રાજકોટમાં વધતા કોરોનાનું સંક્રમણને કારણે રાત્રીના 9થી સવારના 5 વાગ્યા સુધી કફર્યું લાદવાની માંગ


Updated: September 27, 2020, 2:11 PM IST
રાજકોટમાં વધતા કોરોનાનું સંક્રમણને કારણે રાત્રીના 9થી સવારના 5 વાગ્યા સુધી કફર્યું લાદવાની માંગ
રાજકોટ શહેર અને જીલ્લામાં કોરોના મહામારીની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે.

રાજકોટ શહેર અને જીલ્લામાં કોરોના મહામારીની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે.

  • Share this:
રાજકોટ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાના પોઝિટિવ કેસો આવી રહ્યા છે તેની સામે કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના મોત પણ થઈ રહ્યા છે આવા સમયે લોકોએ આની ગંભીરતા સમજવી ખૂબ જરૂરી બની ગયું છે. ત્યારે રાજકોટ શહેર અને જીલ્લામાં કોરોના મહામારીની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. જેનું સંક્રમણ રોકવા રાજકોટ શહેર અને જીલ્લામાં રાત્રે 9થી સવારે 5 સુધી સ્વૈચ્છિક કફર્યું લાદવાની માંગ ઉઠી છે.

જેના અનુસંધાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના ચેરમેન રમેશભાઇ વી. ટીલાળા અને પ્રમુખ.કિશોરભાઇ કે. પટેલે માંગણી કરી છે. મહત્વનું છે કે, જે રીતે રાજકોટમાં દરરોજ સરેરાશ 90 થી 100  જેટલા પોઝિટિવ કેસ આવી રહ્યા છે. ઉપરાંત 25 જેટલા દર્દીઓના મોત પણ થાય છે. ત્યારે લોકો વધુ પ્રમાણ માં એકઠા થાય નહિ અને નિયમોનું પાલન કરે તે પણ જરૂરી છે.

અનલોકને કારણે ધંધા રોજગાર શરૂ થઈ ચૂક્યા છે પણ રાત્રીના સમયે લોકોને મોટાભાગે કઈ કામ હોતું નથી, ઘણા લોકો રાત્રીના સમયે બિનજરૂરી બહાર નીકળતા હોય છે ત્યારે હવે શાપર વેરાવળ એસો. દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખી રાતના 9 થી સવારે 5 સુધી કરફ્યુ લગાડવા અપીલ કરી છે. પત્રમાં જણાવ્યું છે કે, રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેથી પહેલાની જેમ સ્વૈઇચ્છીક રાત્રી કરફ્યુ લગાડી દેવું જોઈએ જેથી કોરોનાનું સંક્રમણ અટકી શકે.

આ પણ જુઓ - આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે શનિવારે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરતમાં 297, અમદાવાદમાં 195, રાજકોટમાં 168, વડોદરામાં 136, જામનગરમાં 110, મહેસાણામાં 48, કચ્છમાં 48, બનાસકાંઠામાં 37, જૂનાગઢમાં 36, પાટણમાં 35, અમરેલીમાં 32 સહિત કુલ 1417 કેસ નોંધાયા છે.આ પણ વાંચો - કચ્છ : રાપરમાં જૂથ અથડામણ, પિતા-પુત્ર અને ભત્રીજા પર જીવલેણ હુમલો, રેતીચોરોએ ખેલ્યો ખૂની ખેલ
Published by: Kaushal Pancholi
First published: September 27, 2020, 2:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading