Home /News /gujarat /

રાજકોટ: બોર્ડની પરીક્ષા પહેલા જ વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, માતાપિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

રાજકોટ: બોર્ડની પરીક્ષા પહેલા જ વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, માતાપિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

મૃતક બિનાને આવતીકાલે ધોરણ 10માં રીપીટર તરીકે ગણિત અને વિજ્ઞાનનું પેપર હતુ.

Rajkot News: દીકરી પરીક્ષા હોવાના કારણે સતત ચિંતામાં રહેતી હતી. પરંતુ દીકરીએ આત્મઘાતી પગલું ભરતા ક્યારેય પણ પેપર નથી આપવું તેવું એક પણ વાર પરિવારજનોને કહ્યું નથી.

રાજકોટ: જિલ્લાના સાપર વેરાવળ ગામે ધોરણ-10માં અભ્યાસ કરતી વિધાર્થિનીના આપઘાતનો બનાવ સામે આવ્યો છે. વ્હાલસોયી દીકરીએ આપઘાત કરી લેતા પટેલ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બીના કાન્તિભાઇ પટેલની આવતીકાલે ધોરણ 10ની પરીક્ષા હતી. ત્યારે પરીક્ષા આપે તે પૂર્વે જ ઘરની લાડકવાયી દીકરીએ આપઘાત કરી લેતા પાલક પિતા પીએમ રૂમ ખાતે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં હાઉસિંગ સોસાયટીમાં રહેતા પટેલ પરિવારની લાડકવાયી દીકરીએ સવારે 9 વાગ્યે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો હતો. સમગ્ર મામલાની જાણ પરિવારને થતાં પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. ઘટનાની જાણ શાપર વેરાવળ પોલીસ હતા પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડી હતી.

મૃતક દીકરીની તસવીર


પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બિનાની માતા આશાબહેને કાંતિભાઈ નામના વ્યક્તિ સાથે 15 વર્ષ પૂર્વે લગ્ન કર્યા હતા. મૃતક બીના આશાબહેનના અગાઉના ઘરનું સંતાન હોવાનું પણ સામે આવ્યું છે. છેલ્લા 15 વર્ષથી મૃતક બીના તેના પિતા કાંતિભાઈને જ પોતાનું સર્વસ્વ માનતી હતી.

આ પણ વાંચો - જામનગરનો પરિવાર ગુમ, 10 દિવસથી નથી મળી રહી કોઇ ભાળ

જેના કારણે, પાલક પિતા હોવા છતાં કાન્તિભાઇને સગી દીકરી કરતા પણ વિશેષ વ્હાલી હતી દીકરી બીના. ત્યારે વ્હાલસોયી દીકરીના મોતના કારણે પિતા સહિતના પરિવારજનો શોકમગ્ન થઈ ગયા છે. મૃતક બિનાને આવતીકાલે ધોરણ 10માં રીપીટર તરીકે ગણિત અને વિજ્ઞાનનું પેપર હોવાનું પિતાએ જણાવ્યું છે.

આ પણ વાંચો - રાજકોટ: ઊંઘમાં માતાના પગ નીચે ગૂંગળાઇ જવાથી 40 દિવસના બાળકનું મોત

દીકરી પરીક્ષા હોવાના કારણે સતત ચિંતામાં રહેતી હતી. પરંતુ દીકરીએ આત્મઘાતી પગલું ભરતા ક્યારેય પણ પેપર નથી આપવું તેવું એક પણ વાર પરિવારજનોને કહ્યું નથી. આમ, દીકરી ભણતરની પરીક્ષા પાસ કરે તે પૂર્વે જિંદગીની પરીક્ષામાં આપઘાત કરી જીવન ટુંકાવી લેતા પરિવારમાં હાલ શોકનું મોજું ફરી વળ્યુ છે
Published by:Kaushal Pancholi
First published:

Tags: આપઘાત, ગુજરાત, રાજકોટ

આગામી સમાચાર