રાજકોટ : સામાન્ય સ્કૂલમાં ભણેલી દિવ્યાંગ દીકરીએ સારું પરિણામ પ્રાપ્ત કર્યું

રાજકોટ : સામાન્ય સ્કૂલમાં ભણેલી દિવ્યાંગ દીકરીએ સારું પરિણામ પ્રાપ્ત કર્યું
રાજકોટ : સામાન્ય સ્કૂલમાં ભણેલી દિવ્યાંગ દીકરીએ સારું પરિણામ પ્રાપ્ત કર્યું

સામાન્ય રીતે કોઈ બાળક આંખે જોઈ શકતું ના હોઈ તો તેના માટે ખાસ સ્કૂલમાં અભ્યાસ કરાવવામાં આવતો હોય છે. જેમાં તેની બુક અને અભ્યાસ પદ્ધતિની અલગ રીત હોય છે

  • Share this:
રાજકોટ : કહેવાય છે ને કે ભગવાન એક ખામી આપે તો સામે અનેક ખૂબીઓ પણ આપે છે. રાજકોટમાં રહેતી બરખા જોશીપુરાએ ધોરણ 10માં સારા માર્ક મેળવી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાન્ય રીતે કોઈ બાળક આંખે જોઈ શકતું ના હોઈ તો તેના માટે ખાસ સ્કૂલમાં અભ્યાસ કરાવવામાં આવતો હોય છે. જેમાં તેની બુક અને અભ્યાસ પદ્ધતિની અલગ રીત હોય છે પરંતુ બરખા જોશીપુરા પહેલે થી જ સામાન્ય સ્કુલ એટલે કે જ્યાં સામાન્ય બાળકો અભ્યાસ કરતા હતા તેવી કડવીબાઈ વિરાણી સ્કુલમાં અભ્યાસ કરી ખુબ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે.

બરખાના માતા પિતા સવારથી જ પોતાની નોકરી માટે ઘરે થી જતા રહે છે અને આખો દિવસ બરખા પોતાની રીતે અભ્યાસ કરતી હતી. સ્કુલમાં બરખાના સાથી મિત્રો, શિક્ષકો તેમજ ટ્યુશનના શિક્ષકનો ખુબ સારો સહયોગ મળ્યો હતો તેમજ બરખા ના રાઈટર પણ ખુબ સમજદાર અને હોશિયાર હોવાને કારણે બરખા આજે સારું પરિણામ લાવી છે અને રાજકોટ સહીત માતા પિતાનું નામ રોશન કર્યું છે.

બરખાના માતા સોનલબેન જોશીપુરા રાજકોટમાં સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવે છે તો પિતા પત્રકાર છે. જેથી માતા પિતાની નોકરીને કારણે બરખા પહેલેથી જ પોતાની રીતે મહેનત કરતી હતી. જોકે છેલ્લા બે મહિનામાં માતા પિતા દ્વારા પણ બરખાને ખાસ અભ્યાસમાં મદદ કરી હતી. જોકે બરખા ઓડિયો દ્વારા મોટાભાગનો અભ્યાસ કરતી હતી. સામાન્ય વિદ્યાર્થીઓ ઘણી વખત બધી સગવડો હોવા છતાં સારું પરિણામ નથી લાવી શકતા પરંતુ બરખા આવા વિદ્યાર્થીઓ માટે એક ઉતમ ઉધારણ પૂરું પડ્યું છે. પોતાનામાં રહેલી ખામીને નજરઅંદાજ કરીને પણ પોતાની ધારેલી સિદ્ધિઓ મેળવી શકાય છે.
Published by:News18 Gujarati
First published:June 09, 2020, 20:48 pm

ટૉપ ન્યૂઝ