રાજકોટ : કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે વુમન્સ ડે ના દિવસે જન્મનાર દીકરીઓને નાકમાં પહેરવાની સોનાની ચૂંક આપી

રાજકોટ : કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે વુમન્સ ડે ના દિવસે જન્મનાર દીકરીઓને નાકમાં પહેરવાની સોનાની ચૂંક આપી
રાજકોટ : કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે વુમન્સ ડે ના દિવસે જન્મનાર દીકરીઓને સોનાની ચૂંક આપી

આ ઉપરાંત દરેક દીકરીને એક ગુલાબનું ફૂલ તેમજ સો રૂપિયા રોકડા પણ આપવામાં આવ્યા

  • Share this:
રાજકોટ : 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ. આજના દિવસે રાજકોટ સહિત સમગ્ર વિશ્વભરમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દ્વારા સતત ચોથા વર્ષે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ શહેરના વોર્ડ નંબર 12ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય વાંક દ્વારા વુમન્સ ડે ના દિવસે જન્મનાર દીકરીઓને નાક માટે સોનાની ચૂંક તેમજ ગુલાબનું ફૂલ અને સો રૂપિયા રોકડાની ભેટ આપવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટર દ્વારા 40થી વધુ દીકરીઓને રૂપિયા 30 હજારથી વધુ રૂપિયાની ભેટ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ યોજાયેલી મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય વાંકનો ભાજપના ઉમેદવાર સામે પરાજય થયો હતો. જેના કારણે તેમને ફરી વખત કોર્પોરેટરનું પદ નથી મળ્યું. પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેટરનું પદ ભલે છીનવાયું હોય પરંતુ લોકસેવાની લાગણી છીનવાઈ નથી.



આ પણ વાંચો - શું રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે? મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યો આવો જવાબ

પૂર્વ કોર્પોરેટર વિજય વાંક દ્વારા દીકરીઓ માટેના સમૂહ લગ્ન સહિતના સામાજિક હિત સાથે જોડાયેલા કાર્યો વર્ષોથી કરવામાં આવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં તેમણે 200થી પણ વધુ દીકરીઓને નાકમાં પહેરવાની સોનાની ચૂંક ભેટમાં આપી છે.

ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં વિજય વાંકે જણાવ્યું હતું કે, આજરોજ મારા દ્વારા જે સોનાની ચૂંક દીકરીઓને ભેટમાં આપવામાં આવી છે. તે એક ચૂંકની કિંમત સાતસો રૂપિયા છે. તેમજ દરેક દીકરીને એક ગુલાબનું ફૂલ તેમજ સો રૂપિયા રોકડા પણ આપવામાં આવશે. ભલે મારી પાસે કોર્પોરેટરનું પદ ન રહ્યું હોય પરંતુ લોકસેવાના કાર્યો હું હંમેશા કરતો રહીશ. ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં વોર્ડ નંબર 12માં ભાજપના તમામ ઉમેદવારોને હરાવી કોંગ્રેસના ઉમેદવારોની પેનલ વિજયી બની હતી. પરંતુ તાજેતરમાં ભાજપની લહેરમાં વોર્ડ નંબર 12માં 2015માં જીતેલા ઉમેદવારોની હાર થઇ છે.
Published by:Ashish Goyal
First published:March 08, 2021, 20:18 pm

ટૉપ ન્યૂઝ