કોરોનાથી રાજકોટની હાલત પણ ખરાબ: દર્દીઓથી હોસ્પિટલો ભારઇ ગઇ, નવી હોસ્પિટલોને મંજૂરી આપવાની તૈયારી

કોરોનાથી રાજકોટની હાલત પણ ખરાબ: દર્દીઓથી હોસ્પિટલો ભારઇ ગઇ, નવી હોસ્પિટલોને મંજૂરી આપવાની તૈયારી
પ્રતીકાત્મક તસવીર

  • Share this:
રાજકોટ શહેરની (Rajkot) સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) કોરોના સંક્રમિત (coronavirus) દર્દીઓને વધુ પ્રમાણમાં સારવાર મળી રહે તે માટે જુદા જુદા ત્રણ વોર્ડમાં વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તો સાથેજ કલેકટર દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોશિએશનના સભ્યો સાથે બેઠક યોજી હતી. જે બેઠકમાં નવી કોવિડ હોસ્પિટલ ને મંજૂરી આપવા બાબતેની તૈયારી પણ દર્શાવવામાં આવી છે.

રાજકોટ શહેરમાં નવા 283 અને ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 28 કેસ આવતા કુલ 311 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંક 28,083 થયો છે. તંત્ર દરરોજ નવી હોસ્પિટલ શરૂ કરવા માટે દબાણ કરી બેડ વધારે છે પણ બેડ વધે છે તેની બમણી ગતિએ દર્દીઓ પણ વધી રહ્યા છે. રાજકોટમાં હાલ 1900 બેડની ક્ષમતા થઈ હોવા છતાં માત્ર 444 બેડ ખાલી રહ્યા છે. જ્યારે એક્ટિવ કેસની વાત કરીએ તો શહેર અને જિલ્લામાં 1735 એક્ટિવ કેસ છે જોકે જે લોકોએ 10 દિવસ પૂરા કર્યા છે તેમને એક્ટિવ કેસમાંથી બહાર તો કાઢી દે છે પણ 14 દિવસ ન થાય ત્યાં સુધી ક્વૉરન્ટીન રાખે છે.24 કલાકમાં coronaનાં રેકોર્ડબ્રેક 3160 નવા કેસ, 15 દર્દીનાં મોત, અમદાવાદ- સુરતમાં 'વિસ્ફોટ'

બીજીતરફ ગોંડલના ભુણાવા ગામમાં કોરોનાના ત્રણ કેસ આવવાની સાથે જ કોરોના મહામારી સામે ગ્રામજનોનું સ્વાસ્થ્ય જોખમાય નહિ તે માટે ભુણાવા ગામે સ્વૈચ્છિક દસ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. 10 દિવસ માટે જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પણ ઉપલબ્ધ કરી લેવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કોરોનાની બીજી લહેરને કાબુમાં લેવા સરકારી અને આરોગ્ય તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે. ત્યારે તેને સહકાર આપવાના ભાગરૂપે અને ગ્રામજનોનું સ્વાસ્થ્ય જોખમાઈ નહીં તેવા શુભ હેતુથી ગોંડલ તાલુકાના ભુણાવા ગામના સરપંચ અને જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા દ્વારા તાકીદે ગ્રામજનો સાથે મિટિંગનું આયોજન કરાયું હતું તેમાં સર્વાનુમતે દસ દિવસ સ્વેચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ગામમાં દસ દિવસ દરમિયાન જરૂરી ચીજ વસ્તુઓની અછત ન સર્જાય તે માટે ચીજવસ્તુઓ પણ ઉપલબ્ધ કરી લેવામાં આવી હોવાનું અંતમાં જણાવાયું હતું.

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં આ તારીખથી પડશે કાળઝાળ ગરમી, વાતાવરણમાં આવશે પલટો

આ સાથે ભુણાવાના ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી કે, લોકોએ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું, માસ્ક પહેરી રાખવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને શરદી તાવ કે ઉધરસ જેવા લક્ષણો વર્તાય તો તાકીદે સારવાર મેળવી લેવી. જેથી ગામમાં કોરોનાનો પ્રવેશ ન થઈ શકે, લુણાવા ગામમાં બહારગામથી આવતા કોઇ ફેરીયાઓએ પ્રવેશ ન કરવો તેમજ ગ્રામજનોને ફરજિયાત પણે બહાર આવવા જવાનું થાય તો ગ્રામ પંચાયતને જાણ કરવાની રહેશે જેની નોંધ લેવા અંતમાં જણાવાયું હતું.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં કોરોના એ વિસ્ફોટ સર્જ્યો છે. છેલ્લા 24 કલાકમાં 16 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓના મોત નીપજી ચૂક્યા છે જે તમામ દર્દીઓના મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. બીજી તરફ કોરોના વાયરસ ના પોઝિટિવ કેસમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:April 06, 2021, 06:58 am

ટૉપ ન્યૂઝ