રાજકોટ શહેરમાં (Rajkot) દિવસેને દિવસે કોરોનાના કેસોમાં (corona cases) વધારો થઈ રહ્યો છે તેની સામે મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે પરંતુ રાજકોટ શહેરની બીજી એક હકીકત એ પણ બહાર આવી છે કે લોકો હજી પણ બેદરકાર થઇ રહ્યા છે પોલીસ અને કોર્પોરેશન ની ટીમલી ચેકિંગ દરમિયાન આજે પણ મોટાભાગના લોકો માસ્તર જોવા મળી રહ્યા છે. બજારોમાં પણ વેચવાલી જોવા મળી રહ્યા છે અને તેને કારણે કદાચ હજી પણ આવનારા દિવસોમાં પરિણામો આવી શકે છે.
કોરોના વાયરસનું સંક્રમણ હાલમાં ખુબ જ વધેલુ છે. બાળકો પણ સંક્રમિત થવા માંડ્યા છે. સિવિલ અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ફુલ છે. સંક્રમણ અટકાવવા લોકોએ સ્વૈચ્છીક જાગૃત બનવું જરૂરી છે. હાલત ગંભીર છે ત્યારે લોકોએ પણ થોડુ ગંભીર બની માર્ગદર્શિકાઓનું ગંભીરતાથી પાલન કરવું અત્યંત જરૂરી છે. જોકે આમ છતાં ઘણા લોકો માસ્કને મહત્વનું સમજતાં નથી.
ગઇકાલે એક જ દિવસમાં પોલીસે માસ્ક વગર નીકળેલા 827 લોકોને પકડી લઇ રૂપિયા 8,27,000નો દંડ વસુલ કર્યો છે. ગઇકાલે જાહેરનામા ભંગના પોલીસે 149 કેસ નોધ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ ભંગના 28 કેસ પણ કર્યા હતાં. તો જાહેરમાં થુંકનારા 21 લોકોને પકડીને રૂપિયા 10500 નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. 23 મીની સાંજના આઠથી આજ 24 મીના સવારના 6 સુધીમાં કર્ફયુ ભંગ કરવાના 115 કેસ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચના મુજબ એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવી, એસઓજી પીઆઇ આર. વાય. રાવલ અને ક્યુઆરટીની ટીમોએ કર્ફયુ સમયે મહત્વના પોઇન્ટ પર પહોચી ચેકીંગ કર્યુ હતું અને ફરજ પરના સ્ટાફને સુચના તથા માર્ગદર્શન આપ્યું હતું.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સતત શહેરની જનતાને કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવા અને તંત્રવાહકોને સહકાર આપવા અનુરોધ કરી રહ્ય છે. તેમણે જણાવ્યું હતું કે શહેરની જનતાની સુરક્ષા માટે પોલીસ ખડેપગે છે. ગઇકાલની પોલીસે કોરોના અંતર્ગત જે કામગીરી કરી છે તે જોતાં લાગે છે કે સંક્રમણ વધ્યું છે છતાં લોકો જાહેરમાં બેદરકારી દાખવતા મળી આવે છે. આ બાબત ખુબ જ ચિંતાજનક કહી શકાય. લોકો માર્ગદર્શિકાનું કડક પાલન નહિ કરે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.
લોકોએ પોતાની અને પોતાના સ્વજનોની સુરક્ષાનો પણ વિચાર કરવો જરૂરી છે. જરૂર ન હોય તો બહાર ન નીકળો, નીકળવું જ પડે એમ હોય તો માસ્ક ફરજીયાત પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, સેનેટાઇઝર-સાબુનો ઉપયોગ કરો, હાથ ધોતાં રહો અને જાહેરમાં થુંકવાનું ટાળો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર