રાજકોટ : કલેકટર રેમ્યા મોહને કહ્યું- ઓક્સિજનનો જથ્થો ઓછો છે પણ સોર્ટેજ નહીં થાય

રાજકોટ : કલેકટર રેમ્યા મોહને કહ્યું- ઓક્સિજનનો જથ્થો ઓછો છે પણ સોર્ટેજ નહીં થાય
રાજકોટ : કલેકટર રેમ્યા મોહને કહ્યું- ઓક્સિજનનો જથ્થો ઓછો છે પણ સોર્ટેજ નહીં થાય

રાજકોટમાં જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદમાં જણાવ્યું-રેમડેસિવિર અને ઓકસીજનનો જથ્થો મર્યાદિત છે

  • Share this:
રાજકોટ : રાજકોટમાં જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રેમડેસિવિર અને ઓકસીજનનો જથ્થો મર્યાદિત છે. રવિવાર સુધીમાં વધુ 640 બેડની વ્યવસ્થા થઇ જશે. રાજકોટ જીલ્લા કે રાજય બહારનાં દર્દીને ઇન્જેકશનો આપવામાં આવશે નહીં. કલેકટરના જણાવ્યા મુજબ દિવસમાં ઘણા બધા પ્રિસ્ક્રિપ્શન પર ઇન્જેક્શન આપવાની ભલામણ આવે છે જેમાં અન્ય રાજ્યમાં, જૂના પ્રિસ્ક્રિપ્શનમાં પણ લખાણ આવતા હોવાથી સ્ક્રુટીની કર્યા બાદ જ ઇન્જેક્શન આપવામા આવી રહ્યા છે.

બીજી તરફ સિવિલમાં ડીસ્ચાર્જનાં પ્રમાણમાં આવનારા દર્દીઓનું પ્રમાણ વધુ હોવાથી બેડની અછત થઈ રહી છે પણ સાથે જ સમરસ હોસ્ટેલ અને કેન્સર હોસ્ટેલમાં દર્દીઓને મોકલવામાં આવી રહ્યા છે. લાઈનમાં ઉભેલી એમ્બ્યુલન્સ અને પ્રાઇવેટ વાહનોના દર્દીઓની પણ તપાસ કરવામાં આવે છે. આજથી ખાનગી ડોકટરોએ કોરોનાં સારવાર શરૂ કરી દીધી છે એટલે ભારણ ઘટવાની આશા છે. શહેર જીલ્લા ઉપરાંત બહારથી પણ રાજકોટ સિવિલ સહિત ખાનગી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડ સહિતની અછત સર્જાઇ રહી છે. ત્યારે કલેકટર રેમ્યા મોહને આ બાબતે જણાવેલ કે રાજકોટમાં રેમડેસિવીર ઇન્જેકશન અને ઓકસિજન જરૂર પુરતા જ ઉપલબ્ધ છે. જે ઓકસિજનની અછત ગુજરાતનાં અન્ય સેન્ટરોમાં થોડા પ્રમાણ છે.આ પણ વાંચો - દેશના ત્રણ મોટા ડૉક્ટર્સે જણાવ્યું, કોરોનાને કેવી રીતે આપવી માત, રેમડેસિવીર રામબાણ નથી

કલેકટરે સ્પષ્ટ કર્યુ હતું કે સિવિલ સહિતની કોવિડ હોસ્પિટલોમાંથી જેટલા દર્દીઓને રજા અપાય છે તેની સામે દાખલ થતા આવનારાની સંખ્યા વધુ છે. એટલે બેડની અછત વર્તાઇ રહી છે. પરંતુ આ અછતને પહોંચી વળવા યુનિવર્સિટી કેમ્પસમાં આજે 200 બેડ, સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં 400 બેડ અને કેન્સર હોસ્પિટલમાં 40 બેડ એમ કુલ 640થી વધુ બેડની વ્યવસ્થા રવિવાર સુધીમાં થઇ જશે. વેન્ટિલેટર સિવિલ હોસ્પિટલમાં પુરતા છે અને ખાનગી હોસ્પિટલોને પણ જરૂર જણાય ત્યારે આપવામાં આવી રહ્યા છે. ઉપરાંત નવા વેન્ટિલેટરની વ્યવસ્થા થઇ રહી છે. જયારે રેમડેસિવીર ઇન્જેકશનનો રોજ 8000નો જથ્થો રાજકોટને મળે છે પરંતુ એ માત્ર રાજકોટ શહેર જીલ્લા દર્દીઓ પુરતો જ છે માટે અન્ય જીલ્લા કે અન્ય રાજયમાં દર્દીઓને આપી શકાય તેમ નથી.
Published by:Ashish Goyal
First published:April 21, 2021, 21:46 pm

ટૉપ ન્યૂઝ