રાજકોટ: જામીન ન મળતાં અને પથરીના દુખાવાથી કંટાળીને કેદી મહિલાએ જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ

રાજકોટ: જામીન ન મળતાં અને પથરીના દુખાવાથી કંટાળીને કેદી મહિલાએ જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ
દરમિયાન સારવાર લઈ તેને જેલમાં પરત લઈ જવાયા બાદ હતાશામાં આ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.

દરમિયાન સારવાર લઈ તેને જેલમાં પરત લઈ જવાયા બાદ હતાશામાં આ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.

  • Share this:
રાજકોટ મધ્યસ્થ જેલમાં (Rajkot central Jail) કાચા કામના કેદી તરીકે બંદીવાન મહિલાએ (Woman prisnor) ચુંદડી વડે ગળાફાંસો (sucide) ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે હોસ્પિટલ (Rajkot Hospital) ખસેડવામાં આવી હતી. મહિલાને જામીન મળતા ન હતા અને પથરીનો અસહ્ય દુખાવાથી કંટાળીને આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પોપટપરામાં ગામેતી એપાર્ટમેન્ટમાં દોઢેક વર્ષ પહેલા માથામાં કુકર મારી હમીદાબેન સલીમભાઈ જાની હત્યાના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે બંદીવાન બિલ્ડીસબેન યાકુબભાઈ મોટાણીએ જેલમાં પોતાની ચૂંદડી ગરદનમાં વીંટાળી બે હાથ વડે ગળેટૂંપો દેવા પ્રયાસ કર્યો હતો.

જેને જેલનો સ્ટાફ જોઈ જતાં બચાવી તત્કાળ સિવિલમાં ખસેડી હતી. જાણ થતાં એ.એસ.આઇ રમેશભાઈ રત્નોતરે હોસ્પિટલે જઈ જરૂરી કાર્યવાહી કરી હતી. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, મહિલા કેદીને જામીન મળતા ન હતા. પેટમાં પથરીનો દુઃખાવો પણ થતો હતો. જેલમાં સારવાર ચાલુ હતી. બાદમાં જેલ તબીબના અભિપ્રાયથી તેને સારવાર માટે સિવિલમાં લઈ જવાઈ હતી. જ્યાં તેણે પુત્ર સાથે ફોન પર વાતચીત કરવાનું કહેતા સ્ટાફે ના પાડતા લાગી આવ્યું હતું. દરમિયાન સારવાર લઈ તેને જેલમાં પરત લઈ જવાયા બાદ હતાશામાં આ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.



કોરોનામાં રાજકોટના ડૉક્ટરને આવ્યો નવતર વિચાર, ઓડિયો-વીડિયો કોલિંગથી કરો કન્સલ્ટિંગ, ઘરે બેઠા આવી જશે દવા

મહત્વનું છે કે, મહિલા કેદીએ પોતાની ઓઢણી વડે આપઘાત કરવાનો પ્રયત્ન કરતા જ તાત્કાલિક જેલમાં રહેલા જેલ કર્મચારીઓએ મહિલાને આપઘાત કરતા જોઈ લીધી હતી અને સમય સુચકતા વાપરી તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે પહોંચાડવામાં આવ્યા હતા.

બીજી તરફ મહિલાને જામીન નહિ મળતાં હોવાને કારણે તેમજ પથરીનો પણ દુખાવો હોવાને કારણે આ પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે.  જોકે, મહિલા જ્યારે સ્વસ્થ થશે ત્યારે બધું હકીકત સામે આવશે.
Published by:Kaushal Pancholi
First published:February 07, 2021, 13:34 pm

ટૉપ ન્યૂઝ