રાજકોટમાં કાળમુખો કોરોનાનો કહેર! 24 કલાકમાં 24 કોરોના સંક્રમિત દર્દીઓના નીપજ્યા મોત

રાજકોટમાં કાળમુખો કોરોનાનો કહેર! 24 કલાકમાં 24 કોરોના સંક્રમિત દર્દીઓના નીપજ્યા મોત
તસવીર: Shutterstock

ગઈકાલે 24 કલાક દરમિયાન 19 કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુ નિપજયા હતા. જે પૈકી ડેટ ઓડિટ કમિટી દ્વારા 19 પૈકી 2 દર્દીના મૃત્યુ કોરોનાથી થયા હોવાનું ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે

  • Share this:
રાજકોટ શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓનો મૃત્યુઆંક દિવસે અને દિવસે વધી રહ્યો છે. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 24 કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે દર્દીઓના મૃત્યુ અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઈકાલે 24 કલાક દરમિયાન 19 કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુ નિપજયા હતા. જે પૈકી ડેટ ઓડિટ કમિટી દ્વારા 19 પૈકી 2 દર્દીના મૃત્યુ કોરોનાથી થયા હોવાનું ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે. મંગળવારના રોજ રાજકોટ શહેરમાં ઐતિહાસિક રેકોર્ડ બ્રેક કોરોના પોઝિટિવ વાયરસના કેસ નોંધાવા પામ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજકોટ શહેરમાં 321 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક 20,607 પર પહોંચ્યો છે.

ત્યારે કોરોના સંક્રમણમાં હવે ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કૌટુંબિક જનોનો પણ સમાવેશ થઈ રહ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ભાઈ લલિતભાઈ રૂપાણી અને તેમનો પરિવાર કોરોના સંક્રમિત થયો હોવાનું મંગળવારના રોજ સામે આવ્યું હતું. પરિવારના અનિમેષ રૂપાણી સહિતના પાંચ જેટલા સભ્યો કોરોના પોઝિટિવ થતા હોમ આઇસોલેટમાં રાખવામાં આવ્યા છે.બીજી તરફ મંગળવારના રોજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભાવનગર 65, જામનગર 81, સુરેન્દ્રનગર 12 સહિત રાજ્યમાં 17348 જેટલા કેસ એક્ટિવ હોવાનું જણાવ્યું હતું.

પાટણ: પાંચ સંતાનોની માતાને મોટાભાઇએ ત્રણ લાખમાં વેચી, કહ્યું 'તારે લગ્ન કરી રાજસ્થાન જવાનું છે'

રાજકોટ શહેરમાં મંગળવારના રોજ રેકોર્ડ બ્રેક કોરોના વાયરસના કેસ નોંધાયા છે. 321 જેટલા કોરોનાવાયરસના કેસ નોંધાયા છે. બીજી તરફ શહેરમાં તેમજ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુઆંકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કલેકટર કમિશનર દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. જે બેઠકમાં નવી કોવિડ હોસ્પિટલ તેમજ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટેની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી.

વડોદરા: Covid પોઝિટિવ ગ્રાહક અચાનક ઢળી પડતા દુકાનદારે બચાવ્યો જીવ, Video CCTVમાં કેદ

ત્યારે સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે જણાવ્યું હતું કે, હાલ રાજકોટમાં રોજના 6000થી 6500 સુધી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. લોકોને કોઇપણ પ્રકારની હાલાકી ન પડે તે માટે હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા હાલ થ્રી ટી કન્સેપ્ટ અમલી બનાવવામાં આવ્યો છે.જે અંતર્ગત ટેસ્ટ, ટ્રેસ તેમજ ટ્રીટનો કન્સેપ્ટ અપનાવવામાં આવ્યો છે. રાજકોટમાં જેટલા પણ કોરોના સંક્રમિત દર્દીઓ એસીપ્મટોમેટીક તેમજ માઈલ્ડ લક્ષણો ધરાવે છે તે તમામ દર્દીઓને મનપા દ્વારા ઘરે જઈ રોજિંદુ ચેકઅપ હાથ ધરવામાં આવે છે. તેમને દવા સહિતની ચીજવસ્તુઓ પણ આપવામાં આવે છે. રાજકોટ શહેરમાં રોજના 13000 થી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.
Published by:Kaushal Pancholi
First published:April 07, 2021, 14:43 pm