રાજકોટમાં કોરોના વાયરસની સારવારમાં વપરાતા ઇન્જેક્શનના બોગસ બિલિંગનું કૌભાંડ ઝડપાયું, બેની ધરપકડ


Updated: September 28, 2020, 7:12 AM IST
રાજકોટમાં કોરોના વાયરસની સારવારમાં વપરાતા ઇન્જેક્શનના બોગસ બિલિંગનું કૌભાંડ ઝડપાયું, બેની ધરપકડ
કોરોના મહામારીના કપરા સમયમાં કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર માટે આપવામાં આવનાર જુદા જુદા ઇન્જેક્શનનાં કાળા બજાર થતો હોવાનું સામે આવ્યું છે. 

કોરોના મહામારીના કપરા સમયમાં કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર માટે આપવામાં આવનાર જુદા જુદા ઇન્જેક્શનનાં કાળા બજાર થતો હોવાનું સામે આવ્યું છે. 

  • Share this:
રાજકોટ શહેર તેમજ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના વાયરસનો કેર યથાવત્ જોવા મળી રહ્યો છે. બીજી તરફ મૃત્યુઆંક પણ સતત વધતો જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં તેમજ જિલ્લાની અંદર રોજના દોઢસો જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે કોરોના મહામારીના કપરા સમયમાં કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર માટે આપવામાં આવનાર જુદા જુદા ઇન્જેક્શનનાં કાળા બજાર થતો હોવાનું સામે આવ્યું છે.

ઇન્જેકશનનું બોગસ બિલિંગ કૌભાંડ

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોરોના વાયરસમાં વપરાતા ઇન્જેકશનનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. કોવીફોર 100 એમજી ઇન્જેક્શનનું 4.54લાખનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા થીયોસ ફાર્માસ્યુટિકલના સંચાલક સચિન પટેલ તેમજ ઝાયડસ કેડીલા કંપનીના સૌરાષ્ટ્રના એમઆર રજનીકાંત ફળદુની ધરપકડ કરી છે. સમગ્ર મામલે ઇન્જેક્શનનો જથ્થો કોને વેચવામાં આવ્યો છે તે અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



કઈ રીતે સમગ્ર કૌભાંડ થયું ઉજાગર

રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેરના મોટીટાંકી ચોક પાસે આવેલી વેદાંત હોસ્પિટલના ડોકટર અનવરભાઈ કોઠીયાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જે પૂછપરછમાં ફૂડ એન્ડ ડ્રગના અધિકારી દ્વારા થિયોસ ફાર્માસ્યુટિકલ પાસેથી કોવિફોર 100 એમ.જી ઇન્જેક્શન ખરીદ કરેલ છે કે કેમ તે અંગે પૂછપરછ કરી હતી. જે બાદ હોસ્પિટલ ખાતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાતા ઇન્જેક્શનનો જથ્થો થીયોસ ફાર્માસ્યુટિકલ પાસેથી ખરીદ કરવામાં ન આવ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. જે મામલે વેદાંત હોસ્પિટલના ડોકટર કોઠિયા દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા થીયોસ ફાર્માસ્યુટિકલના સંચાલક તેમજ ઝાયડસ કેડિલા કંપનીના એમ.આર.વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હાલ ક્રાઈમ બ્રાન્ચ તે દિશામાં તપાસ કરી રહી છે કે, આખરે બોગસ બિલ બનાવીને આરોપીઓ દ્વારા ઇન્જેક્શનનો જથ્થો કોને વેચવામાં આવ્યો છે, કેટલા રૂપિયામાં વેચવામાં આવ્યું છે. આરોપીઓ દ્વારા કાળાબજારી કરવામાં આવતી હતી કે કેમ તે સહિતની બાબતો અંગે ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓની પૂછપરછ કરી રહી છે.આ પણ જુઓ - 



remdesivir નામના ઇન્જેક્શનની કાળાબજારીમાં પાંચની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક જ દિવસમાં બે ગુના દાખલ કરવામાં આવ્યા છે. પ્રથમ ગુનામાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે વપરાતા remdesivir નામના ઇન્જેક્શન ની કાળાબજારી થતા હોવાના મામલે દેવયાની ચાવડા સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ દ્વારા 4800 રૂપિયાની મૂળ કિંમતના ઇન્જેક્શન દસ દસ હજાર રૂપિયામાં વેચવામાં આવતા હતા. આ કેસ અંતર્ગત પાંચ આરોપીઓ પૈકી મુખ્ય આરોપી હિંમતભાઈ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં રોજમદાર તરીકે છેલ્લા દસ મહિનાથી નર્સિંગ વિભાગમાં કાર્યરત હોવાનું પણ ખૂલ્યું છે. આમ શહેરમાં થતા ઇન્જેક્શન મામલે કાળા બજારીનું પગેરું સરકારી હોસ્પિટલ સુધી પણ પહોંચ્યું છે. ત્યારે સમગ્ર મામલે અન્ય કોઈ હોસ્પિટલના કર્મચારીની ભૂમિકા સામે આવે છે કે કેમ તેમજ remdesivirનો જથ્થો ઉપલબ્ધ કરાવનાર દવાની એજન્સીની ભૂમિકા સામે આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું છે.

આ પણ વાંચો - કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનનો હર્ડ ઈમ્યૂનિટીથી ઈન્કાર, કહ્યું, ભારત દેશ હજી ઘણો દૂર
Published by: Kaushal Pancholi
First published: September 28, 2020, 7:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading