રાજકોટમાં એમ્બ્યુલન્સ, બેડ તો ઠીક હવે દર્દીઓને બાટલા ચડાવવાના સ્ટેન્ડ પણ નથી મળી રહ્યા, Viral video

રાજકોટમાં એમ્બ્યુલન્સ, બેડ તો ઠીક હવે દર્દીઓને બાટલા ચડાવવાના સ્ટેન્ડ પણ નથી મળી રહ્યા, Viral video
કલેકટર દ્વારા જાહેરાત કરવામાં આવતાની સાથે જ શાપર તેમજ મેટોડા જીઆઇડીસી ખાતે આવેલ ઓક્સિજન યુનિટની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.

કલેકટર દ્વારા જાહેરાત કરવામાં આવતાની સાથે જ શાપર તેમજ મેટોડા જીઆઇડીસી ખાતે આવેલ ઓક્સિજન યુનિટની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.

  • Share this:
રાજકોટ (Rajkot) શહેરની સિવિલ કોવિડ હોસ્પિટલમાં (Civil covid Hospital) દર્દીઓને ભરતી કરાવવા માટે કલાકો સુધી ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં રાહ જોવી પડી રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા ચૌધરી હાઇસ્કુલ ખાતે 200 ઓક્સિજનયુક્ત બેડની વ્યવસ્થા કરવા માટે ડોમની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ જ્યાં સુધી ડોમ ઉભો ન થાય ત્યાં સુધી ચૌધરી હાઇસ્કુલ ખાતે એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનોમાં રહેલા દર્દીઓને સારવાર આપવી જરૂરી છે. ત્યારે સમયસર સારવાર ન મળતાં કેટલાક દર્દીઓના 108 તેમજ ખાનગી વાહનોની અંદર જ મૃત્યુ થતાં હોવાના પણ અનેક બનાવો અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે.

કોરોના મહામારીના કારણે હાલ કેટલાય લોકો એવા છે કે, જેમને 108 અથવા તો ખાનગી એમ્બ્યુલન્સ નથી મળી રહી છે. જેના કારણે લોકોએ પોતાના દર્દીને ખાનગી કારમાં હૉસ્પિટલ સુધી પહોંચાડવાની ફરજ પડી રહી છે. ત્યારે શનિવારના રોજ ચૌધરી હાઇસ્કુલ ખાતેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.રાજકોટમાં ટોસીલીઝૂમેબ કાંડ: ભાજપના ફરાર નેતા 15 દિવસમાં નહિ ઝડપાય તો ભાગેડુ જાહેર કરી મિલકત કબજે કરાશે

કોરોના મહામારી સામે તંત્ર વામણું સાબિત થઇ રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. તંત્ર વામણું સાબિત થતા લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દર્દીને બાટલો ચડાવવા માટે પરિવારજનોને સ્ટેન્ડ ન મળતા પરિવારે જુગાડ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો હાલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.  જેમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, દર્દીના પરિજનોએ કારના ઉપરના ભાગે ખુરશી રાખી તેમાં બાટલો લગાવ્યો છે અને દર્દીની સારવાર થઇ રહી છે.

બનાસકાંઠા: બાળકને જન્મ આપ્યા બાદ કોરોનાગ્રસ્ત માતાનું મોત, પરિવાર વિખેરાયોહાલ લોકોને સમયસર 108 તેમજ ખાનગી એમ્બ્યુલન્સ નથી મળી રહી. તો બીજી તરફ હવે બાટલો ચડાવવા માટેનું સ્ટેન્ડ પણ ન મળી રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ચૌધરી હાઇસ્કુલ ખાતેનો વાયરલ થયેલો વીડિયો તંત્રના દાવાની પોલ ખોલી રહ્યો છે.

ચોક્કસથી સિવિલ હોસ્પિટલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ચૌધરી હાઇસ્કુલ ખાતે 200 ઓક્સિજનયુક્ત બેડની વ્યવસ્થા કરવામાં આવશે. જે બાબતે હાલ ડોમ ઊભું કરવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ જ્યાં સુધી ડોમ ઊભો ન થાય ત્યાં સુધી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો એ કેટલાક તબીબો તેમજ નર્સિંગ સ્ટાફને ચૌધરી હાઇસ્કુલ ખાતે ફરજ ઉપર મુકવાની તાતી જરૂર છે. જેથી કરીને દર્દીઓને જે કંઈપણ સંસાધનો સારવાર માટે જોતા હોય તે સંસાધનો ચૌધરી હાઇસ્કુલ ખાતે જ તેમને મળી રહે.ઉલ્લેખનીય છે કે લોકોને હાલ ઓક્સિજન મેળવવા માટે પણ લાંબી કતારોમાં ઊભું રહેવું પડી રહ્યું છે. શુક્રવારના રોજ રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે નિર્ણય અંતર્ગત જેટલા પણ કોરોના સંક્રમિત દર્દીઓ ઘરે સારવાર લઇ રહ્યા છે. તેમને પણ ઓક્સિજન નો બાટલો તેમજ ઓક્સિજન મળી રહે તે માટે સાપર વેરાવળ ખાતે આવેલ જયદીપ ઓક્સિજન પ્રાઇવેટ લિમિટેડ તેમજ મેટોડા જીઆઇડીસી ખાતે આવેલ યુનિટ પરથી ઓક્સિજન મળશે તેની જાહેરાત કરી હતી. ત્યારે કલેકટર દ્વારા જાહેરાત કરવામાં આવતાની સાથે જ શાપર તેમજ મેટોડા જીઆઇડીસી ખાતે આવેલ ઓક્સિજન યુનિટની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.
Published by:Kaushal Pancholi
First published:April 24, 2021, 11:54 am

ટૉપ ન્યૂઝ