રાજકોટ કૉંગ્રેસ ઉમેદવારનો ભાજપ પર આરોપ, ફોર્મ પાછું ખેંચવા કરાઇ 10 લાખની ઓફર, ના પાડી તો આપી જાનથી મારવાની ધમકી

રાજકોટ કૉંગ્રેસ ઉમેદવારનો ભાજપ પર આરોપ, ફોર્મ પાછું ખેંચવા કરાઇ 10 લાખની ઓફર, ના પાડી તો આપી જાનથી મારવાની ધમકી
મહિલા ઉમેદવાર સોનલબેન બગડા

ફોર્મ પરત ખેંચવા ઇનકાર કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ મહિલા ઉમેદવાર સોનલબેન બગડા દ્વારા કરવામાં આવ્યો છે.

  • Share this:
રાજકોટ જિલ્લા પંચાયતની (Rajkot Jilla Panchayat) દડવી બેઠકના (Dalvi) કૉંગ્રેસના મહિલા ઉમેદવાર (congress woman candidate) સોનલ રાજેશભાઇ બગડાને ફોર્મ પરત ખેંચવા ધમકી આપી રૂપિયા 10 લાખની ઓફર કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગત તારીખ 14 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રીના ભાજપના (BJP) 3 માણસો ઉમેદવારના ઘરે જઇ રૂપિયા 10 લાખની ઓફર કરી ફોર્મ પરત ખેંચવા કહ્યું હતું. જોકે, ફોર્મ પરત ખેંચવા ઇનકાર કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ મહિલા ઉમેદવાર સોનલબેન બગડા દ્વારા કરવામાં આવ્યો છે.

પોલીસે ફરિયાદ ન લેતા કરી અનશનની માંગસોનલબેનના જણાવ્યા મુજબ, ધમકી મળતા તરત ઉમેદવાર વહેલી સવારે 4 વાગ્યે જામકંડોરણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ પોલીસે તેઓની ફરિયાદ લીધી ન હતી. જેના કારણે મહિલા ઉમેદવાર જિલ્લા કલેકટર પાસે અનશનની માંગ કરી છે. રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો છે અને આ 36 બેઠકો માટે ભાજપ કૉંગ્રેસ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી ઉમેદવારી પત્રક નોંધાવી છે અને આજે આ ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ છે. જેમાં અપક્ષ ઉમેદવાર સહિત કુલ 3 ફોર્મ રદ થવાની શકયતા જોવાઇ રહી છે.

સીએમ રૂપાણીની મદદ ન ભૂલ્યો આ નાનો ભૂલકો, હૉસ્પિટલ પહોંચી ગયો ખબર પૂછવા

રાજકોટ જિલ્લા પંચાયત કૉંગ્રેસને ફાળે છે

મહત્વનું છે કે, હાલ રાજકોટ જિલ્લા પંચાયત કૉંગ્રેસને ફાળે છે અને કોંગ્રેસ પોતાની સત્તા ટકાવી રાખવા તેમજ ભાજપ સત્તા પરિવર્તન માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આવા સમયે કૉંગ્રેસના ઉમેદવારનો ઓડિયો વાયરલ થતાં રાજકારણમાં ચકચાર જાગી છે.વસંત પંચમીમાં બની રહ્યાં છે બે ખાસ સંયોગ, માતા સરસ્વતીના આશિષ મેળવવા કરો આ રીતે પૂજા

નોંધનીય છે કે, ગઇકાલે એટલે રવિવારે કૉંગ્રેસ નેતા ડૉક્ટર હેમાંગ વસાવડાએ જણાવ્યુ હતુ કે, ઈવીએમમાં ભાજપનું નિશાન મોટું રાખવામાં આવ્યુ છે. ચૂંટણી પંચ ભાજપના દોરી સંચાર હેઠળ કામ કરી રહ્યુ છે. આ મામલે કોંગ્રેસે કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી હતી.
Published by:Kaushal Pancholi
First published:February 15, 2021, 14:13 pm

ટૉપ ન્યૂઝ