Home /News /gujarat /

રાજકોટ: કોરોના કહેર વચ્ચે શાળા કોલેજો બંધ પરંતુ પ્લે હાઉસ ચાલુ! સંચાલકની ધરપકડ

રાજકોટ: કોરોના કહેર વચ્ચે શાળા કોલેજો બંધ પરંતુ પ્લે હાઉસ ચાલુ! સંચાલકની ધરપકડ

બી ડિવિઝન પોલીસ દ્વારા પ્લે હાઉસના સંચાલક કેતન પટેલ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બી ડિવિઝન પોલીસ દ્વારા પ્લે હાઉસના સંચાલક કેતન પટેલ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    ગુજરાતભરમાં (Gujarat) કોરોના વાયરસનો (coronavirus) કહેર પ્રવર્તી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્યો બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ (Rajkot) શહેરમાં લિટલ લોર્ડ્સ નામનું પ્લે હાઉસ (play house) ચાલુ રાખવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. આ પ્લે હાઉસમાં નાના નાના 25 બાળકોને બોલાવવામાં આવ્યા હતા. જ્યાં કોરોનાની ગાઇડલાઇન્સનું (coronaguidlines) પણ પાલન કરવામાં આવ્યું ન હતું. હાલ સોશિયલ મીડિયામાં (social media) આ પ્લે હાઉસમાં બાળકોને સાથે બેસાડ્યાનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જે બાદ બી ડિવિઝન પોલીસ દ્વારા પ્લે હાઉસના સંચાલક કેતન પટેલ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    સંચાલકની ધરપકડ

    પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન લિટલ લોર્ડસ પ્લે હાઉસની આસપાસ અવરજવર દેખાતી હતી. જેથી પોલીસે અંદર જઇને તપાસ કરતા આ આખો મામલો સામે આવ્યો હતો. સરકારની કોરોના ગાઇડલાઇનનું પાલન કરવામાં ન આવતા પ્લે હાઉસનાં સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સંચાલકનું નામ કેતનભાઇ પટેલ છે. તે લોર્ડ વિલ્લા મકાન 1, તપોવન સોસાયટી, અમીન માર્ગ, રાજકોટમાં રહે છે.



    ગુજરાતમાં પ્રવેશવા માટે RT-PCR નેગેટિવ રિપોર્ટ જરૂરી, પહેલી એપ્રિલથી તમામ પ્રવાસીઓ માટે થશે લાગૂ

    વાલીઓની કોઇ જવાબદારી નથી?

    જોકે, આ મામલામાં જેટલી બેદરકારી સંચાલક અને પ્લે હાઉસની છે તેટલી જ બેદરકારી બાળકોના માતાપિતાની પણ છે. હાલ જ્યારે શાળા અને કોલેજો બંધ રાખવામાં આવી છે ત્યારે નાના બાળકોનો જીવ જોખમમાં કેમ મૂકવામાં આવે છે. એક જ રૂમમાં 25 બાળકો અને ત્રણ શિક્ષિકાઓ દેખાઇ રહ્યા હતા. જેમાંથી કોઇએ પણ માસ્ક પહેર્યું નથી કે નથી કોઇ સોશિયલ ડિસ્ટન્સ જળવાયું.



    હજીરાથી દીવ વચ્ચે શરૂ થશે ક્રૂઝ, જાણી લો તેનું ભાડું, સમય અને સુવિધા

    રાજ્યમાં 30મી માર્ચે કોરોના વાયરસના 2220 કેસ નોંધાયા છે. જે રાજ્યમાં 1988 દર્દી સાજા થયા છે જ્યારે કુલ 10 દર્દીનાં મોત પણ થયા છે. અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 2,88,565 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જ્યારે રાજ્યનો રિકવરી દર 94.51 ટકા છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અમદાવાદમાં 613, સુરતમાં 6964, વડોદરામાં 257, રાજકોટમાં 207, ભાવનગરમાં 58, નર્મદામાં37, જામનગરમાં 46, ગાંધીનગરમાં 51,મહીસાગરમાં 25, ખેડામાં 24, પાટણમાં 23, દાહોદમાં 22, મોરબીમાં 21, અમરેલીમાં 20, પંચમહાલમાં 20, આણંદમાં 18, કચ્છમાં 17, સાબરકાંઠામાં 16, સુરેન્દ્રનગરમાં14, ભરૂચમાં 13, વલસાડમાં 13, છોટાઉદેપુરમાં 8, અરવલ્લીમાં 7. દેવભૂમિ દ્વારકામાં 5, જૂનાગઢમાં 9, તાપીમાં 5, બનાસકાઠામાં 3, ગીરસોમનાથમાં 3, નવસારીમાં 2, પોરબંદરમાં 2, બોટાદમાં 1 અને કુલ 2220 કેસ નોંધાયા છે. જ્યારે આજે કુલ 1988 દર્દી સાજા થયા છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Coronavirus, Viral, ગુજરાત, રાજકોટ

    આગામી સમાચાર