એ ના અને 38.5% એ હા કહ્યું હતું.

કોરોનાની ડ્યુટીને કારણે ઘરના લોકોનો તમારા પ્રત્યેનો અભિગમ બદલાયો છે?
જેમાં 69.2% એ હા અને 30.8%એ ના કહ્યું હતું.

આગની વધુ એક ઘટના: ભાવનગરની હોટલમાં ચાલતા કોવિડ કેર સેન્ટરમાં આગ ભભૂકતા 70 દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડાયા

દર્દીની સારવાર દરમિયાન દબાણ નો અનુભવ કરો છે?
જેમાં 65.4% એ હા અને 34.6%એ ના કહ્યું હતું.

આ મહામારી દરમિયાન ક્યારેય એવું લાગ્યું કે હું નર્સ ન હોત તો સારું હોત
જેમાં 80.8% એ ના અને 19.2%એ હા કહ્યું.

સતત PPE કીટ પહેરી રાખવાથી સમસ્યાઓ અનુભવાય છે?
જેમાં 96.2%એ હા અને 3.8% એ ના કહ્યું હતુ.

તમારા પરિવારજનોની ચિંતા આ સમયે વધી હોય એવું લાગે છે?
જેમાં 100% એ હા જણાવ્યું હતું.

શુ તમને ક્યારેય એવો વિચાર આવ્યો કે સારવાર કરતા ક્યાંક તમને કોરોના થઈ જશે?
જેમાં 69.2% એ હા અને 30.8% એ ના જણાવ્યું હતું

શુ તમને એ ચિંતા રહે છે કે ક્યાંક તમારા કારણે તમારા પરિવારજનોને કોરોના થઈ જશે?
જેમાં 96.2% એ હા અને 3.8% એ ના કહ્યું હતું.

સતત PPE કીટ પહેરી રાખવી એ ભારરૂપ લાગે છે?
જેમાં 96.2% એ હા અને 3.8% એ ના કહ્યું હતું.

અમદાવાદનો ચેતવણીસમાન કિસ્સો: સેનેટાઇઝર ચાલુ ગેસ પર પડતા થયો ભડકો, મહિલા સળગતા થયું મોત

હોસ્પિટલથી પાછા વળતા શરીર થાક અનુભવે છે?
જેમાં 92.3% એ હા અને 7.7% એ ના કહ્યું હતું.

બીમાર પડી જવાના ભયથી કામ મૂકી દેવાની ઈચ્છા થાય છે?
જેમાં 80.8% એ ના અને અને 19.2%એ હા કહ્યું.

લોકોના ગુસ્સાનો ભોગ તમે બનો છો?
જેમાં 88.5% એ હા અને 11.5% એ ના કહ્યું હતું.

લોકો જ્યારે કોઈ ખોટા આરોપ મૂકે ત્યારે ભય કે ગભરામણ થાય છે?
જેમાં 69.2% એ હા અને 30.8% એ ના કહ્યું હતું.

સતત કાર્યની ધૂનમાં રહેવાથી માથું કે શરીર ભારે થઈ જાય છે?
જેમાં 100% એ હા કહ્યું હતું.

International Nursing Day: 'દર્દી જયારે સાજો થઈ હસતો રમતો ઘરે જાય તે ક્ષણ જીવનની સૌથી શ્રેષ્ઠ ક્ષણ છે'

એક લેડી નર્સ તરીકે તમને કોઈ ગાયનેક સમસ્યા હોય ત્યારે તકલીફ અનુભવાય છે?
જેમાં 76.9% એ હા અને 23.1% એ ના કહ્યું હતું

જ્યારે કોઈ દર્દીને ન બચાવી શકો ત્યારે રડવું આવે કે અફસોસ થાય છે?
જેમાં 84.6% એ હા અને 15.4% એ ના કહ્યું.એક નર્સ તરીકે તમારા અનુભવો, તમને થતી મૂંઝવણ,લોકોને શુ અપીલ કરશો?
એક નર્સ તરીકે હું એટલું કહીશ કે, અમે પણ માણસ છીએ. જ્યારે કોઈ વ્યક્તિ અમારી સાથે ખોટું કે ઉદ્ધત વર્તન કરે ત્યારે દુઃખ થાય છે. સતત કાર્ય કરવાથી અમને પણ ક્યારેક સ્ટ્રેસ થાય છે. તો જો શાંતિથી વર્તન કરવામાં આવે તો અમને પણ હિંમત મળે.એક લેડી તરીકે ઘણા પ્રોબ્લેમ જે શારીરિક હોય છે તેની અસર ખૂબ થતી હોય છે. જેમ કે જ્યારે પીરિયડ્સ શરૂ હોય ત્યારે ગરમીના માહોલમાં સતત PPE કીટ પહેરવી એ ખૂબ અઘરી હોય છે તો પણ હસતા હસતા બધું કરીએ છીએ બસ અમને સહકાર આપો. આવતા ભવે પણ નર્સ બની સેવા કરવાની ઈચ્છા છે
Published by:Kaushal Pancholi
First published:May 12, 2021, 11:01 am

ટૉપ ન્યૂઝ