રાજકોટ: શહોરમાંથી નકલી ડિગ્રી કૌભાંડનો (bogus degree scam) પર્દાફાશ થયો છે. શહેરમાં ઓફિસ બનાવી દિલ્હી ટ્રસ્ટની ડિગ્રી છાપીને આ ગોરખધંધો ચાલતો હતો. રાજકોટના શખસોએ દિલ્હીમાં હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી (higher secondary board of Delhi) નામની સંસ્થા રજિસ્ટર કરાવી નકલી સર્ટિફિકેટ વેચી રહ્યા હતા. આ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, ખાંભાના આ વ્યક્તિએ આ રેકેટ સંભાળીને રાજ્યની 57 શાળાને નકલી સર્ટિફિકેટ આપ્યા છે. ક્રાઇમ બ્રાંચે (Rajkot Crime Branch) ખાંભાના વ્યક્તિને ઉઠાવી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે ખાંભામાં જયંતિ સુધાણી નામના શખ્સને ઝડપી પાડ્યા બાદ સમગ્ર હકીકત બહાર આવી હતી. જેમા હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી નામની સંસ્થા નકલી હોવાની અને તે ખાંભાનો કેતન જોશી ચલાવતો હોવાની વિગતો મળતાં જ ક્રાઇમ બ્રાંચની ટીમે કેતન જોશી નામના વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. આ કેસમાં એક મહિલા સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
2011મા બનાવાઇ હતી કંપની
આ અંગે પોલીસે આપેલી માહિતી પ્રમાણે, રાજકોટના અશોક લાખાણી અને પાંડે નામના શખસે વર્ષ 2011માં દિલ્હીમાં આ સંસ્થા હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્હી રજિસ્ટર કરાવી હતી. આ સંસ્થામાં અશોક અને પાંડે ઉપરાંત તાજેતરમાં ઝડપાયેલો જયંતી સુદાણી ટ્રસ્ટી બન્યા હતા. જયંતી સુદાણી સહિતના શખસો કોઇપણ ડિપ્લોમા કોર્સના સર્ટિફિકેટ મગાવતા ત્યારે રાજકોટનો અશોક લાખાણી દિલ્હીમાં નોંધાયેલી ઉપરોક્ત સંસ્થાના નામે સર્ટિફિકેટ મોકલી આપતા હતા. તેમણે ગુજરાતની 57 શાળા સાથે વ્યવહાર કરી નકલી સર્ટિફિકેટ આપ્યા હોવાની વિગતો સાંપડી છે. અશોક લાખાણીનું મૃત્યુ થતાં આ વહીવટ અશોકની પત્ની પાસેથી ખાંભાના કેતન જોશીએ સંભાળ્યો હતો. જે બાદ તે જ રાજ્યભરમાં નકલી સર્ટિફિકેટનો વેપલો ચલાવતો હતો.
આ સંસ્થાના નામે જ નકલી પરીક્ષા લેવાતી, પેપર તપાસવાના નાટક થતાં અને કેતન જોશી વેરિફિકેશન કરીને ખાંભાથી સર્ટિફિકેટ મોકલી આપતો હતો. કેતન જોશી સહિતની ગેંગે રાજ્યના અનેક લોકો સાથે છેતરપિંડી કર્યાની શંકા ઊઠતાં પોલીસે આ અંગે અલગથી ગુનો નોંધાયો છે.
નોંધનીય છે કે, રાજકોટના અશોક લાખાણી અને પાંડેએ હાયર સેકન્ડરી બોર્ડ ઓફ દિલ્લી નામની સંસ્થા રજિસ્ટર કરાવી હતી. તેઓ આ સંસ્થાના નામે નર્સિંગ સહિતના કોર્સના સર્ટિફિકેટ વેચતા હતા. પાંડે નામના શખ્સને વર્ષ 2013માં દિલ્લી ક્રાઇમ બ્રાંચે પકડ્યો હતો ત્યારે તેણે આ સંસ્થા બોગસ હોવાની કબૂલાત પણ કરી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર