રાજકોટ : પોલીસની માનવતા, દુર્ગાશક્તિની ટીમે બે બહેનોને રાત્રે ઘરે પહોંચાડી

રાજકોટ : પોલીસની માનવતા, દુર્ગાશક્તિની ટીમે બે બહેનોને રાત્રે ઘરે પહોંચાડી
રાજકોટ : પોલીસની માનવતા, દુર્ગાશક્તિની ટીમે બે બહેનોને રાત્રે ઘરે પહોંચાડી

લોકોની મુશ્કેલી પોલીસ સમજે છે અને માનવતા બતાવી આવા લોકોને પોતાના ઘરે પહોંચાડે છે

  • Share this:
રાજકોટ : કોરોનાના સંક્રમણમાં વધારો થતા રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લાગુ કર્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગી દેવામાં આવ્યો છે. કર્ફ્યૂ દરમ્યાન કોઈ નિયમનો ભંગ કરે તો તેના પર કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. રાજકોટમાં મોટાભાગના લોકો કર્ફ્યૂ દરમ્યાન ઘરની બહાર નથી નીકળતા તો અમુક લોકો મુશ્કેલીને કારણે સમયસર ઘરે પહોંચી શકતા નહીં હોવાથી તેવો કર્ફ્યૂના સમય દરમ્યાન બહાર હોય છે ત્યારે આવા લોકોની મુશ્કેલી પોલીસ સમજે છે અને માનવતા બતાવી આવા લોકોને પોતાના ઘરે પહોંચાડે છે.

હાલમાં ભક્તિનગર વિસ્તારમાં અલગ અલગ બે બનાવો સામે આવ્યા હતા જેમાં પોલીસે માનવતાનો અભિગમ બતાવી લોકોની મદદ કરી હતી. ગઈકાલે ભક્તિનગર પોલીસ ટીમ અને ખાસ દૂર્ગા શકિતના મહિલા કર્મચારીઓ રાત્રે સોરઠીયાવાડી સર્કલ ખાતે પેટ્રોલિંગમાં હતાં ત્યારે બે મહિલાઓ અગત્યના કામ માટે બહાર નીકળ્યા બાદ ઘરે જવા માટે વાહન મળ્યું ન હતું જેથી બંને મહિલાઓ મુશ્કેલીમાં મુકાઈ હતી. આવા સમયે આ બંનેને તેમના ઘરે ટૂ વ્હીલરમાં બેસાડીને પહોંચાડવાની જવાબદારી પોલીસે નિભાવી માનવતા મહેકાવી હતી.આ પણ વાંચો - જામનગર : ગર્લફ્રેન્ડ પાસે જૂનો બોયફ્રેન્ડ રાખડી બંધાવવા ગયો હતો, ત્યાં નવા બોયફ્રેન્ડે શંકા વ્યક્ત કરી છરીથી હુમલો કર્યો

મહિલા પોલીસ કર્મચારીઓ આ મહિલાને પોતાના જ બાઇક પર બેસાડી ઘરે મૂકી આવ્યા હતા. બીજી તરફ આજે ભક્તિનગર પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે એક અંધ વ્યક્તિ ત્યાંથી પસાર થયા હતા અને કર્ફ્યૂનો સમય હોવાથી આ અંધ વ્યક્તિને ઘર પહોંચવા કોઈ વાહન નહીં મળતા પોલીસે પોતાની વેનમાં અંધ વ્યક્તિને પોતાના ઘરે પહોંચાડ્યો હતો. ગોવિંદભાઈ નામના આ અંધ વ્યક્તિ થરાડા વિસ્તારના વિજયનગરમાં રહે છે જેને ભક્તિનગર પીઆઇ જે.ડી. ઝાલા સહિતના સ્ટાફે માનવતા બતાવી સરકારી ગાડીમાં તેમના ઘરે પહોંચાડ્યા હતા.
Published by:Ashish Goyal
First published:November 24, 2020, 23:35 pm