રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં દાખલ દર્દીના પુત્રને અજાણ્યા શખ્સને મોબાઈલ આપવો ભારે પડ્યો, જાણો આખી ઘટના

રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં દાખલ દર્દીના પુત્રને અજાણ્યા શખ્સને મોબાઈલ આપવો ભારે પડ્યો, જાણો આખી ઘટના

  • Share this:
રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ માં આશિષ નામનો વ્યક્તિ બીજા દિવસે ફોન ચોરવા આવતા ઝડપાઈ ગયાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં મનહર પ્લોટમાં રહેતા આશિષભાઈ અઢિયાના પિતા નરેશભાઈ અઢિયાને દાખલ કરવામાં આવ્યા છે. શનિવારના રોજ એક અજાણ્યો શખ્સ આશિષભાઈ અઢિયા પાસે આવ્યો હતો અને પોતાના સગા covid સેન્ટરમાં દાખલ છે તેમની સાથે વાત કરવા મોબાઇલ ફોનની જરૂર છે. તેમ કહ્યું હતું. ત્યારે આશિષભાઈ અઢિયા નામના વ્યક્તિએ માનવતા દાખવી પોતાનો 15,000 રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન અજાણ્યા શખ્સને વાત કરવા આપ્યો હતો.મોરવા હડફ પેટા ચૂંટણી પરિણામ: BJPનાં ઉમેદવાર નિમિષાબેન 45,557 મતથી બન્યાં વિજયી, કૉંગ્રેસે કહ્યું મસલ્સ પાવરનો કર્યો ઉપયોગ

પરંતુ ત્યારબાદ તે અજાણ્યો શખ્સ ફોનમાં વાત કરવાનો ડોળ કરી ધીમે ધીમે દૂર જઈ બાદમાં દોઢ મૂકી ફોન લઇ નાસી ગયો હતો. ત્યારે તેની પાછળ આશિષભાઈ અઢિયા નામના વ્યક્તિએ પણ દોટ મૂકી હતી પરંતુ તે કોઈના હાથે લાગ્યો નહોતો.

સુરત: સસરાએ ઉંદર મારવાની દવા પીવડાવી પરિણીતાની કરી હત્યા, ભાઇએ નોંધાવી ફરિયાદ

ત્યારે આજરોજ વહેલી સવારે ફરીથી શનિવારના માફક તે અજાણ્યો શખ્સ ઈમરજન્સી વોર્ડમાં આંટા ફેરા માટે આવ્યો હતો. જે બાબતની જાણ આશિષભાઈ અઢિયા નામના વ્યક્તિને થતા તેને તાત્કાલિક અસરથી પોલીસને જાણ કરી પોલીસને તેમને સોંપ્યો હતો. પૂછતાછમાં મોબાઇલ ફોન ચોરી કરનાર શખ્સએ પોતાનું નામ આશિષ કિશોરભાઈ હોવાનું જણાવ્યું હતું. તો સાથે જ પોતે કારખાનામાં મજૂરી કરે છે. પરંતુ આંશિક લૉકડાઉનના કારણે તેને ચારેક દિવસથી કામ મળતું ન હોવાથી આર્થિક ભીંસ ઊભી થતાં આ પ્રકારનું ચોરીનું કૃત્ય કર્યા હોવાનું જણાવ્યું હતું.ત્યારે હાલ આરોપીને ઝડપી લઇ રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે આશિષભાઈ અઢિયા નામના વ્યક્તિ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે ફરિયાદ દાખલ થયા બાદ આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવશે.
Published by:Kaushal Pancholi
First published:May 02, 2021, 14:55 pm

ટૉપ ન્યૂઝ